SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન છે, કહેર w oon રાત પ્રાંતની જનભાષા હતી એ વિચાર શજલાલ શાસ્ત્રીએ પોતાના એક ગ્રંથમાં સાફ જાહેર કીધે છે, અને જે જે વિદ્વાને જૂની ગુજરાતીનું અવલેકન કરે છે તેને પણ એજ વિચાર થયા વિના રહેતો નથી. આ સાથે સરખાવો મણિભાઈનું કથન – * જે ભાષા એ કાળના બ્રાહ્મણ લકેની છે તેજ ભાષા એ કાળના જૈન કવિ. એની છે. ” આમ વસ્તુસ્થિતિ હોવા છતાં કેટલાક જૈનેતર વિદ્વાનોએ જૈન પ્રાચીન ગુજરાતી ભાષાને સાંપ્રદાયિક, અશુદ્ધ, મારવાડી આદિ અન્ય ભાષાથી મિશ્રિત અને સંકર પામેલી ગણું તેની પ્રત્યે ઉપેક્ષા, અનાદર બતાવે છે (જૂઓ બૃહત કાવ્ય દેહનની એક ભાગની પ્રસ્તાવના અગર કવિ દલપતરામે સંગ્રહેલ કાવ્યદેહનની પ્રસ્તાવના ), આમ છીટ બતાવવાથી કદિપણ નિષ્પક્ષપાત બુદ્ધિ કે પ્રેમભાવ રહી શકતું નથી; વળી જૈનોએ પિતે તેઓની પ્રાચીન ગુજરાતી ભાષા તે કાળની ભાષાથી અથવા જેનેતર સાહિત્યની ભાષાથી ભિન્ન છે એમ કદી પણ જાહેર કીધું નથી; અને વળી એવું તે સ્વને પણ જેનોએ માનેલું કે મનાવેલું નથી કે તેવી ભિન્નતા (કે જે વસ્તુતઃ નથી અને સ્વીકારેલી પણ નથી ) જણાવી તેને માટે માન ( credit) ખાટયું હેય. આમ છતાં સા. શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી જેવા વિદ્વાન પણ આજ નિબંધની સમાલોચના મૅડને રિવ્યુ નામના સુપ્રસિદ્ધ અંગ્રેજી માસિકમાં ( જુલાઈ ૧૯૧૪) કરતાં જણાવે છે કે – Its aim is to shew that all who wrote Gujarati, both prose and poetry, in olden times, whether they were Jains or non-Jains, wrote, in the same way and that Jain writers, because they were Jains, are not entitled to any special credit for having written in that way. જેનોએ ભિન્ન ભાષા લખી હોય અને તે માટે તેમણે માન ખાટયું હોય એવું ભાષાના નિષ્પક્ષી શોધ કરનારને બીલકુલ પ્રતીત થાય તેમ નથી એવું રા. મણિલાલ ભાઈને આ પ્રસ્તાવનારૂપે લખેલ નિબંધ વાંચતાં સહેજ અને સચોટ જણાઈ આવે છે. છતાં તેવું માન ખાટવાનું જેનોને શીરે રા. કૃષ્ણલાલભાઈએ કેમ આરોપ્યું તેનાં કારણ તેઓ જણાવશે તે ન્યાય કઈ બાજુએ ઢળે છે તે સમજાશે, રા. મણિલાલને તથા અન્યને કંઈ જાણવાનું મળી આવશે, અને આ લેખકના પ્રમાણની કસોટી થશે. લેખકે આ નિબંધ લખવા માટે દીર્ઘ ચિંતન, અતિ પરિશ્રમ પૂર્વક શોધ ખોળ, મનનીય તટસ્થતા પૂર્વક વિવેચક બુદ્ધિનો ઉપયોગ સારા પ્રમાણમાં કરેલ છે એમાં કોઈ જાતને શક નથી–તે દીવા જેવું સ્પષ્ટ છે. અનેક પુસ્તકોમાંથી ખાસ કરી હસ્તલિખિત પુસ્તકમાંથી મંથન કરી જૂના ગદ્યપદ્યના ઉતારા દષ્ટાંત તરીકે આપી ગૂજરાતી ભાષાને વિકાસક્રમ શંખલાબદ્ધ આલેખે છે તે ખાસ ધ્યાન ખેંચે છે, કેટલીક મતભિન્નતા
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy