SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. કા. હેડ. (English) a connected life of Vir Prabhu. The Life of Buddha as versified by Arnold entitled the Light of Asia' in Blank verses is read all the world over. When will the time come when the life of our Lord will be so read. Thoughts are welling up from the fountain of Soul-It will surely seek its level-I am enjoying both the numbers of Herald and so are my other friends. Shanti Kunj, Allahabad. ૪ —Kumar Devendra Prasad. અંકના ગુજરાતીભાગમેં વાંચ્યા છે. ખાસ કરીને આપના લેખા ધ્યાનપૂર્વક વાંચ્યા છે. તત્ત્વજ્ઞાન અને ઐતિહાસિક દૃષ્ટિથી જૈનસાહિત્યનું અવલોકન કરીને હેરલ્ડના વાચકાને તેની પ્રસાદી ચખાડવા આપે કરેલેા પ્રયાસ ધન્યવાદને પાત્ર છે. મહાવીર સ્વામીના સમયની ધાર્મિક પરિસ્થિતિમાટે આપે વિદ્વાનેાના વિચારેા જડીને જે ભવ્ય આલેખન કર્યું છે, તે જેમ તે સમયને લાગુ પડે છે તેમ હાલના સમયને પણ ધણી રીતે લાગુ પડે તેવું છે અને એ વિચારા જેટલા બ્રાહ્મણ ધર્મીઓને જાણવા જેવા છે તેટલાજ જૈનધર્મીઆને પણ જાણવા જેવા છે. આપના અંક આપની વિદ્વત્તા અને ઉચ્ચાભિલાષાના આદર્શરૂપ છે. એક જૂદીજ વાત આ પ્રસંગે આપને કહેવાનું મને મન થાય છે. સામાન્યરીતે હરકેાઇ ગ્રંથકાર પોતાના નાયકને સર્વગુણુ સંપૂર્ણ અને સર્વ દોષ રહિત બનાવે છે. ધર્મસંસ્થાપકને માટે એ રૂઢિના અતિક્રમ થાય છે ને તેમને મહાપુરૂષ, દૈવી પુરૂષ, અવતારી પુરૂષ, સર્વજ્ઞ, તીર્થંકર એ નામ આપવામાં આવે છે. એમની જાતને માટે આ પ્રમાણે થયા પછી તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતા માટે યેાગ્યતાના વિચાર કરવાની જગાજ રહેતી નથી. જેઓ તેમને માને છે-પૂજે છે તેઓ તેમને સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને એવા ખીજા મનસ્વી ગુણાવાળા માને છે અને એમના વાકયને વેદવાકય–પ્રમાણભૂત વચન માની લેછે. જે તેમને માનતા નથી, તેએ તેમનાથી અત્યંત ખેદરકાર રહે છે તે એમના મતસિદ્ધાંતને ભ્રમરૂપ, પાપરૂપ માની તેનાથી અભડાતા હૈાય તેમ તેના અત્યંત અનાદર કરે છે. ભાપણા જેવાઓને માટે આ બધા વચ્ચેથી કંઇ મધ્યમ માર્ગ ના નીકળે ? હું લેાકાને ભૂલી જતા નથી. આપણે લોકાને દારવીએ તેના કરતાં લેાકા આપણને વધારે દેરવે છે. આપણે જરા ચેં ચૂં કરવા જતાં આપણને, નાસ્તિક, નિન્દ્વવ કે ભયંકર રાક્ષસ જેવા ઠરાવી દેતાં લેાકેા વાર કરે એવા નથી એ હું જાણું છું, પણ મને લાગે છે કે આપણે આ પરિસ્થિતિ વચ્ચેથી પણ આપણા રસ્તા કાઢી શકીએ. આપ એજ રસ્તા લે એવું આપના લેખ જોતાં લાગે છે, ને તેથીજ આપને એ વિચારાની દૃઢતાને આ ઈસારા કર્યા છે. નાગરકુળિયા. સુરત ભા. વ. ૐૐ —મણિલાલ કારભાઈ વ્યાસ.
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy