________________
કેન્ફરન્સ મિશન.
મજકુર ગામ મધ્યેની એક બે ધાર્મિક સંસ્થાના વહીવટકર્તા ગૃહસ્થોએ પિતાના તાબાની સંસ્થાની મીલ્કત અનેક રીતનાં બહાનાં કાઢી દેખડાવવાની આનાકાની કરી આ ખાતાને કિંમતી વખત રોકી ખાતાને મહેનતમાં ઉતાર્યું છે, અને હજી વધારે ઉતારે છે; પણ તે વાત જાહેરમાં આવશે ત્યારે તેવા વહીવટકર્તા ગૃહસ્થને માટે આપણી જેન કોમ કેવી રીતના વિચારો બાંધશે તેને તેઓ સાહેબ કાંઈ પણ ખ્યાલ કરતા નથી. તેમ છતાં આ સંસ્થાના વહીવટકર્તા ગૃહસ્થ તેઓને દાખલ નહિ લેતાં હિંમત વાપરી તેરળપણે સર્વ મીલ્કત સાથે પિતાના તાબાની ધાર્મિક સંસ્થાને હિસાબ પૂરેપૂરે દેખડાવી આપ્યો છે તે માટે તેઓને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. * સદરહુ સંસ્થાને વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે.
(૨) મુંબઇ મધ્યે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધર ફંડના વહીવટને લગતો રીપોર્ટ
સદરહુ સંસ્થાના એકઝીકયુટર શેઠ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી, શેઠ ગુલાબચંદ દેવચંદ શેઠ કુલચંદ કસ્તુરચંદ, શેઠ કેશરીચંદ રૂપચંદ, શેઠ મંછુભાઈ સાકરચંદના હસ્તકને સંવત ૧૮૬૪ ની ", "તક શુ. ૧ થી સં. ૧૮૬૮ ના આસો વ. ૩૦ સુધીને વહીવટ અમોએ તપાસ્ય. વળતાં મહૂમ શેઠ દેવચંદ લાલભાઈએ પિતાની મીલ્કતની વ્યવસ્થા કરવા એક વીલ કરી ઉપર જણાવેલા એકઝીક્યુટ નીમેલા તેઓએ ( એકઝીકયુટરોએ સદરહુ સંસ્થા ર છે તેમાં રૂ. ૪૫૦૦૦ ) પીસ્તાળીશ. હજાર ભેટ આપી સંસ્થાનું ઘણું જ ઉત્તમ પ્રકારનું ધારણ કરી તેને કાયદેસર રજીસ્ટર કરાવી તેનું કામ ચાલુ કર્યું છે. તેમાં મરહુમ શેઠ દેવચંદ લાલભાઈના વારસ શેઠ ગુલાબચંદ દેવચંદ તથા તેમનાં દીકરી બાઈ વીજકર તથા તેમના એકઝીકયુટેરેએ ઉદાર વૃત્તિથી સંસ્થામાં બીજી નાણાંની હેટી રકમ ભેટ આપી હાલમાં આ સંસ્થાનું ફંડ રૂ. ૧૦૫૫૦૦) એલાખ પાંચહજાર પાંચસો સુધી વધારી સંસ્થાને ઘણી જ સંગીન પાયા ઉપર લાવી મૂકી છે આ સંસ્થા તરફથી જૈન પુસ્તકે શેધાવી, છપાવી તેમ જ લખાવી તેને ઉદ્ધાર કરવા. માં આવે છે. તેથી આપણું જેન ભાઈઓને મોટો લાભ થવાનો સંભવ છે. તે માટે ઉપર જણાવેલા દરેક ગૃહસ્થને જેટલે ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે.
સદરહુ સંસ્થાનો હેતુ જૈન પુસ્તકને ઉદ્ધાર કરવાનું છે અને તે મુજબ કેટલાક પુસ્તકે શોધાવી છપાવવા તથા લખાવવામાં આવે છે તે પણ કેટલેક સ્થળે કિંમતી જેન ગ્રંથો ઘણુ પુરાણું થઈ ગયેલા છે, તેનો ઉદ્ધાર કરવાની ખાસ જરૂર છે. માટે તજવીજ કરી તેવા ગ્રંથો મેળવી તેને ઉદ્ધાર કરવામાં આવશે ત્યારે જ આ સંસ્થાને પૂરેપૂરો હેતુ - પાર પડેલો ગણશે, તે આશા રાખીએ છીએ કે લાગતા વળગતા ગૃહસ્થ આ બાબત ઉપર ધ્યાન આપી બનતા પ્રયાસ કરશે.
સદરહુ સંસ્થાને વહીવટ તપાસી તેમાં જે જે સૂચના કરવા જેવી બાબત દેખાણી તેને લગતું સૂચનાપત્ર અમારી સહી સિક્કા સાથનું વહીવટકર્તા ગૃહસ્થોને આપ માં આવ્યું છે.
(૩) ઉ. ગુજરાતમાં મહાલ મેસાણ મથે આવેલા શ્રી સુમતિનાથજી મહારાજના દેરાસરને લગતે રીપોર્ટ