________________
૯૨
શ્રી
જૈન
વે. કો. હેરડ.
nonnan
વદ્યાભ્યાસ કરતાં મહેતા છે અને માબાપની શીખામણ માનવી. જે બાળકો શિક્ષક ને માબાપના ખરા આગ્રહ છતાં ભણતાં નથી, નઠારી સોબત કરે છે, પિતાને કાળ રમત ગમતમાં નકામો ગુમાવે છે, દુર્ગણી થઈ દુરાચરણ શીખે છે, તે પિતાની પાછલી ઈદગીમાં દુ:ખી હાલતમાં આવી પડે છે. જ્યાં સુધી માબાપ કે વડીલો પાળનાર હોય છે, પૈસા કમાવા પડતા નથી, કોઈ પણ જાતની જંજાળ વળગી નથી, ઘરને વ્યવહાર કેવી રીતે ચાલે છે તેની બીલકુલ ખબર સ્થી, ત્યાં સુધી તો અજ્ઞાનાવસ્થામાં મોજ મજાહમાં દિવસો જાય છે. પણ તે બધું જ્યારે એકીસાથે માથે પડશે, ઘરને વ્યવહાર ચલાવવો પડશે, આખા કુટુંબનું ભરણપોષણ કરવું પડશે, દુનિઆમાં પિતાની આબરૂ સાચવવાને વખત આવશે, ત્યારે જે મે જમજાહમાં ને દુરાચરણ થઈને પિતાને વખત ફેકટ ગુમાવ્યો હશે અને વિદ્યાભ્યાસ નહિ કરેલ હોય કે કોઈ જાતનો ધંધો સારી રીતે શીખેલ નહિ હોય છે ત્યારે કેવી સ્થિતિ થશે ? તથા પોતાના ગયેલા દિવસો સંભારીને કેટલું દુઃખ થશે ? તેને વિચાર કર. માટે દરેક સ્ત્રી અને પુરૂષોને વિદ્યાભ્યાસની ખાસ જરૂર છે.
૪. માણસ માત્ર જેમ બને તેમ દુર્ગુણનો ત્યાગ કરી સદગુણને સંગ્રહ કરવો જોઈએ. કારણકે સગુણએ પિતાને વ્યવહાર ચલાવવામાં ઉપયોગી થઈ પડે છે. સદગુણ માણસ માત્રનું ખરૂં ભૂષણ છે. માટે સદ્ગણ પ્રાપ્ત કરવાને દુર્ગુણથી તો દુર જ રહેવું. દુગુણ એ એ ઉભય લોકમાં હાનિકર્તા છે. અંતે સદ્ગણ એ ઉભય લોકમાં સુખર્તા છે. માટે સગુણીજ થવા યત્ન કરો.
૫ વખતને કીંમતી ગણી તેને સારે લાભ લઈ લે. વ્યર્થ સિંઘ તેમજ નઠારાં કાર્યમાં વખતને વૃથા ગુમાવી નાખવો નહિ. પણ બને તેટલાં સારાં કાર્યોમાં વખત પસાર કરો. જે વખત જાય છે તેની દરેકે દરેક પળ કીંમતી ગણવી. કારણકે જે અમૂલ્ય વખત જાય છે તે પછીથી મળતો નથી.
કદી પૂરવ પુન્યથી, સકળ સંપદા પાવે,
પણ સમય સમજજે, ગયે ફરી નહિ આવે. જે પૂર્વનાં પુન્ય હોયત, રિદ્ધિ સિદ્ધિ, કુટુંબમાં પરિવાર, માબાપ, ભાઈ બહેન, સ્ત્રી મિત્ર પુત્ર પુત્રી વગેરે મળે છે. પણ જે વખત જાય છે તે તો અમૂલ્ય છે. કારણ કે ગમે તેટલા પૈસા આપીએ તે પણ ગયો સમય પાછો મળતો નથી. માટે જે વખત આવ્યો છે તે જવાનું છે. ને પાછો મળવાનો નથી–એવો વિચાર કરીને શુભ કાર્યો કરી લેવાં ઉત્તમ ને શ્રેયસ્કર છે.
૬ ઘર એ પણ એક નાનું સરખું રાજ્ય છે. રાજ્ય ચલાવવાને માટે જેટલી કળા કૌશલ્યની જરૂર પડે છે, તેટલી ગૃહરૂપી રાજ્ય ચલાવવાને માટે આવડતની જરૂર પડે છે. માટે દરેક માણસે પિતાને યોગ્ય ધંધો શીખવો જોઈએજ; કારણકે તે વિને પિતાને વ્યવહાર ચાલી શકતો નથી. તેમજ વખત પસાર કરવા માટે કંઈક આવડતની પણ જરૂર છે. કે જેથી નવરાં બેઠાં નખોદ વાળવાનો વખત આવે નહિ. માટે સર્વે માણસોને ધ શીખવાની કે આવડત સંપાદન કરવાની ખાસ અગત્ય છે.
૭. જેમ ઉમર લાયક જતાં જઈએ તેમ ઉદ્યાગી પણ થવું જોઈએ. જુવાનીને સમય