________________
૮૬
શ્રી જૈન વે. કા. હૈડ.
પ પ
હ / wwww ww
આ આઠ ઉપપ્રકરણ ઘણું ઉપયોગી અને કર્મ ગ્રંથના અભ્યાસમાં ઘબલ સહાયભૂત છે અને તે પ્રગટ કરી આત્માનંદ સભાએ જૈનધર્મ સાહિત્યની અપૂર્વ સેવા બજાવી છે તે માટે તેને અમે ધન્યવાદ અર્પીશું. આવાં છૂટક છૂટક પ્રકરણો સેંકડો છે તો તે દરેક જેમ બને તેમ છપાવી પ્રગટ કરવા આ સભાને અમે વિનવિશું. આમાં જે જે ગૃહસ્થોએ આર્થિક સહાય આપી છે તેને ઉપકાર ધટે છે. વળી મુનિશ્રી ચતુરવિજયે ટુંકી સંસ્કૃત પ્રસ્તાવના દરેકને પ્રારંભે આપી પિતાની વિદ્વત્તા અને સહાનુભૂતિ દર્શાવી છે તે માટે તેના પણ ઉપકારતળે સભા તેમજ જૈનસમાજ છે. બીજા નવિન પ્રકરણોને રિવ્યુ હવે પછી. ૧૫. વીતરાગ સ્તોત્રમ –(અનુવાદક મુનિશ્રી કપૂરવિયજી.પ્રસિદ્ધ કર્તા જેન શ્રેયસ્કર મંડળ
મેસાણું. કિંમત લખી નથી.) મૂળ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃન છે તે આપવાની સાથે તેનું ભાષાંતર આપવામાં આવ્યું છે, તે યોગ્ય કર્યું છે. આમાં વીશ પ્રકાશ છે અને
કેક પ્રકાશ સમજવા માટે માત્ર ભાષાંતર યોગ્ય ન ગણાય. ભાષાંતર સાથે જે ટુંક વિવેચન આમાં અપાયેલ છે તે વિષયને બહુ ઋટ કરી શકતું નથી તો સવિનય જણાવવાનું કે પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે મૂળ અવચૂર અને ટીકા સાથે શેઠ દેવચંદ લાલભાઈ તરફથી પ્રસિદ્ધ થયેલ ગ્રંથની આમાં પૂરેપુરી સહાય લેવામાં આવી હત અને ટીકાના ભાષાંતર ઉપરાંત તે પર પણ વિવેચન કરી પ્રકાશ નાંખ્યો હતો તો આ ગ્રંથ ઘણો ઉપયોગી થાત. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના શ્લોકમાં એટલું બધું મહત્વ અને સૂત્રબદ્ધત્વ છે કે તેમના રચેલા ૩૨ લોકપર તો સ્યાદવાદ મંજરી એ ગહન ગ્રંથ શ્રીમ@િષેણસૂરિએ કર્યો છે, તે આ મૂળ શ્લોક સમજાવવા માટે પણ તેવા ગ્રંથની જરૂર છે. એકંદરે આટલું ભાષાંતર પણ ઘણું ઉપયોગી છે, અને મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી પૂર્વ મહાત્માઓની કૃતિઓને ગુજરાતી ભાષામાં સમજાવવાને જે અથાગ પ્રયાસ કરતા રહે છે તે માટે ધન્યવાદ ઘટે છે, અને પ્રસિદ્ધકારને પણ
પ્રસિદ્ધ કરવા માટે શાબાશી ઘટે છે. ૧૬. દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્રમ–(પ્રગટ કર્તા જેન શ્રેયસ્કર મંડળ મેસાણું કીંમત લખી
નથી. ) પ્રતિક્રમણ સુત્રની ઘણી નકલો થઈ ચુકી છે. ઘણી પ્રતો છપાઈ છે, પરંતુ જેવી જોઈએ તેવી થઈ નથી અને પાઠશાળાઓમાં ચલાવવા માટે જે જે સામગ્રીઓ પૂરી પાડવી જોઈએ તે તે સર્વ સામગ્રીઓ એક પણ પ્રતમાં માલુમ પડતી નથી. અને તેથી એવું પ્રતિક્રમણ સૂત્ર બહાર પાડવાની જરૂર છે કે જેમાં પ્રતિક્રમણને ઉદેશ હાલમાં ચાલતી પ્રતિક્રમણ વિધિમાં રહેલા દે, તે નિવારવાનો ઉપાય, તેમાં આપેલ દરેક સૂત્રના હેતુ, તે સૂત્રમાં રહેલ રહસ્ય એ સૂત્ર પછી બીજું સૂત્ર જે ક્રમમાં મૂકેલ છે તે ક્રમને હેતુ વગેરે સર્વ બાબતે સમાઈ જાય. પ્રતિક્રમણ સંબંધી વિધવિધ લેબ માસિકપત્રોમાં દેખાવ' દે છે કે જેમાં કેટલુંક આવું આવું સમજાવવામાં આવ્યું છે, તેની સહાય પણ તે માટે લેવાની જરૂર છે. વળી આ સૂત્ર હમેશનું આવશ્યક કાર્ય હોવાથી, તેમ જ આ સૂત્ર શેઠ અમરચંદ તલકચંદ અને બાઈ રતન જૈન ધાર્મિક પરીક્ષાઓમાં નિર્ણય થયેલ હોવાથી ઘણા સુરેખ, સુસ્પષ્ટ અને વિસ્તારપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર ચાઈ બહાર પાડવાની જરૂર છે. આ અવલોકનાથે