________________
२४०
શ્રી જન . કૅ, હરેંડ. રહેલાં મનુષ્યની પ્રતિષ્ઠાનું રક્ષણ કરી શકીએ.” અને વળી કહે કે “ઉપાયમાં શસ્ત્રના ઘા કરવા કરતાં શારીરિક અને માનસિક શૈર્ય વધારે રહેલું છે” શું? આમ મુંગા બેસી રહેવું આપણને પરવડે તેવું છે? ધારો કે કોઈ નરાધમ આપણી પુત્રી પર હુમલો કરે તો રા. ગાંધી કહે છે કે તેમના પિતાના અહિંસા સંબંધી મત અનુસાર આપણું પુત્રી અને તે નરાધમ વચ્ચે ઉભા રહેવું. પણ જે તે નરાધમ આપણને મારી નાખે અને પિતાની પિચાશ વૃત્તિને પાર પાડે તે આપણું પુત્રીને કેવી દુર્દશા થાય ! રા. ગાંધીના મત પ્રમાણે, બળ જેરીથી સામા થવા કરતાં તેને તેનાથી બને તેટલું ખરાબ કરવા દેવું અને શાન્ત ઉભા રહેવું એમાં શારીરિક અને માનસિક શૈર્ય વધારે જોઈએ.) રા. ગાંધી માટે સંપૂર્ણ માન દર્શાવતાં મારે કહેવું જોઈએ કે આને અર્થ કાંઈ નથી. રા. ગાંધીના વ્યક્તિત્વ માટે મને ઘણું જ માન છે. તેઓ હું જે મહાપુરૂષોને પૂજું છું તેઓમાંના એક છે, હું તેમની સહક ના માટે શંકા કરતો જ નથી. તેમની શુભ ધારણાઓ માટે મને સંશય જ નથી, પણ તેમણે જે અનિષ્ટકારક સિદ્ધાંત ફેલ વવાના સમાચાર મળ્યા છે તેની સામે સપ્ત વિરોધ વવાની હું ફરજ સમજું છું, એક ગાંધી જેવા મહા પુરૂષને પણ આ વિષયમાં ભારત અને હૃદયને વિસ્મય કરી મુકવાની છુટ ન હોવી જોઈએ, રાષ્ટ્રીય ચૈતન્યના નિર્મલ ઝરાને મલિન કરવાની કોઈ પણ વ્યક્તિને સ્વતંત્રતા ન હોવી જોઇએ, બુદ્ધદેવે પણ એવો ઉપદેશ કર્યો નથી, ક્રાઈસ્ટ તે એમ કહેજ નહિ, જૈને પણ એટલી હદ સુધી જાય એમ હું જાણતો નથી, અરે ? એવા સંગમાં ભાન ભર્યું જીવન જ અસંભવિત છે. એ મતને કોઈ પણ અનુયાયી ન્યાય પુર: સર કોઈ પણ સ્વેચ્છાચારીની સામે થઈ શકે નહિ, દક્ષિણ આફ્રિકામાંથી ભારતવર્ષઓને કાઢી મૂકવાની તે દેશના ગરાઓની પ્રિય ઇચ્છા સામે વિમલ દર્શાવીને રા. ગાંધીએ શા માટે તે ગેરાઓની લાગણી દુભાવી? ન્યાયાનુસાર કહીએ જ્યારે ગોરાઓએ ભારતવાસીઓને કાઢી મુકવાની ઇચ્છા દર્શાવી ત્યારે તેમણે પિતાને - નામાન બાધીને તે દેશ છેડી દઈ ચાલ્યા જવું જોઈતું હતું અને પિતાના બંધુઓને પણ એવો સલાહ આપવી જોઈતી હતી. એવા સંયોગેમાં સામા થવામાં હિંસા રહેલી છે, શારીરિક હિંસા એ માનસિક હિંસાનું આચારસ્વરૂપ છે. જો એક ચોર, લુટારા કે શત્રુનો નાશ કરવાનો વિચાર કરવામાં પાપ હોય તો અલબત્ત તેના સામે બળ અજમાવવામાં વધારે પાપ છે જ. વાતજ એવી મૂર્ખાઈ ભરી જણાય છે કે રા. ગાંધીના ભાષણને હેવાલ જ ભૂલ ભરેલો હોય એમ શંકા કરવાની મને સહજ જ ઈચ્છા થઈ આવે છે. પણ પત્ર તે ઉપર છૂટથી વિવેચન કર્યા કરે છે; અને રા. ગાંધીએ તેને જાહેર ઇન્કાર કર્યો નથી. ગમે તેમ છે પણ જ્યાં સુધી તે ભાષણમાં રહેલો વિરોધ દૂર થાય નહિં કે તેને ખુલાસો થાય નહિ ત્યાં સુધી મને લાગે છે કે હું મુગે બેસી રહી શકે નહિ અને ભારતવાસી યુવકોમાં આ ; ને અવિબાધિત અને ઉચ્ચ સત્ય તરિકે પ્રસરવા દઈ શકું નહિ. રા. ગાંધી કાલ્પનિક પૃગ તાનું જગત રચવા ઈચ્છે છે, અલબત્ત તેમ કરવા અને અન્યને તેમ કરવાનું કહેવા તેમાં પૂર્ણ સ્વતંત્ર છે, પણ તે જ પ્રમાણે તેમની ભૂલ દર્શાવી આપવાની હું મારી ફરજ સમજું છું,
–ઉદયે ખુ.