________________
શ્રી જૈન છે. કેન્ફરન્સ હેરલ્ડ. અકય કયારે કરીશું? હમણુંજ.
" It is said that bleed is thicker than water but far more subtle and strong are spiritual sympathies."
–“એમ કહેવામાં આવે છે કે જલ કરતાં રક્ત વિશેષ ઘટ છે, અર્થાત પરસ્પર ભોજનાદિ વ્યવહાર કરતાં સગપણને સંબંધ વિશેષ બલવાન છે, પરંતુ તેના કરતાં પણ વિશેષ વિશેષ બલવાન અને સૂક્ષ્મ એવી એક ધર્મની સમાનતાઓ છે”
હમણુનું હિંદ જે સ્થિતિમાંથી પસાર થાય છે તે સ્થિતિ બારીકીથી તપાસતાં ઘણી સુખકર અને આવકારદાયક ભાસે છે. જુઓ ! મોલેમ નાઓ હિંદુ ભાઈઓ સાથે
એક એકના હાથ જોડી સંયુક્ત રીતે વધવાને પ્રેમ પૂર્વક પિકાર કરે છે. આના પ્રમાણમાં મેસ્લમ લીગની મુંબઈની બેઠકના ભાન્યવર પ્રમુખ મઝરલ હકે જે ઉત્તેજક, જેસદાર અને તનમના ઉપજાવે તેવું ભાષણ આપ્યું હતું તેમાં નીચેના ભાવાર્થ ઉદ્દગાર ખાસ ધ્યાન ખેંચે છે –
“આ ભૂલી જવાનું નથી કે શું પારસી કે હિંદુ, શું મુસલમાન કે જૈન સર્વે સાથે મળીને કાર્ય કરવાનું છે, અને ત્યારે જ એકત્રતા થશે. જ્યારે તેવી એકત્રતા થશે ત્યારે જ સાચી અને કાયમની પ્રજાકિય ઉન્નતિ કરી શકીશું. આથી કમી અલગપણનો વિચાર કાઢી નાંખવે આવશ્યક છે. આવા કોમી સવાલોને વચ્ચે લાવવાથી એકત્રપણાના વિચાર કરવા નષ્ટ પામે છે, અને તેથી અન્ય કુવિચારોના અંકુર ફુટવા પામે છે. આ બધા કોમી અભિમાનને તિલાંજલિ સર્વેએ હાથમાં હાથ મેળવવાની જરૂર છે.
“આપણે ધર્મ ભ્રાતૃભાવ ફેલાવવાની આજ્ઞા કરે છે અને તે હાલની યુરોપીઅન બરાદરી કરતાં ઉંચ અને વિશાળ છે. આપણા લાંબા ઇતિહાસનું તાત્પર્ય માત્ર બે શબ્દોમાં સમાવી શકીએ તેમ છીએ. તે શબ્દો “હિંદી મુસલમાન ” એ છે. એ બે સૂત્રરૂપ શબ્દ આપણો ધર્મ, આપણું જાતિયત્વ અને ઇતિહાસ દર્શાવે છે. અને તેમાંથી ઉત્પન્ન થતી આપણુ ફરજે અને જોખમદારીઓ આપણી સમક્ષ ધ્યાનમાં રાખીશું તે આપણે અવળે માર્ગે નહિ જઈએ.
ખુદાની દરબારમાં શીખે, મરાઠાઓ, હિંદુઓ, અથવા એસલામીઓ-બધા માટે ત્યારે એકજ સરખા કાયદા છે એમ પણે જ્યારે માનીએ છીએ તે પછી શા માટે મતભેદ અને ભિન્ન વિચાર કરી અત્રે નાહકને કલેશ ઉભો કરે? તેને બદલે શા માટે કામકામ અને અન્ય વિશ્વાસ મેળવી મિત્રભાવથી પિતાને નિવેડે ન લાવી શકે? આથી જ પહેલી ફરજ તે સ્વવિશ્વાસની લાગણી છે.
-ગુજરાતી. આમાં અંતર્ગત વાક્ય એવાં મજાનાં મુક્યાં છે કે જે દરેક માનવી, પછી તે હિંદુ જેન, શીખ કે પારસી હોય, તેને પ્રજાકીય અને જાતીય ઉન્નતિ માટે શીખ્યા વગર છુટકા નથી,