SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધમને અન્ય ધર્મોમાં ઉલ્લેખ, २२७ તમે મોક્ષમાર્ગ જઈ ઝાલો, નથી પ્રભુ વિના ઠામ ઠાલો; સત સમજીને સર્વે પાળો .. ... ... ..સમજી લો-૬ તમે રાતે કરે ના વાળુ, આપ ઓછું ને કરો કાળું જૂઠું બોલી કાઢે દેવાળું. . •• ••• ..સમજી લે-૭ એ પ્રપંચ સર્વે દૂર કરી, રહો સતગુરૂ શરણે શીશ ધરી; સુરજરામ નામે નિરખો હરિ .. . . .સમજી લો-૮ પ:આ પદમાં સેવડા શબ્દ વાપર્યો છે તેનો અર્થ શ્વેતાંબર-ટપટા–થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે શ્વેતાંબરાસ્નાયનું પ્રબલ હોવાથી અને શ્વેતાંબર માટે ભક્તિની ભાષામાં સેવડા શબ્દને પ્રચાર હોવાથી આ પદમાં સેવડા શબ્દ વપરાય છે, પાકમણું એટલે પડકમણું અર્થાત પ્રતિક્રમણ. ઉપરના પદમાં તે સમયની વણિક દક્ષતા અને વણિક ચાતુર્યને ટકોરા મારવામાં આવ્યા છે તે સમયમાં એક તરફથી પ્રતિક્રમણ કરતા અને બીજી તરફથી ઓછું તોળતા તથા દીવાળું કાઢતા એટલે કે કહેણી અને રહેણીમાં પરસ્પર વિરોધાત્મકતાવાળા ઘણું જેનો મજકુર ભકતરાજના જોવામાં આવેલ હશે તે પરથી તેમણે આ પદની યોજના કરી જણાય છે, જેનાના પાંત્રીસ માર્ગનુસારીના ગુણમાં ન્યાયપાર્જિત ધનવાળો ગુણ પ્રથમ હોવો જ જોઇએ. હાલમાં પણ જેન નામ ધરાવનારા કેટલાક જૈન શેઠીઆઓમાં ન્યાયપાર્જિત ધનની ખામી જોવામાં આવે છે. શ્રી શંકર દિગ્વિજય –આ સંસ્કૃત ગ્રંથ શ્રી માધવાચાર્યજીએ શાલિવાહનના તેરમા અતકમાં રચેલ છે. શ્રી માધવાચાર્યનું રન માટે ઉલ્લેખ કરતાં આ ગ્રંથના ૧૫ મા સર્ગમાં ૧૪૨ મા લકથી ૧૫૬ શ્લોક સુધીમાં નીચે પ્રમાણે લખે છે. प्रतिपद्यतु बाहिकान्महर्षे विनयिभ्यः प्रविण्वति स्वभाष्यम् ।। अवदन्नसहिष्णवः प्रवीणाः समये केचिदथाहताभिधाने ॥ १४२ ॥ (માળવાથી ) વિહાર કરીને શ્રી શંકરાચાર્યજી બાહ્યીક દેશમાં પધાર્યા અને પિતાના શિષ્યોને ભાષ્યનું વ્યાખ્યાન સંભળાવતા હતા, આ વખતમાં કેટલાક આહત-જૈન મતાવલંબીઓ આવ્યા અને અસહનતાથી તેમણે શ્રી શંકરાચાર્યજીને કહ્યું કે ननुजीवमजीवमात्रवं च श्रितवत्संवरनिर्जरौ च बंधः ॥ अपि मोक्ष मुपैषि सप्त संख्यानपदार्थान्कथमेव सप्तभंग्या ॥ १४३ ॥ સમભંગી ન્યાયની પદ્ધતિ પ્રમાણે જીવ, અજીવ, આમ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ સાત પદાર્થોને કેમ માનતા નથી. कथाहत जीवमस्तिकायं स्फुटमेवंविध इत्युवाच मौनी ॥ अवदत्सच देहतुल्यमानो दृढ कर्माष्टकवेष्टितश्चविद्वान् ॥ १४४ ॥ મુખ્ય જેનને શ્રી શંકરાચાર્યજીએ પૂછયું કે હું જેલમતાવલંબી તું તારા મતમાં જે પ્રકારે જીવનું સ્વરૂપ કહેલ છે તેનું સ્પષ્ટ વર્ણન કર. ત્યારે જૈન બોલ્યો કે હે વિદાન જેવડ દેહ છે તેવાજ છવ છે અને તે જીવ આઠ પ્રકારનાં દૃઢ કર્મોથી વીંટાએલ છે.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy