________________
૪૧૪
શ્રી જેન વે. ક હેરંs.
"Steps are being taken to place the institution on a permanent basis by the creation of a trust, I fervently hope that my correligionists will all cordially cooperate to make it completely serviceable to the Jaina students of this Presidency and even of mote distant parts and thus to fulfil the earnest hopes of my lamented father.”
અર્થ–સ્ટડીડ કરીને આ વિદ્યાલયને સ્થાયી પાયાપર મૂકવા માટેનાં પગલા લે વાનું ચાલુ છે. હું તીવ્રતાથી આશા રાખું છું કે મારા સર્વ સ્વધામીઓ આ ઇલાકાના તેમજ ઘણું દૂરના સ્થળેના પણ જૈન વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આ વિદ્યાલય ઉપયોગી થાય તેમ કરવાને અને આ રીતે મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના હદયના મનોરથ પૂર્ણ પાડવા ઘણા આનંદપૂર્વક સંયુક્ત પ્રયત્ન કરશે.
૧૯૧૦ ને રિપોર્ટની અંદર સેક્રેટરી જણાવે છે કે
“The hostel is still not put on a firm basis by the exe. cution of a trust-deed of its funds and property but Mr. Manilal is intending to do it as soon as possible."
અર્થ-આ આશ્રમ હજુ સુધી તેના ફંડ અને મિલ્કતનું ટ્રસ્ટડીડ કરી દ્રઢ પાયાપર મૂકાયું નથી. પરંતુ શેઠ મણિભાઈ ટ્રસ્ટડીડ જેમ બને તેમ વહેલું કરવા ઇરાદો રાખે છે.
શેઠ મણિભાઇના ઉપલા શબ્દોને તેમજ ઉપલા રિપોર્ટના શબ્દો બહાર પડયાને પાંચ વર્ષ થઈ ગયા છે તે છતાં હજી ટ્રસ્ટડીડ કરવામાં આવ્યું નથી. શા કારણથી ટ્રસ્ટ ડીડ કરવામાં આવ્યું નથી તેથી જૈન કેમ અજ્ઞાત છે. કેટલાકનું કહેવું એમ છે કે ટ્રસ્ટ કિડ કરવાનું કામ શેઠ મણિભાઈએ રા. રા- મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ સોલીસીટરને
પેલું હતું અને તે સોલીસીટરે તેને ખરડો તૈયાર કરી શેઠ મણિભાઈને મોકલ્યો પણહતો. આ ખરડામાં ફેરફાર કરવાની જરૂર જણાતી હોય અથવા નવો ખરડો તેજ અગર બીજા સોલીસીટર મારફત કરાવવાની જરૂર હોય તો તે મુંબઇ શહેરમાં ટુંક મુદતમાં બની શકે તેમ છે તે છતાં પણ આટલાં વર્ષ થયાં, આ બાબતમાં ૫૩ ટ્રસ્ટડીડ કરવામાં નથી આવ્યું તે આવી એક નમુનેદાર સંસ્થાના હિતને લાભકારી ન ગણાય એમ જૈન કેમને સમજુ વર્ગ માને છે. કેટલાક અણસમજુ લોક એમ માને છે કે ટ્રસ્ટડીડ કરવાથી ટ્રસ્ટ કરનારની સર્વ સત્તા જતી રહે છે. પરંતુ ટ્રસ્ટ કરનાર પિત ટ્રસ્ટી થઈ શકે છે તેમજ પિતાના કુટુંબમાંથી અથવા જેઓ પર પિતાને પાક ભરેશ હેય તેવા ગૃહસ્થોમાંથી ટ્રસ્ટીઓ નીમવા એવું બંધારણ ટ્રસ્ટડીડમાં કરી શકે છે. તે જોતાં ઉપલી માન્યતા ભૂલ ભરેલી છે અને અમે માનીએ છીએ કે શેઠ મણિભાઈ પોતાના ટ્રસ્ટડીડ સંબંધીના ઉચારેલા ઉદ્દગારો જોતાં આવી માન્યતાને કઈ પણ મચક આપે તેમ નથી. ખર્ચ
૧૮૧૦ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શેઠ મણિભાઈ માસિક રૂ. ૧૨૫) સંસ્થાના ખર્ચ માટે આપે છે અને જ્યાં સુધી ટ્રસ્ટડીડ પાર્ક થઈ રજીસ્ટર થાય ત્યાં સુધી આપવા જણાવ્યું છે. ૧૯૧૩ ના રિપોર્ટ પરથી માલૂમ પડે છે કે શેઠ મણિભાઈ