________________
શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્યાર્થી આશ્રમ.
૪૧૩
સને ૧૮૧૪ માં સર વસનજી ત્રીકમજી તરફથી બી. એમાં જૈન સાહિત્ય લેનાર વિદ્યાથીને માસિક રૂ. ૧૨] એક વર્ષ માટે.
સને ૧૯૧૫ માં ડોકટર મણિલાલ લલુભાઈ તરફથી અમુક વિદ્યાર્થીને રૂ. ૫) ની સ્કોલરશિપ.
આ સિવાય સને ૧૮૧૪માં ૧૨૫ રૂપીઆ શેઠ મણિભાઈ ગોકળભાઈની દુકાનમાંથી ધાર્મિક પરીક્ષામાં પાસ થનારાને પાંચ માસ સુધી આપવાઅર્થે આપ્યા છે. શેઠ હેમચંદ અમરચંદ બેરે.
આ સંસ્થાની અંદર મહું શેઠ હેમચંદ અમરચંદ તરફથી સન ૧૯૧૦ ના જુલા 9 માસથી માંગરોળના ૩ વિદ્યાથીઓને રાખવામાં આવ્યા છે, જેમને ખાધા ખેરાકી વગેરેનો ખર્ચ તેમના તરફથી આપવામાં આવે છે. હોસ્ટેલની વ્યવસ્થા.
આ હોસ્ટેલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે શેઠ મણિલાલ ગોકળભાઈએ સને ૧૯૧૦ ના એપ્રીલ માસમાં ૧૮ સભાસદોની વ્યવસ્થાપક સભા નમેલી હતી તે સભાસદોના નામ ૧૮૧૦ ને છપાએલા રિપોર્ટના પરિશિષ્ટ એફમાં આપવામાં આવેલાં છે. તેના સ્થાયી પ્રમુખ તરીકે શેઠ મણિલાલ ગોકુળભાઈ અને ઓનરરી સેક્રેટરી તરીકે શેઠ મોહનલાલ હેમચંદને નીમવામાં આવ્યા હતા. આ વખતે સુપ્રીન્ટેન્ડેન્ટ મી. ઉમેદચંદ દોલતચંદ બરેડીઆ બી. એ. હતા. સભાસદેનાં નામ નીચે પ્રમાણે છે.
* શેઠ મણિલાલ ગોકળભાઈ, શેઠ કલાચંદ દેવચંદ, સંધવી લહેરચંદ સ્વરૂપચંદ, ઝવેરી કલ્યાણચંદ સૌભાગ્યચંદ. શેઠ કીકાભાઈ પ્રેમચંદ, ઝવેરી જીવણલાલજી પન્નાલાલજી, ઝવેરી જીવણચંદ ધરમચંદ, ઝવેરી ગુલાબચંદ દેવચંદ, શેઠ ભેગીલાલ તારાચંદ, શેઠ મણિલાલ અરીસીંગ, મી. મોતીચંદ ગિ. કાપડીઆ, મી. ગુલાબચંદજી હા, મી. મકનજી જુઠાભાઈ મહેતા, રાવ સા. હિરાચંદ નેમચંદ, મી. લખમશી હીરજી, શેઠ હેમચંદ અમરચંદ, શેઠ મોહનલાલ પુંજાભાઈ, મી. મોહનલાલ હેમચંદ, મી. ઉમેદચંદ દેલતચંદ બરોડીયા, મેનેજીંગ કમીટીના નિયમો ઉકત રિપોર્ટના પરિશિષ્ટ છમાં આપવામાં આવ્યા છે, કે જે ઉપરથી માલુમ પડે છે કે હોસ્ટેલને લગતી બધી ગોઠવણું મેનેજીંગ કમીટીના હાથમાં સોંપવામાં આવી હતી. ઉક્ત મેનેજીંગ કમીટીએ મેનેજીંગ કમીટીના નિયમો તથા વિદ્યાથીઓને પાળવાના નિયમો ઘડી કાઢ્યા હતા. આ કમીટી કયારે બંધ થઈ અને શા કાર ણથી બંધ થઈ તે રિપોર્ટ પરથી જણાતું નથી.
મેનેજીંગ કમીટીના બંધ થયા પછી સઘળી વ્યવસ્થા શેઠ મણિભાઇ ગોકુળભાઈ પોતે સુપ્રીન્ટેન્ડેન્ટ મારફત કરે છે. હાલ તુરત આ હોસ્ટેલ માટે કોઈ પણ જાતની મેનેજીંગ કમીટી અથવા સલાહકારક બોર્ડ અથવા વિઝિટર્સ બોર્ડ યા સેક્રેટરી હોય એમ લાગતું નથી. ટ્રસ્ટડીડ,
તા. ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૧૦ ના દિને સંસ્થા ગવર્નર સાહેબના હાથથી ખેલવામાં આવી ત્યારે શેઠ મણિભાઈએ પોતાના ભાણ દરમ્યાન જણાવ્યું હતું કે