________________
શેઠ ગોકળભાઈ મુળચંદ જૈન વિદ્યાથી આશ્રમ
૪૧૧
w
w
^
^^^^
એલ. એલ. બી માં, ૮ સીનીયર બી એ.માં ૧ જુનીયર બી. એ. માં ૧ ઈંટરમાં ૫ કોમર્સમાં અને ટાઈપમાં, ૫ મેડીકલ કોલેજમાં, ૩ પ્રીવિયસમાં, ૧ મેટ્રીક અને બાકીના મેટ્રીકની નીચેના
વર્ગમાં છે. આ ઉપરથી જણાશે કે જેનોમની વૃત્તિ ઉંચા અભ્યાસ તરફ પ્રતિવર્ષે વિશેષ ખેંચાતી જાય છે, અને આ સંસ્થામાં વિશેષ વિવાથીઓની સગવડ કરવામાં આવે, અથવા આવી બીજી સંસ્થાઓ મુંબઈ, પુના વગેરે સ્થળે ખોલવામાં આવે તો તેને લાભ લેનાર જૈન વિદ્યાથીએ બહાર પડશે.
સરકારી રિપોર્ટ પરથી માલમ પડે છે કે હિંદુસ્તાનમાં વસતી જૂદી જૂદી માની અંદર પારસી કોમ કેળવણીની બાબતમાં પ્રથમ પંકિત ધરાવે છે અને ત્યાર પછી જૈન કોમ આવે છે. પારસી કોમ સાથે સરખાવતાં જેનોનું પ્રમાણ પાંચ અને બે એવા વિભાગમાં છે. જેને કેળવણીની અંદર બીજી પંકિતએ આવે છે તેનું કારણ અમારા વિચાર પ્રમાણે નીચે મુજબ છે – (૧) જેન કામ વેપારી કેમ હોવાથી સ્વાભાવિક રીતે જેનોના પુરૂષવર્ગમાંથી મોટે
ભાગ લખી વાંચી જાણે છે. (૨) ધાર્મિક બાબતેપર આપણી કામનું વિશેષ લક્ષ હોવાથી જૈન સ્ત્રી તથા પુરૂષ
સામાન્ય રીતે ધર્મનું પ્રાથમિક જ્ઞાન લઈ શકે તેને માટે વાંચતાં લખતાં શીખેલા હેય છે અને આવું શિક્ષણ સ્ત્રી તથા પુરૂષોને મફત મળે તેને માટે ઘણેખરે સ્થળે પાઠશાળાઓ હોય છે.
જે કે જેમાં સામાન્ય પ્રાથમિક કેળવણનું પ્રમાણ સારું છે તે છતાં પણ ઉંચી કેળવણી તરફ જૈન કેમનું લક્ષ માત્ર છેલા દશથી પંદર વર્ષની અંદર જ ખેંચાણું હોય એમ લાગે છે અને તેથી કરીને જ દશથી પંદર વર્ષ પહેલાંના વખતમાં થયેલા ગ્રેજયુ. એટની સંખ્યા નામની જ છે, હાલ દર વર્ષ ગ્રેજયુએટોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ વિશેષ વધારાની જરૂર છે. તે માટે આવી અનેક સંસ્થાની જરૂરીઆત આપણને સ્વીકારવી પડશે. વિદ્યાથીઓની સગવડ
દરેક વિદ્યાર્થીને પલંગ, ખુરશી, ટેબલ તથા લૅપ વાપરવા માટે આપવામાં આવે છે અને તેને માટે તેમજ રહેવાની જગ્યા માટે કંઇ પણ લવાજમ લેવામાં આવતું નથી.
દરેક વિદ્યાર્થીને પિતાની સ્કૂલ તથા કોલેજ પુસ્તકોનું ખર્ચ તથા ખાવાપીવાનું ખર્ચ વગેરે પિતાની ગાંઠમાંથી આપવાનું હોય છે. પુસ્તકાલય તથા વાંચનાલય,
વિદ્યાથીની સગવડ ખાતર શેઠ મણિભાઈએ પુસ્તકાલય અને વાંચનાલય આ સં. સ્થાના મકાનમાં નીચેના વચલા દીવાનખાનામાં રાખેલાં છે લાયબ્રેરીમાં કુલ ૧૨૪૫ પુસ્તકો છે જેમાંને માટે ભાગ અગ્રેજીમાં છે, વાંચનાલયમાં નીચેનાં પત્રે આવે છે,