________________
શ્રી જૈન ભવે. કં. હેરલ્ડ.
www
શ્રી વાસુપજયજિનગાથા.
સુરત ગોપીપુરાની મોટી પિલમાં સુરતના સાતે વિશાઓશવાળ શ્રાવક શેઠ રતનચંદે શ્રી વાસુપૂજ્યસ્વામીનું મંદિર સં. ૧૮૫૦ ના અરસામાં બનાવ્યું. નક્કી સાલ સંવત જાણી શકાયાં નથી. પરંતુ એ મંદિર માટે આણેલી, તથા ભરાવરાવેલી પ્રતિમાઓની અંજનશલાકા સં. ૧૮૪૩ માં કરાવવામાં આવી, તે પરથી સં૦ ૧૮૫૦ ના અરસામાં બન્યાનું અનુમાન થયું. પ્રતિષ્ઠા શ્રી લક્ષ્મીસાગરસૂરિધારા થઈ હતી. મંદિર બાંધનાર શેઠ રતનચંદ તથા તેમના ભાઈ પ્રેમચંદે પાલીતાણ શત્રુંજય ઉપર પણ બે મંદિર બનાવ્યા છે, જે અત્યારે મોજુદ છે તથા “શેઠ રતનચંદ–પ્રેમચંદના દહેરો” એ નામે ઓળખાય છે. મંદિર બનાવનાર મહાનુભાવને વૈરાગ્ય થવાથી કેટલેક સમયે સંસારત્યાગનો સમય પ્રાપ્ત થયો. ત્યારપછી તેઓ પોતે જ ગોરજી-અવસ્થામાં પિતાથી બન્યું ત્યાં સુધી સદરહુ મંદિરને તમામ વહિવટ કરતા અને પિતા પાછળ વહિવટ ચલાવવા મૃત્યુપત્રધારા પિતાના વિશ્વાસુઓ બનાવી કાળ પામ્યા.
એમ કહેવાય છે કે આ ગાથાઓ, એક સમયે પિતાને ઉલ્લાસ થઈ આવવાથી પિતે બનાવી-રચી, પરંતુ અંતમાં હીરા, એવું નામ સૂચીત હેવાથી શંકા રહે છે. દીક્ષા લેનાર શેઠનું નામ તે રતનવિજય ગોર ઉ રામવિજય ગેર એવું હતું. મૃત્યુપત્રમાં પણ રતનવિજય ઉર્ફે રામવિજય આપ્યું છે, જેથી ચોકકસ કોણે બનાવી તે નિર્ણય ન થવાથી એજ માત્ર શંકા.
સદરહુ ગાથાઓ કેટલીક મહેનત છતાં લેખિત પ્રાપ્ત થઈ શકી નથી. માત્ર બનાવવામાં આવી ત્યારથી તે આજ સૂધી-હજુ પણ મુખપરંપરાએ બેઓ વષે, પ્રભુના જન્મ અને પ્રતિષ્ઠાના દિવસે તથા અન્ય દિવસે એમ વરસમાં આઠ દશ દિવસોએ તે બેલવામાં આવે છે તે ઉપરથી અત્રે ઉતારી લીધી છે. ગાથાઓનું કશું નામ પણ આપવામાં આવેલું મળ્યું નથી. માત્ર “ગાથાઓ” ના નામે ઓળખાતી હોવાથી “શ્રીવાસુપૂજ્યચિનગાથા” એવું નામ મેં આપ્યું છે. જે પ્રમાણે મુખપરંપરાએ બોલવામાં આવે છે તે જ પ્રમાણે ઉતારી ભલવાલા જણાતા શબ્દો નીચે ચિન્હ કરી નોટમાં સુધાર્યા છે, છતાં પણ વાંચક પાસેથી એક આશા રાખવાને મને હકક છે, તે એજ કે રહેલી ભૂલો આજ માસિકધારા વાંચકો સુધારી મોકલવા કૃપા કરશે. એક બીજી પણ શંકા રહે છે પરંતુ તે સ્થાને છે કે અસ્થાને તેને નિર્ણય હું કરી શકતા નથી. તે શંકા એ છે કે ગાથાઓ લેખિત મળી શકતી ન હોવાથી કયાંતે બે ચાર ગાથા આમાંથી ખંડિત થઈ હોય યા તે એક બે વધી પણ હોય! વધારે સંભવ મને ખંડિત થયાનું જણાય છે.
ગાથારંભ *સુરભી ધુ વાસીd, વસ્ત્ર જુગ જિલં;
પ્રભુતણે મસ્તકે કીજીએ, વાસપુજય તણે અંગેજ કીજીએ. • ૧૦ માત્રાનું (૨+૧+૨) ૨૪૧૦=dજજલ ૧૦ ૧૦ ૧૫,