SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ દર્શન ૩૮છે. ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा ॥ बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति ॥ ભગવતી, મોટા જ્ઞાનીઓના ચિત્તને પણ બલપૂર્વક ખેંચી મેહિત કરે છે, આ વાક્ય રાવણાદિ જ્ઞાનીને લાગુ પડી શકે તેમ છે. માયાનામોહથી અટકવા માટે આત્મારામ, ચિત્તશુદ્ધિરૂપિ ચિત્રકુટમાં આવ્યા એ વાત આવી ગઈ છે. જે ચિત્તશુદ્ધિ થયા પછી મન છતાય અને મહાભિમાન-રાવણ-વગેરેનો અભાવ થાય તો કેવળ સાક્ષાત્કાર થાય, કે જે સાદરને મન વાણું વર્ણવી શકે નહિ. તૈતરીય પનિષમાં શ્રુતિ છે કે – “ચ વારે નિત્તે સાથ અનારદ !” અર્થજ્યાં વાણી પહોંચી શકતી નથી અને જે મન વડે અપ્રાપ્ય છે ઇ. એ સ્વરૂપને સાક્ષાત્કાર કરવા અંદરના શત્રુઓને હણવા જોઈએ. જ્યારે શત્રુઓ હણાય ત્યારે જ તે જાગતે પુરૂષ ગણી શકાય છે. કારણકે શ્રી તુલસીદાસજીએ અયોધ્યાકાંડમાં કહેલ છે કે " जानिय तबहिं जवजगा, जबसब विषय विलास विरागा" । જ્યારે સકલ વિષય ભેગથી જુદા થવાય ત્યારે જ તે આત્માને સંસારમાં જાગતા પુરૂષ તરીકે જાણવો. શ્રી ગીતાજીમાં પણ કહ્યું છે કેया निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ અર્થ –જે મોહરાત્રિમાં સર્વ ભૂતે સૂઈ રહે છે, તેમાં ઇન્દ્રિયને વશમાં રાખવાવાળા જાગે છે, અને જે શબ્દાદિ વિષયરૂપ રાત્રિમાં સર્વ પ્રાણી જાગે છે તે આ મતત્ત્વ દેખનારા મુનિની રાત્રિરૂપ છે. કપટ રહિત અર્થાત રામ સ્વરૂપ તે ભરત. મહાત્મા તુલસીદાસે ભરતને હસ કહેલ છે મરતા વિવંશ તરોગ, વાગ્નિ જીન્ન ગુણો વિમા. ઈ. અર્થ–સૂર્યવંશરૂપી તળાવમાં હંસપિ ભરતે જન્મીને ગુણદોષનું પૃથક્કરણ કર્યું. પ્રેમવરૂપ ભરતને જન્મ નહેત તે અચરને સચર અને સચરને અચર કાણુ કરત! મતલબકે પ્રેમથી જ સર્વ બને છે. શુદ્ધાચત્ત-ચિત્રકુટ-માં સાત્વિકવૃત્તિરૂપી કૌશલ્યાદિ ભા તથા પ્રેમસ્વરૂપ શમરૂપી ભરતાદિ ભાઈઓ આવીને પુરમાં પાછા ફરવા બહુ વિજ્ઞપ્તિ કરે છે, તથા તામસિવૃત્તિરૂપ કૈકેયી પણ શાન્ત થાય છે. તથા મહાભિમાનાદિ–રાવણદિને નાશ કર્યા સિવાય નિષ્કટક આત્માનંદ ભેગવી શકાતો નથી એવા ઉદ્દેશથી પાછા ફરતા નથી. ત્યાં દશરથના મૃત્યરૂપિ દશ ઇંદ્રિ વિરામ પામી ગયાના સમાચાર પણ મળે છે. અભાવ થએલ દશ ઈદ્રિરૂપિ દશરથ મહારાજની વિશેષ શાન્તિ માટે તે દિવસે નિરાહાર રહે છે. દશરથ સ્વર્ગે ગયા એટલે ઇન્દ્રિ તેમના દેશમાં વિલિન થઈ ગઈ; એ ભાવ છે.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy