SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન વે ક હેડ. અર્થ -શ્રી મહાદેવજી, શ્રી રામચંદ્રજીને કહે છે કે “હું આપનું નામ જપતે પાર્વ તીજી-શ્રદ્ધા–સહિત કાશી-પુર-માં રહું છઉં; અને મરણ પામતાં પ્રાણીને મુક્તિ માટે તમારા નામને હું ઉપદેશ કરૂં છઉં. અર્થાત આત્મસાક્ષાત્કાર કરાવું છઉં. આત્મ સાક્ષાત્કારના ઉપાયભૂત શ્રવણ, મનન અને નિદિધ્યાસન માટે રૂપક તરીકે કામ શીખડમાં કહેલ છે કે– पेयपेयं श्रवणपुटवे रामनामाभिरामं । । ध्येयं ध्येयं मनसिसततं तारकं ब्रह्मरूपं ॥ जल्पन् जल्पन् प्रकृतिविकृतौ प्राणिनां कर्णमूले । वीनां वीथ्यामहतिजटिलः कापि काशीनिवासी ॥ અર્થ:–કોઈ કાશી નિવાસી જટાધારી, પ્રાણીઓના કાનમાં ગલીએ એમ કહેતા ફરે છે કે સુંદર રામનામ વારંવાર સંભાળવું જોઈએ, મનમાં વારમવાર એનું ધ્યાન કરવું જોઈએ; એ તારક મંત્ર સમાન છે અને સાક્ષાત્ બ્રહ્મરૂપ છે. આત્મારામની, જ્ઞાન પરિસીમારૂપ પરિક્રમા જેમણે કરી છે તે ગણેશ. એ આત્મજ્ઞાની –ગણેશ જ પ્રથમ પૂજ્ય છે. આત્મજ્ઞાનીઓ, પરમપૂજ્યમાં પરાકાષ્ઠારૂપ છે, માટે જ્ઞાની રૂપ ગણેશજ પ્રથમ પૂજ્ય છે એમ કહેલ છે. પરમપદ માટે મહેનત કરતી અંતર અને બાહ્યવૃત્તિઓ પૈકી, ગણેશ તે અંતતિ છે, અને કાર્તિકસ્વામી, વગેરે દેવે બાહ્યવૃત્તિરૂપ છે અતવૃત્તિ એ આત્મારામ-વિરાટુ જરા પણ દૂર નથી અને બાહ્યદષ્ટિએ સકલ વિશ્વને જોવાથી વિરુ જ્ઞાન થાય છે. ગણપતિએ અંતત્તિથી પૃથ્વી પ્રદક્ષિણ પિતાની સમીપમાં જ જોઈ, એનું કારણ અંતત્તિરૂપ શુદ્ધમનરૂપ નારદને એમને ઉપદેશ થયો હતો. બીજા દેવાદિ તે પરિક્રમા દૂર જઈને આખી પૃથ્વીની પરિક્રમા કરવાને દેડ્યા. ગણપતિનું વાહન મૂષકરૂપ ધીમી ગતિ છતાં પ્રથમ પદને, આત્મારામની જ્ઞાનથી પામ્યા. બાહ્યવૃત્તિ વાળા ઘણું વેગથી દોડયા પણ પ્રથમ ફતેહ મેળવી શક્યા નહિ. કહેવાને ભાવાર્થ એ છે કે આત્મારામને દૂર જઈને તેનું ઉપાસના કરવા કરતાં, આપે આત્મારામની ઉપાસના કરનાર પ્રથમ ફતેહ મેળવે છે. બાહ્યવૃતિરૂપી સગુણ ઉપાસનાને અંતીમ હેતુ તે અંતત્તિ કરાવવાનું જ છે; એ સર્વ અધિકારી પરવે છે, સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો વાચક, આત્મારામ છે માટે આત્મારામ સર્વોત્કટ છે, જેમિનિપુરાણમાં વ્યાસજીએ કહ્યું છે કે रामनाम परब्रह्म सर्वदेव प्रपुजितम् । महेश एव जानाति नान्यो जानाति वै मुने ॥ સર્વ દેવ પ્રપતિ રામનામ પરબ્રહ્મ છે, તે મહેશ જ જાણે છે અન્ય મુનિઓ જાણતા નથી. રામ, એ મૂળચૈતન્ય સ્વરૂપનું નામ છે, પણ નામ અને રૂપની કથા અકથ છે, શ્રી તુલસીદાસજી મહાત્મા કહે છે કે'नामरुपगति अकथ कहानी, समुज्ञत सुख दनपरति बखानी ॥ ॥
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy