________________
પરમત સહિષ્ણુતા યાને વિશાળ દષ્ટિ.
૨૭ " They are right when they affirm but they run into danger when they deny.
જ્યાં સુધી તેઓ પ્રતિપાદન કરે છે, ત્યાં સુધી તેઓ ખરા છે, પણું જ્યારે બીજાને નિષેધ કરવા માંડે છે ત્યારે તે આ જોખમમાં ઉતરે છે.” આ વિચાર જે દરેક ધર્મને અનુયાયી સ્વીકારે તે ધર્મ નદીને પ્રવાહ અત્યંત શાંત રીતે વહેવા માંડે, અને ધર્મને નામે જે કલેશ કંકાસ, ખૂનરેજી, વિગ્રહ થવા પામ્યા છે અને થાય છે, તે કદાપિ થાય નહિ.
બીજાઓના વિચારને સહન ન કરવા, અથવા બીજાના વિચારોમાં રહેલું સત્ય ન જોવું એ પરમત અસહિષ્ણુતા છે; અને ભૂતકાળમાં તેથી જે અનર્થે થયા છે, લોહી રેડાયાં છે, લાખો ને સંહાર થયો છે, તેનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણને પારાવાર ખેદ થાય છે. આ અસહિષ્ણુતા નાશ કરવાને ફક્ત એકજ માર્ગ છે; અને તે જ્ઞાન છે. જેમ જેમ આપણને શેષ જ્ઞાન થતું જાય છે, તેમ તેમ આપણને વિવિધતાની ખુબી સમજાય છે, અને એ જાના વિચારોમાં સત્ય કયાં રહેલું છે, તે તરફ આપણે દૃષ્ટિ ફેરવીએ છીએ. મનુષ્યની પ્રકૃતિ જુદી હેવાથી, અને મનુષ્ય ઉન્નતિકમના જૂદા જૂદા પગથી ઉપર ઉભેલા હોવાથી દરેક મનુષ્યને પિતાને સ્વતંત્ર અભિપ્રાય બાંધવાને પૂર્ણ અધિકાર છે. આ વિચાર લક્ષમાં રાખીને જ એક સુફીએ કહ્યું છે કે
The ways to Road are as many as there are breaths of the children of menમનુષ્યને જેટલા શ્વાસ છે, તેટલા પરમાત્મપદ પામવાના માર્ગ છે; અને શ્રીકૃષ્ણ પણ ભગવદ્ ગીતા - તેજ વિચારનું સમર્થન કરતાં કહ્યું છે કે
મનુષ્ય જે જે રસ્તે મને મળે છે, તે તે ઃ તે તેને મળું છું, કારણ સઘળા રસ્તા મારા છે.” મહાન અશોકના શિલાલેખમાં કહ્યું છે કે – * “ બીજા પર આક્ષેપ કરવો નહિ, તેમજ નિષ્કારણે તે પંથની અપ્રતિષ્ઠા કરવી નહિ, પણ તેથી ઉલટું જે જે કારણોને લીધે માન આપવું ઘટતું હોય તે તે કારણે સર બીજા પંથને માન આપવું. આ રીતે વર્તવાથી અને ધર્મને લાભ થાય છે, પિતાના ધર્મની ઉન્નતિ થાય છે અને બીજા ધર્મને ફાયદો થાય છે. હું મારા ધર્મની કીર્તિ વધારું છું એવું સમજીને, પિતાના ધર્મ ઉપરના અતિશય રાગને લીધે બીજા ધર્મની નિંદા કરીને જે પિતાના ધર્મને માન આપે છે, તે પિતાને આવા વર્તનથી પિતાનાજ ધર્મને ભારે હાનિ પહોંચાડે છે. ”
વળી મતાંતરેના સંબંધમાં બુદ્ધ ધર્મમાં પણ લખ્યું છે કે “જે મનુષ્ય તત્વજ્ઞાનની એક વિચાર શ્રેણને વળગી રહીને જણાવે છે કે આ ઉત્તમોત્તમ છે અને તેને સૌથી ધષ્ઠ ગણી તેનાથી ભિન્ન એવી દરેક વિચાર પદ્ધતિને હલકી ગણે છે, તે મનુષ્ય હજુ વાદ વિવાદની વૃત્તિ પર જય મેળવ્યો નથી.”
હવે આ વાદવિવાદની વૃત્તિપર તમારે ય મેળવવો હોય; બીજા ધર્મોમાં રહેલું સત્ય જાણવું હોય, આ રીતે તમારા સત્ય સંબંધી જ્ઞાનને વધારે વિશાળ બનાવવું હોય તે તે વિચાર શ્રેણીને તેના ભક્તો જેવા ભાવથી જુએ છે તેવા ભાવથી જોતાં શીખે. લિવસોજી વિના કોઈ પણ ધર્મ, અથવા વિચાર શ્રેણીને અભ્યાસ કરે છે તેનું અપમાન કરવા પ છે. પણ જો તમે ભાવથી જોશો - તેમાં કદાપિ નહિ અનુભવેલી સુંદરતા જોઈ