________________
આત્મઘાત-એક બહેન પ્રત્યે પત્ર.
૨૫૩
-
~~~-
-
શ્રાવક વ્રતને દેશવિરતિ ( અમુક અંશે ત્યાગ ) જણાવ્યું અને સર્વ વિરતિ સાધુના વ્રત તરીકે જણુવ્યું, અને મેક્ષ પામવા માટે સાધુવ્રત સામાન્ય અપેક્ષાએ આવશ્યક ગણ્યું, પરંતુ તેથી એમ ઠરતું નથી કે સાધુવ્રત લીધાધના–સાધુને વેષ ધર્યાવિના મોક્ષે જઈ જ ન શકાય. આ ત્યાગમાં આત્મજ્ઞાન તે હોવું જ જોઈએ, નહિતો ક્રિયા જડતા આવે છે. તેજ માટે સમ્યકત્વની શરૂઆત થા ગુણસ્થાનથી–દેશવિરતિ ગુણસ્થાનથી કહી છે. સમ્યકત્વ એટલે બોધિબીજ એટલે આત્મજ્ઞાન. બાકી જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી માતપિતા આદિ સ્વજનો પ્રેમ-સાંસારિક પ્રેમથી બંધાયેલા છે અને તે નિર્વહ અને નિભાવ જોઈએ. જે કેદડી-- પિતા પુત્ર માત પત્ની ને સંસાર, દિસે પ્રેમ વડે દીપ ઝગાર, તુટયો પ્રેમ ફીટી જાય છે સંસાર, પરબ્રહ્મ તણું યોજના અપાર.
' મણિલાલ નભુભાઇ, આ પ્રેમ સત્યમાં રહીને નિભાવી શકે તે સારૂં, નહિતો સત્યમાં જ રત થઈ તેને નિભાવવું વધારે બહેતર છે ત્યાં આત્માને શક્તિ–પરમાત્માની ઝાંખી સ્થાયી છે.
દેખી બૂરાઇને ના ડરું હું શી ફિકર છે પાપની ? ધોવા બૂરાઇને બધે, ગંગા વહે છે આપની જ્યાં જ્યાં નઝર મારી ઠરે.
કલાપી. બુરાઈની દરકાર નથી કારણ કે તે પણ કરી શકતી નથી; પાપ થતું નથી કારણ કે બુરાઈ વગર તે નિપજી શકતું નથી. બાકી લોકે ભલેને નિદે.
છે મારા બેંધે ગુન્હાઓ, નિંદને દફતરી,
પણ મસ્ત તુજ દરબારમાં આવ્યા વિના ગમતું નથી. આ દરબાર એજ સત્ય છે સત્યને નાક્ષાત્કારની ભૂમિ છે. બુરાઈ છોડી દેવી–તેને સવવ ત્યાગ કરવો એજ અભ્યર્થના છે. કારણકે તેજ આસક્તિ છે-તેજ સર્વ કર્મબંધનનું કારણ છે, તે અસત છે. સર્વ માલીઆઓ એજ બંદગી કરે છે કે –
મહેબત ગએર મેરી, છુડાદો યા રસુલું લીલ્લાહ, . મુઝે અપના યે દીવાના, બનાદ યા રસુલ લીલ્લાહ.
લગા તાકીયે ગુનાહુ કે, પડા દિનરાત સેતા , મૂઝે ઇસ ખ્વાબ ગફલતભેં, જગાદો યા રસુલું લીલ્લાહયહી હૈ આરજુ દિલફેં, તુમ નામકી તસબીર;
કરૂં કુછ કામ દુનિયામેં, કે જારી યા રસુલ લીલ્લાહ. આ બાબતમાં જરા ભેદ છે તે જણાવી દઉં છું. માતપિતા આદિ સ્વજનમાં ડૂબેલા માણસે તેઓમાં રહેલ આસક્તિ છોડવી એ એક જૂદી બાબત છે, અને માતપિતા આદિ સત્યની આડે આવતા હોય તે એક જૂદી બાબત છે.
હવે માતપિતા આદિ સ્વજનને ત્યાગ અને શરીરના અવયવોને ત્યાગ એ બન્નેને ભેદ છે. એક આપણે દેહથી અલગની વસ્તુઓ છે ત્યારે બીજા આપણા દેહની સાથેજ રહેલા છે કે જેને ત્યાગ કરે તે દેહને દુભવવા, કાપવા બરાબર છે, દેહના અવયવો