________________
૨૮૪
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
ભાષામાં પણ જૈનમુનિ મહાશાએ હજારે ગમે પુસ્તક લખેલાં છે. આને માટે સાક્ષર શ્રી હિમતલાલભાઈને એ અભિપ્રાય છે કે “ જૈન વિદ્વાનેમાંથી કોઈ કોઈએ ભાષા શાસ્ત્રનાં સ્વતંત્ર પુસ્તકે લખીને પણ ગુજરાતી ભાષાની સેવા કરી છે. આવા વિદ્વાનોમાં હેમાચાર્ય સૌથી પ્રથમ પદવી ભોગવે છે, “શબ્દાનુશાસન” નામનો કેશ “દેશનામ માળા” નામને દેશી શબ્દોને સંગ્રહ અને “ પ્રાકૃત વ્યાકરણ” એ ત્રણ ગ્રંથ ગુજરાતી ભાષાના અને ભ્યાસીને માટે અમૂલ્ય છે.”
રા. બ. હરગોવિંદદાસભાઈ એવું અનુમાન કરે છે કે “જે જૈન ગ્રંથમાં શૈારસેની ને માગધીનું ભરણું હોય, તે જૂની ગુજરાતી અથવા શુદ્ધ જૂની ગુજરાતી ન ગણાય. ” આ અનુમાન ઉપરથી તે એમ સમજાય છે કે ફારસી અને સંસ્કૃત શબ્દોને પ્રયોગ પણ જે ગ્રંથમાં હોય તે ગુજરાતી ભાષાના ગ્રંથો પણ જૂની ગુજરાતી, નવી ગુજરાતી કે શુદ્ધ ગુજરાતી ભાષાના ગ્રંથો તરીકે કહી શકાય નહિ. અત્રે જણાવવું જોઈએ કે પ્રેમાનંદના કાવ્યોમાં પણ ફારસી તથા સંસ્કૃત શબ્દનું ભરણું છે ઉપરાંત ગ્રામ્ય શબ્દો પણ કવચિત જોવામાં આવે છે. જુઓ પ્રેમાનંદમાં કાવ્યોમાં “આટોપવું” એ મરાઠી છે ઓખાહરણમાં “તૈયાર” શબ્દ છે, ભ્રમર પચીશીમાં “કમાન” શબ્દ છે, ઋષ્યશૃંગાખ્યાનમાં “માઝા શબદ છે, મામેરામાં ગુમાન” “નુર” વગેરે શબ્દો છે, નળાખ્યાનમાં “ચહેબચો” “ફાંકડી વગેરે શબ્દો છે, દાણલીલામાં “મિરાત” “લત” એ શબ્દો છે. ઉપરાંત ઓખાહરણ, માર્કડેયપુરાણ, વગેરેમાં “ફેજ” “માફ “બખતર ” “ક” “ખબડદાર ” “રમલ” “તાબે' વગેરે ફારસી ભાષાના શબ્દો છે. સંસ્કૃત શબ્દોનું ભરણું તે ઘણું જ છે. અપભ્રંશ શબ્દો પણ ઘણે ઠેકાણે જોવામાં આવે છે. નરસિંહ મહેતાની ભાષામાં પણ સંસ્કૃત અને ગ્રામ્ય શબ્દો જોવામાં આવે છે. તે જેમ જૈન મુનીઓ સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, વગેરે ભાષાના જાણું હોવાથી તેમણે દેશભાષામાં સંસ્કૃત, ભાગધી, વગેરે ભાષાના શબ્દો વાપરેલા છે તેમજ પ્રેમાનંદ, નરસિંહ મહેતા, વગેરેને સંસ્કૃત તથા ગ્રામ્યભાષા વગેરેનું જ્ઞાન હતું જેથી તેમણે દેશ ભાષામાં તેવા પ્રકારના શબ્દો વાપરેલા છે. પ્રેમાનંદ વગેરે આધુનિક છે અને જૈનમુનિઓએ તે ઘણાજ પ્રાચીનકાળથી પિતાની દેશ ભાષામાં ગ્રંથ લખી રાખ્યા છે. માટે જેનોની મૂળ ગુજરાતી ભાષા છે અને જ્યારથી હિંદમાં મુસલમાની સત્તા જામી ત્યાર પછી કેટલેક વર્ષે બ્રાહ્મણમાંથી સંસ્કૃત વિદ્યા ઘસાવા લાગી અને છેવટે એ લોકોને પણ જનની માતૃભાષા જે ગુજરાતી તે લખવા બોલવાનો પ્રસંગ આવ્યો, ઉપરાંત સૈરાષ્ટ્ર-ગુજરાત અને કાઠીઆવાડ માં વલ્લભાચાર્ય વગેરેનું આગમન થયું ત્યારે મઢવાણી વગેરે કે જેઓ જૈન હતા તેઓ વૈશ્નવાદિ થયા પણ ભાષા તે જેનેનીજ એટલે ગુજરાતીજ બેલાતી રહી. બ્રાહ્મણોમાંથી સંસ્કૃત વિધાને ઘણે અંશે નાશ થયો, બ્રાહ્મણ ભિક્ષાવૃતિ જેવું કરવા લાગ્યા, જૈનમાંથી થએલા વૈશ્નવાદી તેમના ઉદર ભરણનું સાધન થયું, વૈશ્નવાદિ મૂળ જૈન હોવાથી જૈનમાંથી ઉતરી આવેલી ગુજરાતી ભાષા બોલતા હતા તેથી તેમને રંજન કરવા સારૂ દેશ ભાષાના સાહિત્ય નિમિત્તે પ્રેમાનંદાદિ બ્રાહ્મણોએ પિતાને મૂળ સિદ્ધાંત બ્રાહ્મણોએ અપભ્રંશ ન બોલવું તે છોડી દઈને ગુજરાતી ભાષામાં જ ગ્રંથ લખવા માંડયા અને એ નિમિત્તે, જેને માંથી ઉતરી આવેલી અને આઠમી સદી પછી ગુજરાતી ભાષા તરીકે પ્રસિદ્ધ થયેલી ભાષામાં એક જાતને સારે વધારો થયો. ભંભાભાની સ્પર્ફોમાં પ્રેમાનંદે ગુજરાતી ભાષાની