________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૮૩
અનુકરણ કર્યું અને પિતાની અગડંબગડવાળી અને ઢંગધડા વગરની ભાષા છેડતા ગયા અને જેના અતિ પરિચયને લીધે સંસ્કારવાળી દેશ ભાષા બોલવા લાગ્યા. છેવટે આખા ગુજરાત અને કાઠિવાડમાં જૈનેની માતૃભાષા પ્રચલિત થઈ ગઈ. આવા સમયમાં ભાષાના સહાયક, રક્ષક અને પાલક જૈન જ હતા. ગુર્જર લોકો જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા અને તેમનું પ્રબળ થયું ત્યારથી જ ગુજરાત દેશ અને ગુજરાતી ભાષા એવું નામ પડયું છે. એ ગુર્જર લોકોએ પણ જૈન ધર્મ સ્વીકાર્યો હતો, અને તેથી જેની ભાષા એટલે મૂળ દેશ ભાલાજ બોલવા લાગ્યા હતા. સૌરાષ્ટ્રનો ઈતિહાસ તપાસતાં સ્પષ્ટ તેમાં લખેલું વંચાય છે કે “ સાતમી સદીમાં આ દેશમાં ગુર્જર લોકો આવી વરયા તે ઉપરથી આ દેસનું નામ ગુર્જરત્રા પડ્યું. ગુર્જરત્રા એટલે ગુર્જર લોકેએ સંરક્ષણ કરેલી ભૂમિ, જે ઉપરથી હાલનું ગુજરાત નામ થઈ પડયું છે.” “ જેમ જેમ ઉત્તર પૂર્વમાંથી નવાં રજપૂત વગેરેનાં ટોળાં આવી વસ્યાં તેમ તેમ ઉપરથી જે ભાગમાં તેઓ વસ્યાં તે ભાગનાં હાલાર, ઝાલાવાડ, ગેહલવાડ, બાબરીયાવાડ, કાઠીઆવાડ વગેરે અર્વાચીન નામ પાડયાં.” “દાક્તર ભાઈને એવો મત છે કે આ ગુર્જર લોકેમાંથી ઘણુઓને જૈન સાધુઓએ પિતાના ધર્મમાં લીધા. આ વખત ઘણી એક જાતના ક્ષત્રિયોને પણ જૈનધર્મમાં પ્રવેશ થયો જણાય છે.” આ પરથી રપટ સમજાય છે કે જુદી જુદી જાતિના ક્ષત્રિય વગેરે જેમ જેમ સૌરાષ્ટ્રમાં આવતા ગયા તેમ તેમ જૈનમાં ભળતા ગયા. ભળવાનું કારણ એક તે જૈન મુનિઓનો દેશભાષામાં સીધો અને સરળ ઉપદેશ, બીજું જૈન કોમ વ્યાપારી, ધનાઢય અને પોલિટિ. કલમેન તરીકે દેશમાં અગ્રેસર હતી. એક તેલનાં ટીપાંથી તે હીરા માણેકની લેવડદેવડ માટે એ લોકોને વ્યાપારીની દુકાને જવું પડતું. દુકાનદાર તે જૈન હતા એટલે એ લોકોને જૈન ભાષા, જૈનધર્મ, વગેરેની પાર્ટી અસર થઈ હતી તેથી જ એ લેકે જૈન ધર્મ સ્વીકારતા હતા અને જેનોની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા બોલતા હતા. જૈન સાધુઓને ઉપદેશ પણ દેશાભાણામાંજ હતો. આ પ્રમાણે ગુજરાતી ભાષા સાહિત્ય, કે જેના મૂળ ઉ. ત્પાદકો જૈનો જ છે તેની અપૂર્વ કૃદ્ધિ પણ જૈનએ જ કરી છે એટલું જ નહિ પણ એ ભાષા સાહિત્યના પ્રાચીન ગ્રંથો અવિચ્છિન્નપણે જેની પાસે મોજુદ છે એને માટે સાક્ષર શ્રી હિમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ. એલ. એલ. બી. લખે છે કે
જૂની ગુજરાતી માટે પદ્મનાભ, ભાલણ, ભીમ, અને નરહરિ એ ચાર સિવાય બીજા ઉપયેગી થઈ શકે તેવા કાજ હાથ લાગ્યા છે. જનેતર સાહિત્યમાં જ્યારે આવી સ્થિતિ છે ત્યારે જૈન સાહિત્યમાં તેવું નથી. તેમાં તો લગભગ ઇ.સ. એક હજારમાં લખેલાં પુસ્તક મળી આવે છે અને ત્યાર પછી પુસ્તકોની સાંકળ તુટી જતી નથી, પણ તે વખતથી તે આજ સુધી એક પછી એક પુસ્તક લખાતાંજ રહ્યા છે એવું આપણા જેવામાં આવે છે. XXXxx પણ તેના ધર્મ પુસ્તકે પહેલ વહેલાં લખાયાં ત્યારે તે વખતની બોલાતી ભાષામાં લખાએલાં હોવાથી ” આ ઉપરથી જૈન સાહિત્ય સંબંધ તથા તે સાહિત્ય વલ્લભીપુરમાં આજથી ૧૫૦૦ વર્ષ ઉપર તે વખતની બોલાતી દેશ ભાષા એટલે મૂળ ગુજરાતીઅપભ્રંશ-પ્રાકૃત-ભાષામાં લખાયેલાં છે એ સહજ રીતે સમજી શકાશે.
પ્રાકૃત-મૂલ પ્રાકૃતમાં જેમ ઉજન મુનિઓએ ગ્રંથો લખ્યા છે તેમજ જેમ જેમ ભાષામાં રૂપાંતર થતું ગયું તેમ તેમ તે રૂપાંતરવાળી ભાષામાં પણ જેનોએ ગ્રંથો લખ્યા છે. છે આમા સૈકાની લગભગ અ૫સંશનું નામ ગુજરાતી ભા'૫ડયું ત્યારથી ગુજરાતી