________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૮૫
પ્રશંસનીય સેવા બજાવી છે, પણ તેથી કાં “ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તા જૈની એ પાસેજ છે તથા ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો તાજ છે' એ અચલ સિદ્ધાંતને હાનિ નથી પણ પુષ્ટિ મળે છે.
આઠમી સદી પછી ગુજરાતનું રાજ્ય મડાયું અને તર સ્થળેથી લોકો આવીને વસ્થા, દેશભાષાનું વ્યાકરણ જૈન પંડિત હેમચન્દ્રે પ્રથમ લખ્યું, એના સબંધમાં સ્વર્ગીય કવિ નર્મદાશ’કર લાલશંકર લખે છે કે “ સંવત ૮૦૨ માં ગુજરાતનું રાજ્ય મડાયું તેવામાં તે પ્રદેશની લાકભાષા તે પ્રાકૃત વિશેષે પ્રાકૃત સનાતી હતી. પછી ઉત્તર હિંદુસ્તાન તથા કચ્છ ભણીથી ઘણાક લેાક આવી વસ્યા; અને રાજ્યની સરહદ વધવાથી: મેવાડ, માળવા, લાટ એ દેશના લેાક પણ સબંધી થયા. એ કારણેાથી ગુજરાતમાં ખેલાતી પ્રાકૃતમાં કેટલુંક મિશ્રણ થતું ચાલ્યું અને પછી પડત હેમચંદ્રે સશાધન કરી પોતાના સમયની ગુ જરાતીમાં ખેલાતી લોકભાષાને અપભ્રંશ એ નામ આપ્યું,-જેમ માગધી, શૌરસેની, પિશાચી તેમ અપભ્રંશ, અને તેનું વ્યાકરણ રચ્યું. ” આથી પણ સિદ્ધ થાય છે કે જૈન પ ંડિત હેમચંદ્રની પહેલાં બ્રાહ્મણુ ધર્મમાં કોઇ પણ ગુજરાતી ભાષાની સેવા બજાવનાર થયા નથી અર્થાત્ સાથી પહેલી ગુજરાતી ભાષાની સેવા બજાવનાર પણ જેનેાજ છે.
""
જૈનાની સખ્યા પ્રાચીન કાળમાં ઘણી હતી અને તે લેાકા જે ભાષા ખેાલતા હતા તેજ ભાષા ગુજરાતી ભાષા તરીકે સંવત્ ૧૩૫૬ પછી પ્રસિદ્ધ થઇ છે. આને માટે કવિ નર્મદાશ ́કર લખે છે કે “ સંવત ૧૩૫૬ પછી મુસલમાની હાકમીમાં ગુજરાતની તે ગુજરાતી એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. ” આવી વસ્તુ સ્થિતિ છતાં પાછળથી વધુભાચા વગેરેના આવવાથી જૈતાની વસતી ઘટી ગઇ, પણ ભાષા તા નેાની મૂળનીજ રહી ગઇ; ધર્મ બદલાયા પણ ભાષા ન બદલાઇ. આમ છતાં પણ રા. બ. હરગોવિંદદાસભાઇ લખે છે કે– અન્ય ધર્મીએ, જેમની સંખ્યા જેના કરતાં ઘણી મોટી છે, તેએ તેમને ગુજરાતી ગ્રંથો તરીકે માન્ય ન કરે. આ લખાણ ઉપરથી તેા એવે સિદ્ધાંત નીકળે છે કે ભલે પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય જૈનીએ પાસેજ હાય, ભલે ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો જૈનેાજ હોય, ભલે ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણ. જૈન સમર્થ વિદ્વાન હેમચંદ્રાચાર્યજીએ કરેલ. હાય, ભલે ગુજરાતી ભાષાને આદિ કવિ ઉદયવંત હાય, ભલે મૂળ ગુજરાતીના આદિ કવિ દેવહિઁગણિ ક્ષમા શ્રમણ નામક જૈન મહાત્મા હોય, ભલે પ્રાચીન કાળમાં જૈનેાનું સામ્રાજ્ય હોય, પણ હાલમાં તે જૈતાની વસતી બીજા ધર્મવાળા કરતાં થોડી હાવાથી, જૈનાની સત્ય વાતને ઘણી વસતીવાળા ધર્મો ગુજરાતી ગ્રંથા તરીકે માન્ય કરતા નથી. આવાં વચને એ વિચાર રહિત વચના જેવાંજ ગણી શકાય. ભલે અન્ય ધર્મવાળા ઘણા રહ્યા પણ તે નવીનજ. જીએ સ્વામીનારાયણના સ પ્રદાયને ચાલ્યા આજે સે વ થયાં છે કારણકે તે સંપ્રદાય સ્થાપક શ્રી અક્ષરાતીત પ્રકટ પુરૂષોત્તમ સહેજાનંદ સ્વામી વિક્રમ સંવત્ ૧૮૮૬ માં અક્ષરધામમાં પધાર્યાં; શ્રી વલ્લભાચાજીનેા જન્મ સંવત્ ૧૫૩૫ માં થયા હતા એટલે કે એ મહાત્માના પ્રાકટયને આજે ૪૩૫ વર્ષ થયાં છે અર્થાત્ વલ્લભી સપ્રદાય ૪૦૦ વર્ષ થયાં ચાલ્યા છે; પ્રણામી ૫થ ૨૦૦ વર્ષ થયાં ચાલ્યા છે; કબીર પંથ, નાનક પંથ, દાદુ પથ, ઉદાસી પંથ, ચૈતન્ય પથ, એ મુસલમાની ખાદશાહીના સમયમાં પ્રચલિત થએલા છે; રામાનુજ મત ૧૦૦૦ વર્ષ પહેલાં