________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય,
૨૭૭ પણ પ્રાચીન ગુજરાતી ભાષાનાં કાબે હાથ લાગવાથી હવે નવી ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંત અને જુની ગુજરાતી ભાષાના આદિ કવિ દેવગિણિ ક્ષમા શ્રમણને તથા કવિ પિતામહ તરીકે ભગવાન મહાવીરના શિષ્ય સુધમાં સ્વામીને ગણવામાં આવે, અને ગુજરાતી ભાષાના આદિ વૈયાકરણ તરીકે કલિકાલ સર્વિ, પવિતવર્ય શ્રીમાન હેમચંદ્રાચાર્યજીને ગણવામાં આવે તે એથી કેઈએ દિલગીર કે આશ્ચર્ય પામવા જેવું નથી. કુદરતના નિયમાનુસાર લાયક માણસને લાયક માન મળવું જ જોઈએ. કુદરતના આ નિયમ પ્રમાણે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઉદયવંતને અને આદિ વૈયાકરણ તરીકે શ્રીમાન હેમચંદ્રાચાર્યજીને ગણીને તેમને જ તે પદને ઇલકાબ આપવામાં આવે છે.
પ્રાકૃત ભાષાના આદિ વક્તા તે ભગવાન મહાવીર સ્વામી છે કે જેઓ ઈ. સ. પૂર્વે પર૭ વર્ષ ઉપર હૈયાત હતા. જેના કામમાં આજે તેમને ૨૪૪૦ ની સાલ તરીકે વીર સંવત કહેવાય છે.
રા. બા. હરગોવિંદદાસભાઈ લખે છે કે “જેનેએ સંપૂર્ણ આશ્રય લીધે ત્યારે ગુજરાત, કાઠિઆવાડમાં જંગલી લેકો વસતા હતા અને જૈનધર્મ સર્વત્ર પ્રસર્યો હતે એ મુખ્ય વાત ઇતિહાસ તપાસતાં ખરી ઠરતી નથી.” આ કથન છે કે સ્થૂલ દષ્ટિવાળાને કાંઈક અંશે સય જેવું જણાશે પણ જેઓએ ઇતિહાસના ગ્રંથોનું સૂક્ષ્મ અને નિષ્પક્ષપાત પણે અવલોકન કરેલું હશે તેમને તો એમજ ખાત્રી થશે કે જૂના વખતમાં ગુજરાત અને કાઠિઆવાડમાં જંગલી લોકો વસતા હતા તથા મારફડ, લૂંટફાટ અને અંધાધુંધીથી દેશ પૂર્ણ ભરેલો હતો. જેમ જેમ આ દેશમાં જૈન ધર્મ વૃદ્ધિ પામતો ગયો તેમ તેમ શુદ્ધ સંસ્કારથી દેશ સુધરતો થયો છે.
માત્ર થોડાંક વર્ષમાં જ વેદ ધર્મધ્વજ ફરકાવી આખા ભારતવર્ષમાં કાશ્મીરથી રામેશ્વર સુધી અને દ્વારિકાથી જગન્નાથ પુરી સુધી દિગ્વિજય કરનાર, સંસ્કૃત લેખનમાં પહેલો નંબર ધરાવનાર આદિ શંકરાચાર્યને આજે ૨૩૭૮ વર્ષ થયાં છે એમ શ્રી દ્વારિકાની શારદાપીઠના શંકરાચાર્ય શ્રીમન્માધવતીર્થ સ્વામીની પત્રિકામાં છાપેલ આદિ શંકરાચાર્યજીના સંવત ઉપરથી જણાય છે. શંકર દિગ્વિજય નામક ગ્રંથે પૈકી એક આનંદગિરિએ અને બીજો માધ્વાચાર્યે રચેલ છે તેમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે આદિશંકરાચાર્યજીની પહેલાં આખા ભરતખંડમાં જૈન અને બૈદ્ધમત સર્વત્ર દિવિજય કરી રહ્યા હતા.
આદિશંકરાચાર્યજીના પ્રયાસ વડે, બૈદ્ધધર્મ કે જે જૈનધર્મના એક ફાંટા રૂપ હતું એમ ઠેકટર હંટર સાહેબે સુધારીને છપાવેલા હિંદના ઇતિહાસમાં સ્પષ્ટ લખ્યું છે એ બૌદ્ધધર્મને હિંદમાંથી નાશ થયો પણ બૈદ્ધધર્મના પણ મૂલરૂપ જૈનધર્મ તો ચાલુ જ રહ્યા. જ્યારે શંકરાચાર્યજી તરફથી જૈનધર્મ ઉપર અતિહાડમારી અને જુલમ શરૂ થયો ત્યારે જેવી રીતે જરાસંઘની હાડમારીથી ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાનું શરણ લીધું હતું તેવી જ રીતે જૈનધર્મી વીતરાગ પુરૂષોએ પિતાના પ્રાચીનતમ તીર્થરૂપ સૌરાષ્ટ્રનું શરણ લીધું. જેનો જ્યારે સૌરાષ્ટ્રમાં રહેવા આવ્યા ત્યારે આ દેશમાં મૂલવતની તોફાની અવસ્થામાં રહેતા હતા. જૈનોના આગમનથી સૌરાષ્ટ્ર દિન પ્રતિદિન સુધરવા લાગ્યું હતું. આવી સ્થિતિ છતાં રા. બા. હરગોવિંદદાસભાઈ જણાવે છે કે “ગુજરાત અને કાઠિવાડ કોઈ કાળે પણ