________________
૨૭૬
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
વગર છૂટકોજ નથી; એટલે કે ગ્રંથોની સાલની પ્રામાણિકતા ઉપર આધાર રાખ્યા વિના ચાલતું જ નથી. જગત દિવસે દિવસે સુધરતું જાય છે. જેમ જેમ જગત સુધરે છે તેમ તેમ ભાષા સાહિત્ય પણ સુધરતું જાય છે. અને એજ સુધારાના કારણથી ગામડીઆ કરતાં નાગરિક જનની ભાષા પ્રઢ હોય છે. નવી ગુજરાતી અને જૂની ગુજરાતી એ ભેદ એક બીજાના સાહિત્યની અપેક્ષાએ નવીન લેખકને રહે છે પરંતુ સૂક્ષ્મ અને સત્ય વિચારવાનને તે બધી ગુજરાતીજ છે. કાલક્રમે ભાષામાં તફાવત તે થવાને જ. જલને સ્થાને સ્થલ અને સ્થલને સ્થાને જલ એવો કુદરતને નિયમ છે, અને એ નિયમાનુસાર ભાષામાં હર વખતે ફેરફાર થવાને જ. લગભગ છેલ્લાં એંશી વર્ષ માં શ્રી સહજાનંદ સ્વામીએ સ્થાપન કરેલા સ્વામીનારાયણ નામક પંથે ગુજરાત અને કાઠિઆવાડમાં વિશેષ ધસારો કર્યો છે. એ પંથના નેતાઓ કે જેઓ લગભગ આજથી પોણોસોથી પચાસ વર્ષ પૂર્વે હૈયાત હતા તેમણે રચેલ ગુજરાતી ભાષાના ગદ્યપદ્યમાં અક્ષરાતીત પ્રકટ પુરૂષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીનાં વચનામૃત, શુકસ્વામીની વાત, ગોપાલાનંદ સ્વામીની વાત ગુણાતીતાનંદ સ્વામીની વાતો,મોનાભક્તની વાત, અયોધ્યા, પ્રસાદજી આચાર્ય કૃત બાળલીલા, નિષ્કુલાનંદસ્વામી કૃત ભક્તિ ચિંતામણી પુરૂષોત્તમ પ્રકાશ, હૃદય પ્રકાશ, હરિ વિચરણ, વગેરે તથા મુક્તાનંદ સ્વામીકૃત ઉદ્ધવગીતા, મુકુન બાવની, ભજન વગેરે તથા પ્રેમાનંદ સ્વામીકૃત લીલા, સહસ્ત્રાવધાની બ્રહ્માનંદ સ્વામીકૃત કીર્તને, દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી વગેરેની કવિતાઓ, લખાએલ છે. એ તમામ ભાષા તદ્દન સાદી જણાશે અને તે સમકાલિન ભાષામાં પણ અક્ષરાતીતપ્રકટ પુરૂષોત્તમ શ્રી સહેજા નંદ સ્વામીનાં વચનામૃતમાં એ સૌથી વિશેષ ધ્રઢતા જણાય છે; તદપિ તેમને પણ શબ્દપ્રયોગ તે સાદી શૈલીમાંજ છે, છતાં પણ પ્રત્યક્ષ પ્રમાણથી એ તો સિદ્ધ કરી શકાય છે કે શ્રી સ્વામીનારાયણના પંથના પુસ્તકો અને સરસ્વતિચંદ્ર, ચંદ્રકાંત વગેરે ગ્રંથે એક સૈકામાં લખાએલા છે. ભાષાશૈલી જોતાં સ્વામીનારાયણના સંપ્રદાયના ગ્રંથોની સાદાઈમાં અને સરસ્વતિચંદ્રના લેખની પ્રૌઢતામાં આસમાન જમીન જેટલો તફાવત જણાય છે. આવી વસ્તુ સ્થિતિ હોઈ ગ્રંથની સાલે ઉપર આધાર રાખ્યા વિના ચાલતું નથી. તેની સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે, કે ભાષા એકદમ ફરી જતી નથી પણ કાલક્રમે દુનિયાના સુધારાની સાથે ભાષાને પણ સુધારે થાય છે. દુનિયાને પ્રવાહ ચાલુ રહે છે, અને દુનિઆ સુધરતી જાય છે, પણ દુનિઆ કાંઈ નવીન થતી નથી તેમજ ભાષાનું પણ સમજવું જોઈએ. સંવત ૧૫૦૦ સુધી જૂની ગુજરાતી હતી અને તે પછી નવીન ગુજરાતી થઈ એમ સમજવાનું નથી. ભાષા તો તેની તે છે પણ તેમાં કાલક્રમે ફેરફાર થઈને હાલના સ્વરૂપમાં મૂકાઈ છે. એમ સંવત્ ૧૫૦૦ સુધી જૂની ગુજરાતી બોલાતી હતી અને તે પછી તદન નવી જ ગુજરાતી થઈ છે, એ કોઈ પણ રીતે માનવા જેવું નથી. કિંતુ કાલક્રમે સ્વરૂપ કર્યું છે અને હજી પણ ફરશે.
ગુજરાતી ભાષાના જૂનામાં જૂના કવિ તરીકે ભક્તરાજ આત્મજ્ઞાની નરસિંહ મહેતાને ગણવામાં આવતા હતા અને તે માન્યતા કેટલાંક વર્ષો સુધી ચાલી હતી. હજી પણ કેટલાકમાં ચાલે છે, તેનું કારણ ફક્ત એટલું જ કે જૈન કોમે પિતાના પ્રાચીનતમ સાહિત્યને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ સવેળા ન કર્યો, પણ હવે જૈન કોમમાં કંઈક જાગૃતિ થવાથી જૈન સાહિત્યને કેટલોક ભાગ પ્રકાશમાં આવ્યું છે અને તેથી નરસિંહ મહેતાના કરતાં