SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જૈનીઓ પાસે જ છે. (લેખક–ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી-ટંકારા ) ગુજરાતી ભાષાની ઉત્પત્તિ તથા સાહિત્ય સંબંધી અનેક લેખ પ્રકાશમાં આવ્યા પછી સર્વાનુમતે એમ તે સિદ્ધ થઈ ચૂક્યું છે કે ગુજરાતી ભાષાના સાહિત્યને સૌથી મોટો અને પ્રાચીનતમ જો જેને પાસેજ છે. છેડા વખત પહેલાં અમોએ એવી પણ ચર્ચા કરી હતી કે પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જેની પાસે જ છે. અન્ય સંપ્રદાયવાળાઓ જુનામાં જુને કહાનડે પ્રબંધને લેખ રજુ કરી શકે છે પણ જેને પાસે તે આજની અઢી હજાર વર્ષ સુધીનું ગુજરાતી ભાષાનું મૂળ સાહિત્ય જેમની તેમ સ્થિતિમાં હૈયાતી ભોગવે છે એ પણ સિદ્ધ કરવા ઉપરાંત ઈ. સ. પૂર્વે ૫૦૦ થી તે આજ સુધીના સૈકાની ભાષાના વાનગી તરીકેનાં જુદા જુદા ફકરાઓ આપવામાં આવ્યા હતા. આ લેખ ગુજરાત શાળા પત્રના જુનથી ઓગષ્ટ સને ૧૯૧૩ સુધીના અંકોમાં છપાઈ પ્રસિદ્ધ થએલ છે. આ લેખ નીચે શાળાપત્રના વિદ્વદર્ય એડિટર રાવ બહાદુર કમલાશંકરભાઈએ પણ એવા પ્રકારનું સૂચન કર્યું હતું કે ભાષાની ચર્ચા કરવા માટે આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ લેખ પરથી વડોદરામાં પ્રસિદ્ધ થતા “સાહિત્ય” નામક માસિકમાં નવેમ્બર સને ૧૯૧૩ ના અંકમાં રાવ બહાદુર હરગોવિંદદાસ ઠારકાંદાસ કાંટાવાળાએ “જુની ગુજરાતી અને જૈન સાહિત્ય” નામક લેખ છપાવી પ્રસિદ્ધ કરેલ છે. એમાં તેઓ લખે છે કે “રા. રોકળદાસ નાનજીભાઈ ગાંધીએ પ્રાચીન ગુજરાતી અને જૈન નામક લેખ આપ્યા છે તેમાં સંવત ૧૩૧૫, ૧૩૩૭, ૧૩૬૧ માં લખેલ રાસા અને પ્રબંધ ચિંતામણુને ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમની ભાષામાં અપાએલ ઉદાહરણ પરથી જે ફેર દેખાય છે, તે વડે આપેલી સાલ વિષે શંકા રહે છે, છતાં માનીએ કે સાલો ખરી છે તે પછી ૧૧૦૦ અને ૧૨૦૦ એવાં બસો વર્ષ જૂની ગુજરાતી હૈયાત હતી તેના પુરાવા બાકી રહે છે. એ ભાષા સંવત ૧૫૦૦ ની આખર સુધી ટકી રહી નહોતી, એવું મારું માનવું છે.” એ તે સ્પષ્ટ છે કે ૧૩૧૫, ૧૩૨૭, ૧૩૬૧ એ સાલો લગભગ સમકાલીન જેવી છે જેથી તેમની ભાષા મલતીજ હોવી જોઈએ, પણ એ ત્રણમાંથી જે લેખક સાધારણ અને જે લેખક અતિ વિદ્વાન અને ઉત્તમ ભાષાને જાણ હોય તે બંનેના લખાણમાં એક સહેલું અને બીજું સ્વાભાવિક ઉચ્ચ શૈલીવાળું જ થવું જોઈએ, એટલે કે સમકાલિન છતાં પણ સાધારણ વિદ્વાન અને અસાધારણ વિદ્વાનની ભાષા શૈલી ભિન્ન દેખાયજહાલમાં પણ રા. સા. મહિપતરામ રૂપરામ નીલકંઠ કૃત અર્થશાસ્ત્ર, ઈ. ગ્લાંડને ઇતિહાસ, વગેરેની ભાષામાં તથા રા.રા. ગોવર્ધનરામભાઈ કૃત સરસ્વતિચંદ્ર અને ર. રા. નંદશંકરભાઈ કૃત કરણઘેલાની ભાષામાં તેઓ લગભગ સમકાલિન છતાં પણ વિદત્તાના ભેદથી તેમની ભાષામાં ભિન્નતા જણાય છે. આવી વસ્તુસ્થિતિ છતાં પણ અર્થશાસ્ત્ર, સરસ્વતિચંદ્ર અને કરણઘેલો તથા વનરાજ ચાવડાની ભાષા એક જ સદીની છે એમ માન્યા
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy