________________
૨૭૮
શ્રી. જૈન ક. ક. હેરલ્ડ.
જૈનમય થયાં નથી, અને જેનનું સામ્રાજ્ય પણ થયું નથી. રા. ગોકળદાસે વલ્લભાચાર્ય વગેરેના દાખલા આપી વૈષ્ણવો વગેરેનું જણાવ્યું છે તે તે મુકાબલે આધુનિક સમયની વાત છે, શૈશવ અને વૈશ્નવધર્મ તે ઘણું પ્રાચીન છે.” આ કથનમાં તો રા. બા. હરગેવિંદદાસભાઈનું વલણ ભાષાની પ્રાચીનતાથી ધર્મની પ્રાચીનતા તરફ સપક્ષ ખેંચાયું જણાય છે. સત્યવાતની સિદ્ધિ કરનારા તાણખેંચ રહિત અને અપક્ષપાતી હોવા જોઈએ. ભલે વલભાચાર્યને પુષ્ટિસંપ્રદાય તથા શ્રી સ્વામીનારાયણ મહારાજને ઉદ્ધવસંપ્રદાય નવીન મત્ત તરીકે રહ્યા પરંતુ તેમાં જે જે વ્યાપારી વર્ગ પ્રતીત થાય છે તે તેની અમુક પેઢીના વડવાઓ તે જૈન જ હતા અને જે સાધારણ વર્ગ પૈકી કોળી, કાઠી, ખોજા, લહાણું કણબી, વાઘરી, ઢેડ, ચમાર, મોચી વગેરે જાતે સ્વામીનારાયણ, વગેરે ધર્મ પાળે છે તે તે જાતે તે સૈકા પહેલાં સાહિત્ય ખેડનાર તરીકેની ગણનામાં જ નહતા અને હજી પણ ભાગ્યે જ છે. એ હલકાવગી જેવી જાતો તો “રામ” નું ભજન કરતી હતી કે જે રામ સાહિત્યક્ષેત્રમાં ખેડકરનાર વીતરાગ જૈનોને અને પરમતત્વ વેદાંતીઓને માનનીય છે “રામ” નામક પવિત્ર શબ્દમાં વિવાદ ન હતું પરંતુ વિવાદ તે સંપ્રદાયી વાડા બાંધવાવાળાએ ઉભા કરેલા છે. એમ વેદવિદ્ શ્રીમાન દયાનંદ સરસ્વતિનું પણ માનવું છે. એ વાડાવાળાઓ રામનું પરમકૃષ્ટ-પ્રેમથી ભજન કરતા નથી અને તેમની મહત્તા કાંઈક ઘટાડવાના હેતુથી મર્યાદા પુરૂષોત્તમ તે દશરથી રામ અને પૂર્ણ-પુરૂષોત્તમ તે વૃંદાવનવાસી કૃષ્ણ વગેરે ભેદ દાખવે છે એવું પુષ્ટિ પંથના પુસ્તકો વાંચવાથી નિપક્ષપાતી જનોને પ્રતીત થાય છે. વિના સમયે આ નાનો અને આ માટે એવું જે કહેવું તેજ તકરારનું મૂળ છે. જ્યાં અભેદતા છે ત્યાં તકરાર શી ! ! ! અને જ્યાં ભેદતા છે ત્યાં સંપની આશા શી ! ! !
આધુનિક સમયમાં બ્રાહ્મણ સિવાયની ઘણીખરી કેમ પૈકી જે જે વ્યાપારી વર્ગ સ્વામીનારાયણ, પુષ્ટિપથ, ખીજડાપંથ, વગેરે પાળે છે તે તે તપાસ કરતાં પ્રાચીનકાળમાં જેને હતા. દાખલા તરીકે બોટાદમાં દોશીવાણીઆ હાલમાં સ્વામીનારાયણના પંથમાં છે તે તથા સોરઠ વગેરે સ્થળે કેટલાક વાણીઆઓ જામનગર એટલે નૃતનપુરીમાંથી શ્રીમાન મહેરાત ઠાકરે તથા શ્રીમાન દેવચંદ્રજીએ અઢીસે વર્ષ પહેલાં ચલાવેલો ખીજડાપંથ એટલે નિજાનંદ સંપ્રદાય પાળે છે તેમના વડવાઓ જનધર્મ પાળતા હતા. હાલમાં વલ્લભી સંપ્રદાયમાં કેટલાક મોઢજ્ઞાતિના વાણીઆઓ ચુત વૈષ્ણવ તરીકે પ્રતીત થાય છે તેમનામાં પણ કેટલેક સ્થળે તપાસ કરતાં, તેમના વડવાઓ પણ પ્રાચીન કાળમાં જૈનધર્મ પાળતા હતા એમ નિર્ણય થાય છે. ગત વર્ષના શ્રી જૈન શ્વેતાંબર કોનરન્સ હેરલ્ડના પર્યુષણ અંકમાં એક ઐતિહાસિક પ્રશસ્તિ નામક લેખ છપાએલ છે તેની નોટમાં લખ્યું છે કે “હાલમાં મોઢ વાણીઆ ઘણે ભાગે વૈષ્ણવે જોવામાં આવે છે, પણ ૩૦૦, ૪૦૦ વર્ષ પહેલાં ઘણો ભાગ એ જાતિને જૈનજ હતો એમ પ્રાચીન લેખો પરથી માલુમ પડે છે. હજારો જન પ્રતિમાઓ ભરાવેલી આજે વિદ્યમાન છે. મોટા મોટા પ્રતિષ્ઠા મહોત્સવ તથા મહાન મંદિર બનાવ્યાના લેખો ઘણે ઠેકાણેથી મળી આવે છે. વળી કળિકાળ સર્વજ્ઞ બિરૂદધારક કુમારપાળરાજન પ્રતિબોધક શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પણ મોઢ જ્ઞાતિ કુલોત્પન્ન જ હતા.” તપગપ્રભાવક સોમસુંદર સુરિના સદુપદેશથી ખંભાત નિવાસી પર્વત નામને મોઢ વાણીઓ કે જે ચુસ્ત જૈનધર્મ પાળતો હતોતેણે પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીર પ્રભુ પ્રણીત