SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૨ શ્રી જૈન . કે. હરડ, મનસુખલાલ કિરનચંદ મહેતાને રોક્યા હતા, પરંતુ તે કાર્ય અપૂર્ણ રહ્યું હતું. છતાં સ્વ. હેમચંદ શેઠે તે પૂરેપૂરા ઉત્સાહથી આગળ ચલાવ્યું હતું. આમાં લગભ દશ હજાર રૂપીઆ ખર્ચ થયો હતો એમ સ્વ. હેમચંદભાઈનું કહેવું થતું હતું, પરંતુ તે કાર્ય જુદી જુદી વ્યક્તિની દષ્ટિ નીચે પસાર થાય તે જ પ્રકટ કરવું અને તેમાં અભિપ્રાય આરસપરસ વિરૂદ્ધ પડવાથી અત્યાર સુધી તે પ્રકટ થઈ શકેલ નથી એ ખેદ ૪નક છે આશા છે કે તે મના સુપુત્ર ભાઈ નગીનદાસ બે ચાર વિધાનની કમીટી કરી તેનો વિશેષ મત લઈ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કરશે અને સમાજને ઉપકૃત કરશે. આ ઉપરાંત સ્વ. હેમચંદે પિતાની દીર્ધદષ્ટિથી જૈન વિદ્યાર્થીઓમાં ધાર્મિક જ્ઞાનને ફેલાવો થાય તે માટે એક ઉત્તમ યોજના ઘડી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની એજ્યુ કેશન બોર્ડને રૂ. ૨૫૦૦ ની કુલ રકમ આપી હતી કે જેમાંથી દરવર્ષે પાંચસે રૂપ આ ઇનામ તરીકે આપવાના હતા. આમાં પિતાના ઉપકારી પૂજ્ય પિતાશ્રીનું નામ જોડવામાં આવ્યું હતું કે જે “અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરિફાઈની પરીક્ષા તરીકેની યેજના ઘણી ફતેહમંદ નીવડી હતી. વળી પિતાના તે પિતાના સ્મરણાર્થે પિતાના વતન માંગરોળ વાસી જૈન વિદ્યાર્થીઓ માટે એક નાદર રકમ જૂદી રાખી ગો. મૃ. જૈન હોસ્ટેલ સાથે બોર્ડીગ કાઢી છે. તદુપરાંત હમણા સ્થાપિત થયેલા મહાવીર જૈન વિદ્યાલયમાં દશ વર્ષ સુધી દરેક વર્ષે રૂ. ૧૦૦૧ આપી તે યોજનાના સ્થંભભૂત થયા હતા. ખેદ એ છે કે તે સંસ્થા ઉઘડતી જોવાનું તેમનાથી બની શક્યું નથી. આ પરથી જણાશે કે જૈન સમાજ કે જે અંધકારમાં પડેલી છે. તેની સમક્ષ જ્ઞાનદીપકધરવાનું અતિ ઉપયોગી છે એ સૂત્ર તેમના હૃદયમાં સદદિત રહ્યું હતું. પ્રાકૃત માર્ગો પદેશિકા તૈયાર કરાવવા તેમનું પણું લક્ષ્ય ગયું હતું. જૈનમાં જ્ઞાતિભેદ હતો કે નહિ વગેરે વિષય પર ઇનામી નિબંધે તૈયાર કરાવવા તેમને વિચાર હતો સમાજ સુધારક તરીકે પણ તેમણે ઉચ્ચ મનોબળ બતાવ્યું હતું. માંગરોળમાં કેટલાક જૂના વિચાર વાળાએ જૈન વિધિએ લગ્ન કરવા વિરૂદ્ધ જુબેશ ઉપાડી હતી, છતાં તેવાં લગ્ન કરવામાં કોઇપણ જાતને બાધ નથી પરંતુ લાભ છે એમ સમજી તેમણે પિતે તે વિધિથી જ લગ્ન કર્યા હતા. આથી ઉપસ્થિત થયેલા કલહ સામે તેમણે દઢતા અને હિંમત બતાવી હતી. પરદેશગમન પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ હતી, અને વિઘા હુન્નર અર્થે પરદેશ જનારને મદદ આપતા એટલું જ નહિ પરંતુ પિતાને પણ પરદેશ જઇ પિતાના કમીશન એજંટ, કાપડના વેપારી, તથા રૂના વેપારી તરીકે સારો અનુભવ મેળવવાને ૮૮ વિચાર હતે. ખેદ એ છે કે આયુએ યારી આપી નહિ અને મનના મારથ મનમાં રહ્યા ! જ તેમણે અંગ્રેજી સારી રીતે લખી વાંચી શકે તેટલી કેળવણ લઈ વેપારમાં તાલીમ મેળવી હતી, અને તલકચંદ જેઠાના નામથી ચાલતી કાપડની દુકાન, તથા શિવ હેમ અમર નામથી ચાલતી કમિશન એજંટની પેઢી ધમધોકાર તેમણે ચલાવેલ છે. વળી વેપાર થી અમુક ભાગ ધર્માદાનો રાખી તેમાંથી ગરીબ વિદ્યાર્થિઓને મદદ કરતા, ધીરતા અને તેથી તેમના અનેક આશીર્વાદ મેળવતા. સમાજ સેવક તરીકે જણાવવાનું કે તેઓ દરેક ઉપયોગી જૈન સંસ્થામાં પિતાની હાજરી આપતા એટલું જ નહિ પરંતુ તે અંગે થતાં ઉપયોગી ફંડમાં સારો ફાળો આપવામાં કદી પછાત પડતા નહિ. જૈન સમાજમાં કેમ વધુ ગ્રેજ્યુએટે, સંસ્કારી પુરૂષ અને પદવી ધરો થાય તે ઈરછી ભાવી તેઓ પ્રત્યે બહ પ્રમદ રાખતા.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy