SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પરિચય. ૫૪૩ ધર્મભાવના ઘણી તીવ્ર હતી, હમેશાં પૂજા કરવાનું ચૂકતા નહિ અને તે માટે પિતાના બંગલામાંજ ઘણું સુદર ઘર દેરાસર કરાવ્યું હતું; છ પર્વો પાળવા ઉપરાંત વ્રત્ત ઉપવાસ સેવતા, ઉત્તમ વિદ્વાન મુનિ મહારાજશ્રીના ઉપદેશ શ્રવણ કરવા સાથે તેમની આજ્ઞાનુસાર તન મન ધનથી સુકૃત કરતા, અને ધાર્મિક પુસ્તક વાંચી મનન કરતા. | સ્નેહીઓ પ્રત્યે ઉચ્ચભાવ અને લાગણી રાખતા; વિદ્વાનેને સમાગમ હમેશાં ઈચ્છતા; અને આનંદ ગમત તથા વિનોદ આપી તેઓ પાસેથી લેતા. આવા પુરૂષો ટુંક આયુષ્ય ભોગવી ચાલ્યા જાય એ સમાજને મોટી ખોટ તે કહેવાય; આ ખેટ પુરવા માટે જેને શ્રીમંતે તેમના પગલે ચાલી પોતાના તન મન ધનને સુવ્યય કરે તે ઘણું સારૂં. છેવટે અમે આ સ્વર્ગસ્થ મહાશયને આત્માનું પરલોકપ્રયાણ ઉત્તમ હે એજ ઇચ્છી વિરમીએ છીએ. ૮. શેઠ લલુભાઈ રાયચંદ. તેમને જન્મ સં. ૧૯૦૬ માં થયો હતો. તેની ૧૩ વર્ષની ઉમર થતાં તેમનાં પિતાશ્રી ૫૭ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા ત્યાર પછી મોટાભાઈની દેખરેખ તેમણે ઝવેરાતના ધં નું શિક્ષણ લેવા માંડયું. તેમાં સારી તાલીમ લઈ શેરદલાલીના ધંધામાં જોડાયા, અને પછી પોતે ધી અમદાવાદ ન્યુ સ્પિનિંગ એન્ડ મેન્યુફેકચરિંગ મિલ ઉભી કરી અને છપનીઆ દુષ્કાળના બારીક વખતે તેને ટકાવી રાખવા સતત મહેનત લીધી. સંવત ૧૯૫૮ માં વેપારજિક સ્પેનિગ મિલ રાખી સુસ્થિત કરવા પ્રયાસ કર્યો. પછી હરિપુર સ્પિનિંગ મિલા ખેલી. આવી રીતે ત્રણ મિલોના એજંટ તરીકે કામ કરી મૂડીમાં વધારો કર્યો, પરંતુ પાછળથી કમનશીબે તેમને બહુ નુકશાની ખમવા ઉપરાંત હેરાન થવું પડયું. પિતાની ઉન્નત અવસ્થામાં હદયમાં રહેલા દયા અને આદ્રતાના ગુણથી પિતાના ધનને સારી રીતે વ્યય કર્યો હતો. છપનના દુષ્કાળ પ્રસંગે ઘણા ગરીબોને અન્ન વગેરેનાં સાધને પૂરાં પાડવાં ઉપરાંત મહિપતરામ રૂપરામ અનાથાશ્રમને સારી રીતે મદદ કરતા હતા. નબળી સ્થિતિના જેનબંધુઓ માટે ખાવાપીવાની સગવડ તેઓ કામે લાગે ત્યાં સુધી કરવા જનહિતવર્ધક ગૃહ અમદાવાદમાં ખોલ્યું હતું અને દર વર્ષે દોઢ હજાર રૂ. ખર્ચ કરતા. રક્તપિત્ત જેવા રોગથી ઝરત તેમજ અપંગને આશ્રય આપવા માટે ઇન્કયુરેબલ પેપર્સ હાઉસ એ નામની સંસ્થા ખેલાવી હતી કે જે હાલ ચાલુ છે. જૈન વિદ્યાર્થિઓના લાભ માટે અને તેને જોઇતી સગવડ કરી આપવા માટે શ્રી બુદ્ધિસાગર આચાર્યના ઉપદેશથી જૈન શ્વેતાંબર બોર્ડિંગ ખેલ્યું હતું કે જે ઘણું સારું કાર્ય અત્યાર સુધી કરી રહેલ છે અને કરતું રહેશે આ કાર્યોમાં જૈન બેડિંગનું કાર્ય વધારે સ્થાયી, જીવંત, અને શોભાજનક છે કારણ કે અમદાવાદ જૈનપુરી ગણાય છે, ત્યાં જૈન શ્રેમત જબરા પડયા છે, છતાં તેમાંથી આ બેકિંગનું કાર્ય શેઠ લલ્લુભાઈના હસ્તથી થાય એ તેમને માટે મુબારક બાદીભર્યું અને સ્તુતિપાત્ર છે. મનુષ્ય પરમાર્થના કાર્ય માટે જ પ્રશંસાને પાત્ર ઠરે છે. શેઠ લલુભાઈ પર આફતનાં વાદળાં અનેક આવી ગયાં છતાં તેમણે જે સહનશીલના રાખી છે તે અનુકરણીય છે.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy