SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ શ્રી જૈન . કે. હેડ. - પ્રભાવક અરિતમાં એ પણ લખ્યું છે કે, કવિએ જ્યારે કથા રચીને તૈયાર કરી ત્યારે પિતાના ગુરૂ શ્રી મહેંદ્ર સૂરિને વિજ્ઞપ્તિ તરીકે આ કથાને કણ શોધશે? ગુરૂ મહારાજે વિચારીને જવાબ મળ્યો કે વાદિવેતાલ શાંતિસૂરી આ કથાને શુદ્ધ કરવા સમર્થ છે. શાતિસૂરિ તે વખતે પાટણ વિરાજમાન હતા તેથી કવિ ધારાથી પાટણ આવ્યો અને અનેક વિજ્ઞપ્તિ કરી સૂરીશ્વરને ધારા નગરીમાં લઈ ગયો. ત્યાં સૂરીશ્વરે તિલકમંજરીનું સંશોધન કર્યું. પ્રભાવક ચરિતકાર કહે છે કે, શાંતિસૂરિએ આ કથાનું સંશોધન ઉસૂત્ર પ્રપણાની અપેક્ષાથી કર્યું છે, અર્થાત કથામાં કોઈ જેન-શાસ્ત્ર વિરુદ્ધ વર્ણન ન આવી જાય તે દષ્ટિથી સંશોધન કરવામાં આવ્યું છે નહિ કે શબ્દ અને સાહિત્યની દષ્ટિએ, કારણ કે, તે વિષયમાં સિદ્ધસારસ્વતની કૃતિમાં દેવ હોય જ કયાંથી ! " अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् । રાત સાહિત્યોપાતુ સિદ્ધારજો મિ !” તિલકમંજરી ટીકાઓ વગેરે પાઠક, આવી રીતે તિલકમંજરીની રચના આદિને વિષયમાં કાંઈક જણાવી, હવે તેના ઉપર ટીકા-ટિપ્પણ થયેલા છે કે કેમ ? તે સંબંધમાં દષ્ટિપાત કરી, ધારવા કરતાં વધી ગએલા આ લેખને સમાપ્ત કરી રજા લઈશ ! ઘણા ખરા ભંડારે તથા જૂની નવી ટીપ જોઈ પરંતુ તિલકમંજરી ઉપર વિસ્તૃત વૃત્તિ કે સંક્ષિપ્ત અવચૂરિ ઇત્યાદિમાંથી કાંઈ પણ ઉપલબ્ધ થયું નથી. આશ્ચર્ય છે કે જ્યારે પરધર્મનાં કાવ્ય-ઉપર અનેક જૈન વિદ્વાનોએ વ્યાખ્યા, ટીકા ટિપ્પણુ આદિ બનાવી તે કાવ્યોના પઠન પાઠનના પ્રચારમાં વૃદ્ધિ કરી છે ત્યારે સ્વધર્મના એક સર્વોત્તમ કાવ્ય-રત્ન તરફ કેમ ઉપેક્ષા રહી છે તે સમજાતું નથી ! કાદંબરી જેવી વિજાતીય કૃતિઓ ઉપર ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર જેવા પ્રખર જૈન વિદ્વાનોની વિસ્તૃત વ્યાખ્યાઓ વિધમાન હોય અને તિલકમંજરી જેવી સંપૂર્ણ જૈન સાહિત્યમાં શેખરાયમાન એવી અદ્દભુત કૃતિ સંક્ષિપ્ત અવચૂરિથી પણ વંચિત રહે! જાતીય-સાહિત્ય તરફ તેમની એ બેદરકારી બહુજ ખેદ કરનારી છે. જે કાવ્યનાં વા ઉપર વિસ્તૃત વિવેચને જોઈએ તેના બદલે વિષમ પદ ઉપર પણ જોઈએ તેવો “વિવેક નથી ! એક નેંધ ઉપરથી જણાય છે કે મહોપાધ્યાય શ્રીમદ ધર્મસાગર ગણિના પ્રશિષ્ય પંડિત પદ્મસાગરગણિએ તિલકંમંજરીની વૃતિ બતાવેલી છે પરંતુ દુર્ભાગ્યવશ તેનું પણ - સુરતમાં ગોપીપુરામાં આવેલા શ્રી મોહનલાલજીના ભંડારમાં “કહા ક્રિાણા વઢી’ ને પુસ્તક છે. તેની અંતે તેની પ્રતના લેખકે પોતાની પ્રશસ્તિ લખી છે તેમાં પમસાગરની કરેલાં પુસ્તકોની નોંધ છે તેની અંદર તિલકમંજરીની વૃત્તિને પણ ઉલ્લેખ છે. પાઠકોની જાણ માટે તે પ્રશસ્તિ ટાંકવામાં આવે છે. महोपाध्यायश्री धर्मसागरगणि पंडित पर्षत्पुरुहूतप्रतिमपंडितश्री विमलसागरगणिपदपद्मोपासनप्रारप्रधानभ्रमरायमाण श्रीतिलकमंजरीवृत्ती १ प्रमाणप्रकाश २ नयप्रकाश ३ युक्तिप्रकाश ४ तर्कग्रन्थत्रयसूत्रवृत्ति । श्रीउत्तराध्ययनकथा ॥ शीलપ્રારા ધર્મક્ષા ૭ વરસારિત પ્રમુવઠંથસૂત્રના સૂત્રધાર રતીusસાળ..તન્ સુરાદ્ધ તાજાજિવિષયવાળ.... તુસાના शिष्यगणि रूपसागरेण लिपिकृतं । जयतारणनगरे गुरुवासरे सं. १७३७ वर्षे श्रावण शुदी १३ दिने शुभवासरे श्रीरस्तु ।”
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy