________________
તિલક-મંજરી.
૫૧૫
અસ્તિત્વ હેય તેમ જણાતું નથી. હજી સુધી કોઈ પણ પુસ્તક-ભંડારમાં તે જોવામાં કે સાંભળવામાં આવી નથી. તેની શોધ કરવાની આવશ્યકતા છે. સાહિત્યપ્રેમી વિદ્વાનોએ, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.
ઉપલબ્ધિ માત્રમાં, પૂર્ણતલગચ્છીય શ્રી શાંતિસૂરિનું લખેલું હજાર વાળું સંક્ષિપ્ત ટિપ્પન છે. આ ટિપ્પનની અંદર કથામાં કેટલેક ઠેકાણે આવેલા શ્લેષાદિ પદોનું સામાન્ય રીતે પૃથક્કરણ કરેલ છે-લેપભંગ-વિરોધ પરિહારાદિ કરેલ છે.
આ શિવાય ખાસ નેંધ લેવા લાયક અભિનંદ કવિના કરેલા “કાદંબરી કથાસાર કાવ્ય” ની જેવા જ તિલકમંજરીના “સાર’ નાં બે પુસ્તક છે. બને “સાર ' સરલ અનુષ્ય ઇદમાં બનેલા છે. દરેકની એક સંખ્યા ૧૨૦૦ ની છે. જેમાંથી ૧ પુસ્તક, વેતાંબર સંપ્રદાયના લક્ષ્મીધર નામના પંડિતનું કરેલું છે. વિક્રમ સંવત ૧૨૮૧ ના વર્ષે આ પુસ્તકની રચના થયેલી છે. પાટણના ભંડારમાંથી આની એક ૧૮ પાનાની છર્ણ પ્રતિ મળી આવી છે. પુસ્તકની અંતે આ પ્રમાણે લખેલું છે –
" इतिश्री तिलकमंजरीकथा सारं श्वेतांबर पं० लक्ष्मीधरकृतं समाप्तं । ग्रं. १२०० एकाशीत्या समाधिक रविशत विक्रमगते समानिवहे । शुचिशतपक्षति रविवार हरंभ ध्रुवयोगबवकरणे (?) १॥ इदमस्यां चक्रे लेखयां तिलकमंजरीकथासारं । श्रीमत्प्रसन्नचन्द्रस्य शीलभद्रेण शिष्येण ॥ संवत् १४७४ वर्षे लिखितं થીરપુર છે ”
આ લક્ષ્મીધર પડિત શ્રમણ છે કે શ્રાવક છે તે ચેકસ જણાતું નથી. આ “સારની અંદર “તિલકમંજરી કથા” સંક્ષેપ રૂપમાં ઉતારી છે. મૂલ કથાની અંદર કવિએ વર્ણવેલા નગર, ઉધાન, પર્વત વગેરેનાં વિસ્તૃત અને અલંકારપૂર્ણ વર્ણનોને છોડી, બાકીને કથા ભાગ જેમને તેમ, તેજ અર્થો અને તેજ વાચકેમાં અવતર્યો છે. લેખક, કથાને સંક્ષેપ પાર ભ કરતાં પહેલા નીચે લખેલા લેકે પ્રરતાવના રૂપે લખે છે–
"वन्दारु वासवोत्तंसथसिमंदारदामाभिः । त्रिसन्ध्य रचिताभ्य! वीरपादद्वयीं नुमः । १ । सद्वर्णा विबुधस्तुत्या सालङ्कारा लसत्पदा । द्वेधापि जायतां देवी प्रसन्ना मे सरस्वती ॥ २ ॥ न स्तुमः स्वजनं नैव निन्दामो दुर्जनं जनम् । नैवमेव स्वरूपं तो सुधा-क्ष्वेडा विवोज्ज्ञतः ॥ ३ ॥
* “તિરુમંનાથા થાણા: પારિજા
મંજિષાં વિજ્ઞાનિ થથામતિ ” |