________________
તિલક-મંજરી.
૫૧૩
પાવિત્ર્ય નષ્ટ થઈ જાય છે અને તેના પાતકથી કુલ, રાજ્ય અને રાષ્ટ્રને નાશ થાય છે !* રાજા એ ઉત્તર સાંભળી બહુ થયો અને પાસે પડેલી અંગારાની સગડીમાં, મૂર્ખતાને વશ થઈ તે પુસ્તક નાંખી દીધું ! રાજાના એ દુષ્ટ કૃત્યથી કવીશ્વર બહુ ખિન્ન થયે, પિતાના સ્થાને આવી દીધું નિશ્વાસે નાંખતો એક જૂના ખાટલામાં બેઠે. કવિને, સાક્ષાત સરસ્વતીના સમાન એક તલકમંજરી નામની નવ વર્ષની સુંદર બાલા હતી, તેણે પિતાના પિતાને આવી રીતે કાર્યશા અને ખિન્નમનસ્ક જોઈ તેનું કારણ પૂછયું. પુત્રના અત્યાગ્રહને વશ થઈ કવિએ કથાના વિષયમાં બનેલો સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. સાંભળીને બાલા બોલી કે પિતાજી! આપ ખેદ નહીં કરો, સ્નાન, પૂજન અને ભોજન કરી ; મહને તે કથા સંપૂર્ણ યાદ છે તેથી હું આપને ઉતરાવી દઈશ. કવિ આ વાત સાંભળી હર્ષિત થશે અને પિતાનું નિત્યનિયમ કરી, પુત્રીના હેઠેથી તે કથા ફરી લખી. અને પિતાની પુત્રીનું નામ ચિરસ્મરણ કરવા માટે તેનું નામ “તિલકમંજરી” રાખ્યું. આ વૃત્તાંત સમ્યકત્વ સપ્તતિકામાં આપેલું છે. પ્રભાવક ચારિત્રમાં કાંઈક જુદી રીતે લખેલું છે. તેને સાર આ પ્રમાણે છે – - “વૈદિક ક્યાઓના શ્રવણમાં ઉદાસીન થયેલા ભેજરાજાએ એક દિવસે ધનપાલને કહ્યું કે, હે વયસ્ય! કઈ જૈન કથા સંભળાવ. રાજાની ઇચ્છાથી કવિએ બાર હજાર શ્લેક વાળી સર્વગુણસંપન્ન તિલક મંજરી કથા બનાવી. રાજા સાંભળી ખુશ થયે અને બોલ્યો કે, કથાના પ્રારંભમાં જે સપનુ નિનઃ આવું મંગળ છે તે ઠેકાણે ફાર: તુ આવુ મંગળ છે કર તથા બીજા આ જ ઠેકાણે નામ પરિવર્તન કર અયોધ્યાની જગ્યાએ ધારા, શક્રાવતારના સ્થાને મહાકાળ વૃષભના સ્થાને શંકર અને મેઘવાહનના ઠેકાણે મહારું નામસ્થાપન કર.” પછીની હકીકત ઉપરના પ્રમાણે જ છે. કેવલ, ઉપર જે કવિની પુત્રીનું નામ આપવામાં આવ્યું છે તે નામ આમાં નથી. સામાન્ય પુત્રી જ લખી છે. પુત્રીના મુખથી તે કથા લખતાં ત્રણ હજાર લેક સંખ્યા ન્યૂન થઈ એટલે અહિ વિશેષ ઉલ્લેખ છે.
હે દેહમુહય નિરકખર, લેહમઈય નારાય કિત્તિ ભણિમો,
ગૂંજા હિ સમં કણય, તુવં ન ગઉસિ પાયાલં. ભાવાર્થ-બે મુખવાળા ! નિરક્ષર અને લેહમતિવાળા હે નારાચ ! (ત્રાજવા !) અમે તે તને કેટલું કહિયે? તેં ચઠીની સાથે સુવર્ણને તળ્યું ! તે કરતાં તું પાતાલમાં કેમ ન ગયું?–(અહીં ત્રાજવાનાં બે છાબડાં એ રાજાને બોલવું કંઈક અને ચાલવું કંઈક એથી તેનાં બે મુખ, ત્રાજવું અને રાજા બને નિરક્ષર એટલે મૂખ, ત્રાંજવાને લોહ એટલે લોઢાની મતિ એટલે ડાંડી હોય છે તે રાજાની લોહ-લોભવાળી મતિ એટલે બુદ્ધિ અર્થાત કીતિને અત્યંત લોભ-સૂચવે છે)-તંત્રી.
૧પ્રભાવક ચરિતકારની આ હકિક્ત સત્ય જણાય છે. કારણકે કવિ પણ કથાની પીઠિકામાં એમજ જણાવે છે.
પ્રબંધ ચિંતામણિના મત પ્રમાણે, કથાને અર્ધભાગ તે કવિએ પૂર્વે કરેલા ખરડાને આધારે સ્મરણ કરીને લખ્યો અને ઉત્તરાદ્ધ નવીન રચ્યો જણાય છે. (સિહા प्रथमा ददर्श लेखदर्शनात्संस्मृत्यं ग्रन्थस्या लेखयांचके तदुत्तरार्ध नूतनीकृत्य प्रन्थः समर्थितः।