________________
પાર
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
egorist विविक्तसूतिरचने यः सर्व विद्यान्धिना श्रीमुंजेन सरस्वतीति सदसि क्षोणीभृता व्याहृतः ॥
,,
તાત્પર્ય એ છે કે - પાતાના પિતાના ચરણ કમળની સેવાથી વિદ્યાલવ પામેલા અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ એવા મુંજરાજાએ સભાની અંદર જેને ‘સ્ત્રી’એવા મહત્ત્વસૂચક ઉપનામથી ખેાલાવેલ છે એવા વિત્ર ધનપાલે મ્હેં આ કથા રચી છે'. આવી રીતે લંબાણ પૂર્વક કથાની પીઠિકા પૂર્ણ કરવામાં આવી છે અને પછી ધ્વરિત રમ્યતાનિહ્સ સજતુ હોદ્દા ત્યાદિ રમણીય ગદ્ય દ્વારા પ્રભાવ પૂર્ણ કથાના પ્રારંભ કર વામાં આવે છે.
6
તિલકમ’જરીની ઉત્પત્તિ બીજો પારા સંબધમાં જૈન ઇતિહાસ લેખકો જણાવે છે કે— ભેાજરાજાએ કેટલાદિવસેા સુધી ધનપાલ કવિને પોતાની સભામાં અનુપસ્થિત જોઇ, એક દિવસે તેનુ' કારણ પુછતાં, કવિએ જણાવ્યું કે, હું આજકાલ એક તિલકમજરી નામની કથા રચું છું. ( આ ઠેકાણે ‘ ક્ષમ્ય વસતિષ્ઠા' ના લેખકે ‘ભરતરાજ કથા ’નું તથા ‘ઉપા પ્રાસાદ્' માં ‘યુગાદિચરિત' નું નામ આપેલ છે.) તે કાર્યની અંદર વ્યગ્ર મનવાળા હેાવાથી, નિયમિત સમયે, આપની સભામાં હાજર થઇ શકતા નથી. રાજા એ વાત સાં ભળી, પોતાને તે કથા સંભળાવવા કવિને અભિપ્રાય જણાવ્યેા. કવીશ્વરની સમ્મતિથી રાજા નિરંતર પાછલી રાત્રીએ તે કથા સાંભળતા. ( તે સમય બહુ રમણીય હાવાથીજ રાજા તેમ કરતા હતા નહિ કે કાના અભાવને લીધે એમ ૐસમ્યકત્વ સપ્તતિકા ’કાર કહે છે. ) સાંભળતી વખતે, કથાના પુસ્તકની નીચે, રાજા સુવર્ણ પાત્ર એવા આશયથી મૂકતા કે, રખે કથામૃત વ્ય નહી વહી જાય ! સંપૂર્ણ કથા સાંભળી રાજા અતિ આનદિત થયા. કથાની સર્વોત્કૃષ્ટતાએ રાજાના મનને બહુ આકર્યું. આ કથાની સાથે મ્હારૂં નામ અંકિત થાય તે યાવચ્ચદ્ર દિવાકરૌ સુધી મ્હારા યશ આર્યાવર્તની પવિત્ર ભૂમિ ઉપર અખંડિત રહે, એવી અસદ્ અભિલાષાને વશ થઇ રાજા કવિને કહેવા લાગ્યા કે, કથાના નાયકના સ્થાને તે મ્હારૂં નામ, અયેાધ્યા નગરીના ઠેકાણે અવંતીનું નામ, અને શક્રાવતાર તીર્થની જગ્યાએ મહાકાળનું નામ દાખલ કરે તેા, બહુ માન, બહુ ધન અને ઇચ્છિત વર પ્રદાન કરૂં ! રાજાની એ અનુચિત પ્રાર્થના સાંભળી ધનપાળ ખેલ્યા કે શ્રાત્રિયના હાથમાં રહેલા અને પવિત્ર જલથી ભરેલા પૂભ જેમ મદ્યના એક બિંદુથી અપવિત્ર થઇ જાય છે તેમ ઉપર્યુક્ત નામેાના પરિવર્તનથી સંપૂર્ણ કથાનું
१. ' सो जंपर भूवासव पारद्धा अस्थि भरहराय कहा ।
२. पण्डित आचष्ट - मयाऽधुना युगादिचरितं बध्यते । '
6
ઉક્ત લેખકાએ આ નામાન્તરા શા કારણથી આપ્યાં હશે તે સમજાતું નથી ! (જ્યારે પ્રબંધ ચિંતામણીમાં તે। ‘ તિલકમ’જરી ’ નુંજ નામ આપ્યું છે:
—તંત્રી ) ३. ' सो समयो रमणीयो नउ अभावाओ कज्जाणम् । " ×ઉપદેશ પ્રાસાદમાં ધનપાળે જે ઉત્તર આપ્યા તે ગાથા આ પ્રમાણે મૂકેલી છે:—