________________
૫૦૪
શ્રી. જૈન વે. કેં. હેડ.
વિના કર્મને જ કાવ્ય કહેવામાં આવે છે. શ્રીમદ હેમચંદ્રાચાર્ય કહે છે કે સારા વિવાર્મ વ્ય” (કાવ્યાનુશાસન) અર્થાત અલૌકિક એવું જે કવિનું કમ છે તેજ કાવ્ય છે. કોત્તર કવિ જ કાવ્ય કરી શકે છે. તેવા કવિને તે પોતાના કર્મક્ષેત્રમાં વિહરવા માટે ગઈ કે પદ્ય બને પથ માધારણ જ છે. તેની પ્રતિભાને પ્રવાહ, સ્કૂલના વગર જ સર્વત્ર વહી શકે છે. તથાપિ, સૂકમ દ્રષ્ટિવાળા સહૃદયોને પદ્યમાર્ગ કરતાં ગધ-માર્ગ કાંઈક કઠિન અવશ્ય જણાવે છે ! સિદ્ધસારસ્વત મહાકવિ ધનપાલ તે એટલે સુધી વદે છે કે--
अखण्डदण्डकारण्यभाजः प्रचुरवणेकात् ।।
व्याघ्रादिव भयाघ्रातो गद्याव्यावर्तते जनः ॥ -અખંડ એવા દંડકારણ્યનું સેવન કરનાર અને રંગ બેરંગી એવા સિંહથી ભય પામી મનુંય જેમ પાછો ફરવા જાય છે તેમ લાંબા લાંબા સમાસવાળા દડાયુક્ત અને બહુ અક્ષરોવાળા ગદ્યથી પણ જન વિમુખ થાય છે! કવીશ્વરને એ અનુભવગાર અનુભવી રસિકોને અક્ષરશ: સત્ય જણાય છે. એજ કારણ છે કે અપરિમિત એવા કવિ-સમૂહમાંથી અતિ અલ્પ કવિઓ જ પોતાની પ્રતિભાને એ વિષમ જણાતા માગે ચલાવી ગધ-કાવ્ય રૂપી સાહિત્યના ભવ્ય મહાલયને ભૂષિત કરવાનું કઠિન કાર્ય સ્વીકાર્યું છે. એ કવિઓના પ્રયત્નના પ્રતાપે જ સંકુચિત-વિસ્તારવાળું હોવા છતાં પણ અતિ સુંદર એવા એ રસમંદિરમાં પ્રવેશ કરી, અસંખ્ય રસ-પ્રેમીઓ, પરબ્રહ્મના આનંદ સહોદર એવા એ રસા. સ્વાદમાં લીન થઈકૃતકૃત્ય થાય છે.
વાચકો આગળ આજે આ પ્રસ્તુત લેખ પણ એ સુંદર મંદિરના એક અતિ ભવ્ય ભવનનું સામાન્ય સ્વરૂપ જ્ઞાપન કરવા માટે, ઉપસ્થિત કરાય છે. આશ્ચર્ય એ છે કે એ ભવનની ભવ્યતા અતિ આકર્ષક હોવા છતાં પણ બહુ જ વિરલ રસિકેએજ એને ઉપભોગ કર્યો હશે ! ઘણુ થોડા સહદો જ એની અંદર પ્રવેશ કરી, સિદ્ધસારસ્વત ધનપાલન મધુર વચનમૃતનું પાન કરી, અને કવીશ્વરે કપેલી રમ્ય સૃષ્ટિનું દર્શન કરી ચિત્તને ચમત્કાર કરનાર એવા પરમાનંદને અનુભવ કર્યો હશે ! અવલોકન તે દૂર રહ્યું પરંતુ એનું નામ પણ, વિદ્વાનોના મોટા ભાગે નહિ સાંભળ્યું હોય !!
ઉપર કહેવામાં આવ્યું છે કે ગીર્વાણુ વાણીના કાવ્ય સાહિત્યનો ગદ્ય વિભાગ ઘણાં ડાં કાવ્ય-રત્નથી જ અલંકૃત છે. સુબંધુ કવિની વાસવદત્તા, દડીનું દશકુમાર ચરિત, ત્રિવિક્રમભટ્ટની નલકથા, બાણની કાદંબરી અને હર્યાખ્યાયિકા, ધનપાલની તિલકમંજરી અને કાયસ્થ કવિ સેહલની ઉદયસુંદરી આદિ પુસ્તકોથીજ ગીર્વાણવાણીના ગધનું ૌરવ છે. નામોલ્લેખિત પુસ્તકોમાંથી તિલકમંજરી કથાને વાચકોને પરિચય થાય તે હેતુથી તેના સંબંધમાં કાંઈક નીચે લખવામાં આવે છે,
૧ આ કથા અત્યાર સુધી પ્રકટ થયેલી જણાતી નથી. પાટણના જૈન ભંડારમાં આની એક જીણું પ્રતિ વિદ્યમાન છે. બાણના હર્ષચરિતની માફક આ કથા આઠ ઉચ્છવા. સોમાં રચાયેલી છે. આના સંબંધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ પંચમ ગૂજરાતી સાહિત્ય પરિષદુ વાસ્તે, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે તૈયાર કરેલો “પાટણના ભંડારો. અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય ” નામને નિબંધ વાંચે,