________________
તિલક-મ‘જરી.
૫૦૫
સુપ્રસિદ્ધ ધારાધીશ્વર વિધાવિલાસી ભાજ નૃપતિની સભાના મુકુટ સમાન અને સિહંસારસ્વત ઉપાધિ ધારણ કરનાર મહાકવિ ધનપાલે તિલકમ'જરીની રચના કરી છે. પીડિ કામાં કવિ વદે છે કે—
'निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदात चरितस्य विनोद हेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ "
અર્થાત્—“ સર્વ શાસ્ત્રાના નાતે હોવા છતાં પણ જૈનશાસ્ત્રામાં વર્ણવેલી કથા સાંભળવા માટે ઉત્પન્ન થયેલા કુતૂહલવાળા અને નિર્મલ ચારિતવાળા તે (ભાજ) રાજાના વિવેદ માટે સ્ક્રુટ અદ્ભુત રસવાળી મેં આ કથા-તિલકમજરી રચી છે. ” ભેાજરાજા સંસ્કૃત સાહિત્યના અત્યંત પ્રેમી હતા. તે સ્વયં સારા કવિ હતા. તેની સભામાં આર્યાવના બધા ` ભાગામાંથી કવિએ અને વિદ્યાને આવતા અને પોતાનું પાંડિત્ય પ્રદર્શિત કરી રાજા અને સભાજતાનું ચિત્ત આકર્ષતા. રાજા પણ યાગ્ય પુરૂષોની યોગ્યતાને બહુ જ આદરસત્કાર કરતા. દાન અને સન્માન આપી વિદ્યાનેાના મનનું રંજન કરતા. તેના આશ્રય હેઠળ સખ્યાબંધ પંડિતા રહેતા અને સાહિત્યની સેવા કરી યશેારાશિ મેળવતા. મહાકવિ ધનપળ તેની પરિષદ્ના વિન્માન્ય પ્રમુખ અને રાજાને પ્રગાઢ મિત્ર હતા. બાલ્યાવસ્થાયજ ભેાજ અને ધનપાલ પરસ્પર પરમ સ્નેહીએ હતા. કારણ કે મુજરાજની પરિપદ્મા પણ રાજમાન્ય વિદ્વાન ધનપાલજ પ્રમુખ હતા. ધનપાલના પાંડિત્ય ઉપર મુંજરાજ અતિ મુગ્ધ થઇ તેને ‘સરવતૅ ’નુ' મહત્વ સૂચક વિદ આપ્યુ હતું. આવી રીતે ધનપાલ, ધારાનગરીના સુજ અને ભાજ બન્ને પ્રખ્યાત નૃપતિઓને બહુ માન્ય હતા. ધનપાલ પ્રથમ વૈદિક ધર્માવલની હતા પરંતુ પાછળથી પોતાના બધુ ગાભનમુનિના સંસર્ગથી જૈનધર્મીના સ્વીકાર કરી, મહેદ્રસૂરિ પાસે જૈન-ગા ંપત્ય દીક્ષા અંગીકાર કરી હતી. ધનપાલના ધર્મ પરિવર્તનથી રાજા ભાજને બહુજ વિસ્મય થયા, તે વારવાર ધનપાલની સાથે જૈનધર્મના વિષયમાં બહુ વિવાદ કરતા પરંતુ ધનપાલની દૃઢતા અને વિદ્વત્તા આગળ રાજા નિરૂત્તર થતા. વખતના વહેવા સાથે રાજાના આગ્રહ મંદ થયા અને જૈન સાહિત્ય તરફ. સચિ ધરાવવા લાગ્યા. ધનપાલ પોતાના ગુરૂશ્રી મહેંદ્રસૂરિ પાસે સ્યાદ્વાદ સિદ્ધાન્તના વિશેષ અભ્યાસ કરી જૈનદર્શનના પારષ્ટા-તત્ત્વજ્ઞ થયા. ભાજરાજા સ્વયં વિદ્વાન અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વ-ધર્મના—વૈદિક દર્શનના તામાં તે બહુ નિષ્ણાત હતા, પરંતુ જૈનધર્મના વિશેષ પરિચયના અભાવે સ્યાદ સિદ્ધાન્તના વિષયમાં, તે વિશેષ જાણકાર ન હતા. ધનપાલના સંસર્ગથી તેની ઈચ્છા જૈન-દર્શનના સ્વરૂપને જાણવાની થઇ, અને તે ઇચ્છા પૂર્ણ કરવા માટે, કર્વશ્વર આગળ વિચાર પ્રદર્શિત કર્યાં ધનપાલે, જૈન સિંહાન્તા વિચારા અને સંસ્કારાને પ્રતિપાદન કરનારી તિલકમંજરી જેવી અદ્વિતીય અને અદ્દભુત કથા રચી, રાનની અને પ્રજાની તાત્કાલિકી પ્રીતિ અને પૂજા સપાદન કરી. તથા ભાવિ જૈન પ્રશ્ન અને સંસ્કૃત સાહિત્યના રસિકાના અપૂર્વ પ્રેમભાવ• પ્રાપ્ત કરી પેાતાના નામ અને કામને અખંડ યશના ભાગી બનાવ્યા છે !