________________
તિલક-મંજરી.
૫૦૩
तिलक-मंजरी. (મહાકવિ શ્રી ધનપાલ રચિત–તકથા) -
" सालंकारा लक्षण सुच्छंदया महरसा सुवन्न रुइ । कस्स न हारइ हिययं कहुत्तमा पवरतरुणिव्व ॥"
–સળવા સતિ / સંસ્કૃત ભાષાના ઉત્કર્ષને અતિ ઉન્નત કરનાર અને તેનું પ્રાણસ્વરૂપ એવું જે કાવ્ય -સાહિત્ય છે તે ગા અને પદ્ય એવા બે વિભાગમાં વિભક્ત છે. તેમાં પદ્ય વિભાગની વિશાળતા અપરિમિત છે. વાલ્મિકી અને કાલીદાસાદિ આજ પર્યત થઈ ગયેલા–અગણ્ય કવિઓની અસંખ્ય કૃતિઓથી તેની મહત્તા અયતાએ પહોંચી છે ! પરંતુ ગધ-વિભાગ એનાથી ઉલટી અવસ્થામાં જ અવસ્થિત છે. સુબંધુ, બાણ કે દંડી જેવા માત્ર પાંચ-દશ કવિઓની સુકૃપાથી જ આજે તે-ગધ-વિભાગ પિતાના અસ્તિત્વ ને સાચવી રહ્યા છે. વાસવદત્તા, નલકથા કે કાદંબરી જેવા અતિ અલ્પસંખ્યક કાવ્ય-રસ્તેથી જ તે પિતાના બંધુ પદ્ય-વિભાગની માફક સર્વત્ર આદરાતિથ્ય પામી રહ્યું છે! શું કારણ હશે કે એ અલ્પ પરિશ્રમ સાધ્ય હોવા છતાં તથા માનવજીવનમાં નિરંતર વ્યવહત હોવા છતાં એનું અંગ આટલું કૃશ અને સંકુચિત છે? કલ્પના થાય છે કે બાહ્ય દ્રષ્ટિથી તે જેટલો સ્વલ્પપરિશ્રમ-સાધ્ય દેખાય છે તેટલો વાસ્તવિક રીતે નહીં હોય. વિચાર કરવાથી જણાય છે કે સાધારણ પ્રતિભાવાન મનુષ્ય પણ જેમ ભાવયુક્ત પધ લખી શકે છે અને તેમાં રસ પૂરી શકે છે તેમ ગદ્યમાં થવું દુઃશક્ય છે. એ કર્તવ્યમાં, અપ્રતિમ પ્રતિભાશાળી પુરૂષ જ સફલ પ્રયાસ કરી યશોભાગી થઈ શકે છે. પધની સીમા છન્દઃશાસ્ત્ર દ્વારા મર્યાદિત થયેલી હોવાથી, કવિ ને પિતાના કાર્યની–વકતવ્યની મર્યાદા પણ અલ્પ પ્રયત્ન જણાઈ આવે છે. પ્રથમથીજ “સ્કેચ-માપ કરી રાખેલ ચિત્રપટ્ટ ઉપર, પિતાના ઇસિત ચિત્રને ચિતરતી વખતે, જેમ ચિત્રકારને ચિત્રાકૃતિના અંગપ્રત્યંગોના દેધ્ય અને વિસ્તાર તરફ વધારે ધ્યાન આપવાની આવશ્યકતા રહેતી નથી; તેમ, કવિને પણ પદ્યમાં વક્તવ્યના વિસ્તાર ઉપર કયા વાક્યને ક્યાં સુધી લંબાવવું એ વિષયમાં વધારે વિચાર કરવાની અપેક્ષા રહેતી નથી. ગદ્યમાં તેમ નથી. તેમાં તે, પ્રમાણદર્શક રેખાઓથી નિરંકિત ફલક ઉપર ચિત્ર ખેંચતી વખતે જેમ ચિત્રકારને પ્રતિકૃતિના અંગ અને પ્રત્યંગની આકૃતિ અને વિસ્તૃતિ ઉપર બહુજ લક્ષ્ય રાખવાની જરૂર રહે છે, તેમ કવિને પણ ગધમાં પિતાના વાક્ય અને વક્તવ્યના આકાર અને વિસ્તાર ઉપર અતિ લયની આવશ્યક્તા રહે છે. નિરાલંબ-ચિત્રમાં જેમ ચતુર ચિત્રકાર જ ચમત્કૃતિ ૩પજાવી શકે છે તેમ ગદ્ય-રચનામાં પણ અતિકુશલ કવિ જ કાવ્યત્વ લાવી શકે છે. એ વાત ખરી છે કે જે અલૌકિક પ્રતિભાવાન હોય છે તેજ કવિ કહેવાય છે અને તેવા ક