________________
૪૫૬
શ્રી જેન કે. કે. હેરલ્ડ.
મને રંજક ગરબાવળી વગેરે બુકસેલરેએ છપાવેલી ચોપડીઓમાં હાલ જે દેહરા, સાખીઓ વગેરે જોવામાં આવે છે, હેનેજ મળતી અને તેમની જ કેટલીક કવિતા જણાય છે, ફક્ત હેમાં એટલોજ ફેર છે, કે આ કવિતા કંઇક જુના રૂપમાં છે, ને હાલની છપાએલી નવા રૂપમાં છે, એટલે હાલની છપાઈ ગયેલી કવિતા, તે આ જૂની કવિતાનું રૂપતર હશે એમ જણાય છે,
વળી કવિતામાં ગુ–ગુઢાર્થ –કવિતા પણ જણાય છે, તેમ અર્થો જેવી કવિતા પણ જણાય છે.
એક સ્ત્રી લેખકની કવિતા જાણી, આ સ્થળે હેને ઉતારે કરી પ્રસિદ્ધ કરવામાં આવી છે, હેની સાથે કવિતાનું ઉપયોગીપણું પણ ધ્યાનમાં આવતાં પ્રસિદ્ધ કરી છે.
મૂળ કવિતામાં કોઈ ફેરફાર કર્યો નથી. ફક્ત દેખીતી રીતે જે ભૂલ હોય તેજ સુધારવામાં આવી છે,
દાહરા. સંગત સાધ તણી ભલી, કોઈ કરી જાણે તાય, હળવશું બોલાવીએ, (તે) માણેક આપી જાય. પ્રીત ભલી પારેવડા, રૂપે રૂડા મેર. પ્રીતિ કરીને પરહરે, (તે) માણસ નહીં પણ ઢોર. - સજજન તાં લગ એક હે, જા લગ નયણુ હજૂર, ભલા ભલેરા વીસરે, નયણુ ગીયા જબ દૂર. ટુક ટુકડા ગામ લખ, લખ આવે લખ જાય, સજજન ન મે સદેસડે, મારું કાળજ કટકા થાય. વહાલાશું વઢીઈ* નહીં, ત્રટક ન દીજઇ ગાળ, થોડે છેડે ઇડઇ, જિમ જળ છડે પાળ. જણે તિજ જીવે નહીં, વસે તે ઉજજડ થાય, નારી પહેરે ચુડલો, આશ વળુંભ્યો જાય. ખાટ પડ્યો ઉઠે નહીં, કુપે નીર ન ઝરંત, એ ન જાણે જોતસી, ટીપ ૯ લઇ કાઉ૧૦ ભમંત. એક ગુણ તુમહારડો, સંભારું જિણ વાર, મન દાઝે તન ટળવળે, નયણું ન ખચે ધાર. સજજન સેજે દુબળા, લોક જાણે ઘેર ભૂખ.. હાડા અંતર દવા બળે, મેરૂ જેવડે દુખ દીઠે દિન કેત્તા ગયા, મળીયા કહીં ભાસે, નયણાં અંતર પડ ગયા. જીવ કુમારે પાસ. સજજન શેરી સામા મિલ્યા, ટાળે દેઈ ટળ્યા,
લેક જાણે રૂાણાં, મન જાણે મિન્યા. ૧ સાધુ, સદાચારી ભાણસ. ૨ તેની. ૩ એક જાતનું પક્ષી. ૪ વઢીએ. ૫ ૦. ૬ જેમ છે તે ૮ એટલું ૯ ટીપણું ૧૦ શા માટે,