________________
૪૫૫.
પ્રસ્તાવિક કવિતા. # # # # # # આ પ્રસ્તાવિક કવિતા અને
સંશોધક–રા, છગનલાલ વિદ્યારામ રાવળ, જૂનાં પુસ્તકોને શોધ કરતાં પ્રસ્તાવિક કવિતા તથા કવિ વછયા કૃત સીતાવેલ નામનું એક અપ્રસિદ્ધ હાના કાવ્યનું પુસ્તક હાથ આવ્યું. હેની કવિતા વાંચી જતાં હેના ઇતિકી ભાગથી જણાવ્યું, કે આ પુસ્તકને લેખક એક પુરૂષ નહિ, પણ એક સ્ત્રી છે, ને તે પણ એક સંસારી સ્ત્રી નહિ પણ જૈન ધર્મની પવિત્ર આર્યા–આરજા છે, આ જોઈ સાનંદાશ્ચર્ય સાથે કવિતા બે ત્રણ વખત વાંચી જોતાં હેના અક્ષર એવા તે મરેડદાર અને સારામાં સારા માલમ પડયા કે, એક પ્રખ્યાત લહીઓ પણ તેવા અક્ષર ઘણી કાળજી રાખ્યા છતાંએ લખી શકે નહિ ! આ મોતીના દાણું જેવા જતા અક્ષરે, એવા તે કાળજીપૂર્વક લખાયેલા છે, કે હેમાંથી કઈ પણ અક્ષર ન્હાને હેટ ન હતાં આખા પુસ્તકના તમામ અક્ષર એકજ સરખા માપના છે. હેની સાથે આ પુસ્તક એકજ શાહી, અને એકજ કલમથી લખાયું હોય એવું જેનારની દૃષ્ટિએ આવ્યા વિના રહેતું નથી.
આ ઉપરથી તે વખતની ભણેલી સ્ત્રીઓ અને હેમાં વિશેષે કરી સંસારને ક્ષણભંગુર અને તૃણવત્ ગણી હેને ત્યાગ કરનાર જૈન આર્યા કેળવણી તરફ કેટલું બધું ધ્યાન આપતી હશે એ વિચારવા જેવું છે. હાલની ઉંચી કેળવણી લેઈ હોલ્ડરથી ગુજરાતી અક્ષર લખનારી કેટલીક સ્ત્રીઓને જ્યારે કલમજ ઘડતાં આવડતી નથી, તે પછી મરોડદાર સારા અક્ષર તે કાઢતાં આવડેજ શાનું.
આ પ્રસ્તવિક દેહરાના ઇતિ ભાગમાં લખ્યું છે, કે— લિખતે આર્ય સખરબાઈ પઠનાર્થ બાઈ અજબકુમારી જીર્ણગઢ મધે લખ્યું છે.”
આ ઉપરથી અનુમાન થાય છે, કે આ પુસ્તકની લેખક આર્યા સખરબાઈ, તે અજબમારી બાઇજીની વખતે શિક્ષિકા પણ હોય અને અજબકુમારી તે જીર્ણગઢ-જૂનાગઢના કોઈ રાજાની, કે તેમના ભાયાતોમાંથી કોઈની બાઈજી હય, ને હેના વિનોદ માટે આ પુસ્તક લખવામાં આવ્યું હોય.
બંગલામાં ઇગ્રેજી કેળવણી શરૂ થતાં જેમ બંગાલી જમીનદારની પરદેશી સ્ત્રીઓને કેળવણી આપનારી કેટલીક ચૈતન્ય પંથની સાધ્વી-સંસાર ત્યાગ કરનારી—સ્ત્રીઓ હતી, તેમ ગુજરાતના કેટલાક રાજા રજવાડોમાં સ્ત્રી કેળવણીને ફેલાવો કરનાર જૈન સાધ્વી સ્ત્રીઓ એટલે આર્યાઓ હતી એમ જણાય છે.
આ પુસ્તકને છેડે લખ્યા સાલ આપી નથી તે પણ પુસ્તકની ભાષાનું રૂપ જોતાં હેને લખાયે ઘણું વરસ થઈ ગયાં હોય એમ જણાય છે.
પુસ્તકને વચમાંથી બાંધવામાં આવેલું હોવાથી હેને રે તૂટી જતાં, કેટલાંક પાનાં જતાં રહેવાથી, કેટલીક કવિતા નાશ પામેલી છે, તેમ ન થયું હતું તે આ કરતાં કંઈક વધારે કવિતા હાથ આવત એમાં કશે સંદેહ નથી.