SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ શ્રી જૈન છે. કે. હેરલ્ડ. પિતાના ઉપગ માટે નવી વસ્તુઓ બનાવવામાં મજૂરી, મૂડી વગેરેને ખપ પડે છે. એકાકી જીવન ગાળવાને બદલે બીજા મનુષ્યોના સંગમાં જીવન ગાળવું પડે છે. આથી એમના જીવનવ્યવહારની નવી વ્યવસ્થા થાય છે. આ વ્યવસ્થા થયા પછી મનુષ્યના જીવનવ્યવહારમાં નવા નવા પ્રશ્નો ઉઠે છે–તેમના નિર્ણય અને નિર્ણયાનુસાર તેમને જીવનવ્યવહાર નિયત રાખવા અલાહિદિ સત્તાની જરૂર પડે છે. આ સ્થિતિમાં રાજસત્તા જન્મે છે અને મનુષ્યોના સંસારમાં રાજા, રાજ્ય, રાષ્ટ્રના નાનાવિધના પ્રશ્નો ઉઠી ઉકેલાય છે. આ સર્વે મનુષ્યના ઐહિક જીવન સાથે નિસ્બત રાખનારી રચના છે. પણ નાના વિધના પ્રસંગે અને કારણોને લીધે અહિક જીવનથી ભિન્ન જીવનની તૃષ્ણ, અને નુભવ થાય છે અને તેમને અનુરૂપ એ ભિ-ન જીવનના અંશોની રચના પણ થાય છે. એ તૃષ્ણએ અનુભવમાંથી જે દેવ દેવીઓની પૂજા અને પૂજાઓને લગતા સમારંભ, ઉસેવો, તેમની વ્યવસ્થા કરવાનાં સ્થાન અને કરનારા ખાસ અધિકારીઓ વગેરેને જન્મ થાય છે. મનુષ્યના ધાર્મિક જીવનની વિવિધ રચના આમ થાય છે. માનના સંસારમાં આ જે નવા નવા ફેરફારે અને તેમને અનુરૂપ ઘટનાઓ થાય છે તે સંબંધી મનુષ્યને વિચારો જુરે છે. વસ્તુઓના જન્મ પરસ્પર સંબંધ. ઉદ્દેશ આદિ પરત્વે નાના વિધના દષ્ટિબિન્દુથી ગવેશ થાય છે. ઈહ અને પર જીવનના સંબંધે નિરૂપાય છે. સંસારમાં મનુષ્ય મનુષ્યના વ્યવહારનાં ધોરણ નક્કી થાય છે. આમ તત્વચિંતન ધર્મચિંતન અને નીતિચિંતનના જન્મ થાય છે. ચિંતન પ્રમાણે જીવનના આચાર વ્યવહાર ગાળવા પ્રયાસ થાય છે. કુદરત, મનુષ્ય અને ઈશ્વરના સમાગમ, પરિચય અને સંબંધિ ચિંતનથી એ ત્રણેમાં રહેલા સંદર્યની છાપ મનુષ્યપર પડે છે. એ છાપ ઈદ્રિયગોચર કરવા મનુષ્ય જે જે કરે છે તેને કલા કહેવામાં આવે છે. શોધ અને વિજ્ઞાનથી મનુષ્યનું જ્ઞાન વધે છે; ઉધોગ, સમાજવ્યવસ્થા, રાજવ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાથી તેની સંસ્કૃતિ ખીલે છે. ચિંતન અને કલાથી એની સંસ્કારિતા (culture) દીપે છે. - આ સર્વે પ્રદેશમાં ગુજરાતીઓએ પિતાને માટે અને જગતને માટે જે કાંઈ કર્યું હોય–સ્વતંત્ર રચનાથી અથવા અન્યરચિત ઘટનાએ નવું રૂપાન્તર આપવાથી જે કાંઈ કર્યું હોય તેનું નિરૂપણ કરવું તેજ ગુજરાતીઓનાં ગૌરવનું યશોગાન ગાવાનું છે. | ગુજરાતની મુખ્યત્વે વસ્તી હિંદુઓની છે. ગુજરાતની સંસ્કૃતિ ઘડનાર પણ તેજ છે. હિંદુઓના બે વિભાગ છે. વેદધર્મ અને જૈન. ગુજરાતી સંસ્કૃતિના પિષણ અર્થે થએલાં વેદધર્મીઓનાં કૃત્યો વિશે લખવાનું મોકુફ રાખી જેનીઓનાં કૃત્યો તરફ અંગુલિનિર્દેશ કરીશું. જિન ધર્મને જન્મ ગુજરાતમાં થયો નથી છતાં ગુજરાત અને ગુજરાતના પાડોશી પ્રદેશો–રાજસ્થાન અને માળવામાં એ ધર્મના શ્રાવકોની મહટી વસ્તી છે. શત્રુંજય અને ગિરનાર જેવાં એમનાં મોટાં તીર્થો ગુજરાતમાં છે. સિદ્ધરાજ, કુમારપાળ, અને વસ્તુપાળ તેજપાળે જૈન સાહિત્ય અને લલિત કળાઓ ( સ્થાપત્ય, મૂર્તિવિધાન, ચિત્રવિદ્યા )ને ઉત્તેજન, પિષણ અને આશ્રય આપ્યાં હતાં. સોલંકીઓની સત્તા દરમ્યાન એમણે રાજ્યકારભાર ચલાવ્યા હતા અને રણક્ષેત્રમાં વિજય મેળવ્યા હતા. પૂર્વે વેપાર ખેડતા અને આજે પણ ખેડે છે. વેપારથી મળતી લક્ષ્મી મંદિર બાંધવામાં, મૂર્તિઓની
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy