________________
જૈન સંસ્કૃતિ.
४४७
જૈન સંસ્કૃતિ. www
સૂચના.
વિમાનના આઠમા ભંગીય સાહિત્ય સંમેલનના પ્રમુખપદેથી મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રીએ બંગાલીઓનું ગૌરવ વર્ણવ્યું હતું. જગતની સંસ્કૃતિના કયા કયા અંશે બંગાલીઓએ ઉત્પન્ન કર્યા હતા તેમનું દિગ્દર્શન કરાવ્યું હતું. ભવિષ્યમાં ગુજરાતીઓનું ગૌરવ વર્ણવવાને કોઈ પ્રયાસ કરે ત્યારે જે દિશામાંથી આ વિષયની વિપુલ સામગ્રી મળવાનો સંભવ છે તેને નિર્દેશ સંક્ષેપમાં કરવાનું સાહસ વહેર્યું છે.
" સંરકૃતિ એટલે શું ? અંગ્રેજીમાં જેને Civilization કહે છે–સાદી ગુજરાતીમાં જેને “ સુધારો' કહેવામાં આવે છે તે. અંગ્રેજોની સંસ્કૃતિને પ્રવાહ ગ્રીસમાંથી વહેતે આવે છે. ગ્રીસનું જીવન દેશ રૂપે નહીં પણ નગરરૂપે ખીલ્યું હતું. સ્થળે સ્થળે વીખરાએલાં નગરેએ અન્યાન્યથી સ્વતંત્ર રહી પિતાને ઉત્કર્ષ સાધ્યો હતો. નગરમાં સાધિત ઉત્કર્ષ તે Civilization ( Civis=નગર; Civilization=નગરના સંસ્કારો ). પણ આ શબ્દાર્થ . સંસ્કૃતિ શબ્દથી ક્યા ક્યા વિષયો સૂચવાય છે ? એક પાશ્વાત્ય વિઠાને સંસ્કૃતિનું સ્વરૂપ નીચે પ્રમાણે આલેખ્યું છે. મનુષ્યના જીવનમાં અગ્ર સ્થાન જ્ઞાનનું છે. જગતમાં આવી એ વસે છે અને પિતાની ઇન્દ્રિયો દ્વારા જગતને જે પરિચય એ મેળવે છે તે જ્ઞાન છે. પણ જ્ઞાન માટે બે ક્રિયાને વ્યાપાર આવશ્યક છે. આસપાસના જગતનાં અંશે અંશને પરિચય મેળવવા તે અંશેની શોધ કરવી જોઈએ. શોધથી પ્રાપ્ત અશોનું પૂર્ણ જ્ઞાન મેળવવા–મનુષ્યના ઉપયોગમાં એ અંશે આવી શકે એવું એમના વિશે જ્ઞાન મેળવવા જે વ્યાપાર ચાલે તેને આપણે વિજ્ઞાન કહીએ છીએ.
જગતના અંશોના સ્વરૂપ, નિયમો વિગેરે જાણ્યા પછી મનુષ્યના સુખ માટે તે અંશોનું પ્રયોજન કરવું તે ઉદ્યોગ ( હુન્નર ). કુદરત આકસ્મિક રીતે જે સુખ આપે તે સ્વીકારી સંતોષ માનનારા મનુષ્ય કુદરતને પિતાની સત્તામાં લાવી તેની મારફત સુખ મેળવવા ઉધોગ કરે ત્યારે તેમના જીવનમાં મોટો ફેરફાર થાય છે. કુદરતની વસ્તુઓ લઈ
* ભારતવર્ષમાં આવા ઉત્કર્ષનાં બીજ નગરમાં નહીં પણ વનમાં વવાયાં હતાં. રાજા કે રાજપુરુષોના નિવાસસ્થાનથી ગ્રામનું નગર થતું. ગ્રીસમાં નગર જેવું સ્વતંત્ર જીવન હતું તેવું આવિ ન્હોતું.
2. Chamberlain's Foundations of Nineteenth Century Civilization. આ ગ્રંથમાંથી એક કેક હારી રોજનીશીમાં ઉતારેલું હતું તે પરથી વિવેચન કર્યું છે, મૂળ ગ્રંથપરથી નહીં.