________________
જૈન સંસ્કૃતિ.
४४८
સ્થાપના કરવામાં, ગ્રંથભંડાર સ્થાપવામાં, ગ્રંથોની નકલે કરાવી પ્રચાર કરવામાં–વગેરેમાં વપરાતી. સર્વ ધર્મનું રહસ્ય જાણવા અકબર બાદશાહને જીજ્ઞાસા થઈ ત્યારે જૈનધર્મને પ્રબોધ કરવા હીરવિજય સૂરિ ગુજરાતમાંથી જ ગયા હતા. જ્યાં જ્યાં જૈનોની વરિત હશે ત્યાં ત્યાં સાધુઓ અને સાધ્વીઓને રહેવા અપાસરા હોય છે. આવાં સ્થળામાં તેઓ ચાતુર્માસ ગાળે છે અને ઉપદેશ આપી શ્રાવકનાં જ્ઞાન અને ધર્મની જોત સળગતી રાખે છે. ગુજરાતના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી અને હિન્દી સાહિત્યના અનેક ગ્રંથ જનોએ લખ્યા છે એ બુર, ભાંડારકર ( પિતા અને પુત્ર ), પીટર્સન, કીલ્હન, કાથવટે, દલાલ, વેબર, જે બી આદિના રીપેર્યો, ગ્રંથે પરથી સુપ્રસિદ્ધ છે. સાહિત્યનાં અંગે-કાવ્ય, કથા, નાટક એમણે ખીલવ્યાં છે. વ્યાકરણના ગ્રંથો લખ્યા છે. જેમ તત્વચિંતન અને ન્યાય તથા યોગ વિશે પણ એમણે ઉત્તમ ગ્રંથો રચ્યા છે. ગુજરાતના ઇતિહાસને લગતી નાના વિધની માહિતી ચરિત્ર રૂપે, કથા રૂપે, કાવ્ય રૂપે, ગ્રંથોની સમાપ્તિની નેંધરૂપે, મૂર્તિઓની સ્થાપનાના લેખરૂપે, મંદિરના શિલાલેખરૂપ, ચિત્રરૂપે એમણે સાચવી રાખી છે. ગુજરાતની એમણે ઘણું ઘણું સેવા કરી છે. અફસોસની વાત છે કે વેદધર્મીઓ હજૂ જોઈએ તેટલા પ્રમાણમાં એ સેવાનું મહત્વ સમજતા નથી. પહેલી જૈન સાહિત્ય પરિષદ મળી તેના પ્રમુખપદે મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણએક બંગાલી વેદધર્મી વિદ્વાન વિરાજ્યા હતા. ગુજરાતી વેદધર્મ કે જેની વિદ્વાન નહીં. પણુ ગુજરાતના વેદધર્મીયો કાંઈક અતડા છે અને જ્ઞાનના જ્ઞાન ખાતર અનુરાગી નથી. જેનેની ઉપેક્ષા કરે છે એમ નથી–પારસીઓ, મુસલમાનોની પણ ઉપેક્ષા કરે છે. કોઈ ગુજરાતી વેદધમ અવસ્તા પહેલવીમાં પ્રવીણ છે? સંસ્કૃતમાં ઘણા પારસીઓ પ્રવીણ છે. ઇરાની સંસ્કૃતિને જ્ઞાતા કંઈ ગુજરાતી હિંદુ છે? અરબી સાહિત્યને વિદ્વાન કઈ ગુજરાતી હિંદુ છે ? નથી. જ્ઞાનની વળ્યું નથી. તૃષ્ણ હોય તે તેની પરિતૃપ્તિ માટે સાધને, અનુકૂળતા નથી.
જેનોનું ગૌરવ ગાતી વખતે યુન્નતાઓનું પણ વિસ્મરણ ન થવું જોઈએ. હેમાચાર્ય જેવા પ્રખર વિદ્વાનના દ્વાશ્રયનાં કવિત્વ માટે પ્રો. મણિલાલ નભુભાઈ ત્રિવેદીએ ઉચે મત દર્શાવ્યો નથી.* એમનું વ્યાકરણ શાકટાયનની પ્રતિકૃતિ છે એ પ્રો. પાઠકે મત
૪ મણિલાલ ન. દ્વિવેદીએ દ્વાશ્રયના ભાષાંતરની પ્રસ્તાવનામાં હેમાચાર્ય સંબંધે જે અભિપ્રાય બાંધ્યો છે તે આ પ્રમાણે છે –“ દ્વાશ્રયની ભાષા સંકૃત છે, તે બહુ શુદ્ધ છે, પરંતુ તેમાં તથા ટીકામાં ઘણા દેશી શબ્દો આવ્યાં જાય છે. જે કારણને લીધે આ ગ્રંથ અતિ કઠિન થઈ ગયું છે, તે કારણથી એમાં આપણે સ્વાભાવિક રીતે રસિક કાવ્યત્વની આશા ન રાખીએ, તે પણ એમ કહ્યા વિના ચાલતું નથી કે હેમચં. કનાં રચેલાં બધા પુસ્તકમાં કાવ્યચાતુરી બહુ હલકા પ્રકારની છે. ” આ ક્ષેપ અયોગ્ય હેતે હાલના સંસ્કૃત જૈન પંડિતોએ કાવ્યચાતુરીની વ્યાખ્યા આપી તે હેમચંદ્રાચાર્યને ગ્રંથોમાં માલૂમ પડે છે એવું તેના કાવ્યોમાંથી ઉતારા પ્રમાણે સહિત બતાવી આપવું જોઈએ છે અને તેથી તે આક્ષેપનું નિરસન કરવું યોગ્ય છે. થોડું ઘણું નિરસન “ જૈનશાસન” પત્રમાં પ્રસિદ્ધ થઈ ગયું છે તે લેખકની દષ્ટિ બહાર છે.
તંત્રી,