SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ પૂજા. સૂત્ર, વગેરે સ્થળે લખાણ જોવામાં આવે છે. દેવતાઓ પણ જિન પ્રતિમાના પૂજકે છે અને દેવલોકમાં ઘણી શાસ્વતી જિન પ્રતિમાઓ પદ્માસને બેઠેલી છે એમ સૂત્રોમાં મૂળ પાઠ છે, પરંપરા પ્રમાણ જોતાં શ્રી મહાવીરથી તે આજ સુધીમાં સેંકડો ગમે સમર્થ વિદા થઈ ગયા છે પણ તેમાં કોઈએ મૂર્તિપૂજાનું ઉથાપન કરેલ જ નથી ફક્ત સ્થાપન જ કરેલ છે. મૂળ સૂત્ર પાડામાં પણ કોઈ સ્થળે જિન પ્રતિમા પૂજનનું ખંડન આવતું નથી ઉલટું મંડન આવે છે કે દેવો પણ જૈન છે અને જિન પ્રતિમા પૂજે છે. મિથ્યાત્વી દે પણ જીન પ્રતિમાના ઉપાસકે છે. શ્રી મહાવીર અને લહીંઆ કાશાહ એ બે વચ્ચે બે હજાર વર્ષનું આંતરું છે. તે બે હજાર વર્ષમાં વજસ્વામી, જંબુસ્વામી, આર્ય. સુહસ્તિ–સંપ્રતિ રાજાના ગુરૂ, દેવગિણિક્ષમાથામણ, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શિલાગાછાઈ, મલયગિરિજી, હેમાચાર્ય, હિરવિજયસુરિ, વગેરે અનેક સમર્થ વિદ્વાન મહાશ થઇ ગયા છે તેઓએ તે સૂત્રો ઉપર ટીકાઓ વગેરે લખી છે તેથી સૂત્રના સંપૂર્ણ જાણ હતા. એવા વિદ્વાનોએ પ્રતિમાનું મંડન કરેલું છે પણ એવો એક પણ પૂરા નથી કે જે વિદ્વાન જૈન મુનિએ પ્રતિમાનું ખંડન કર્યું હોય. જિન પ્રતિમાના પ્રથમ સ્થાપક લહી આ કાશાહજ છે. અમદાવાદમાં એમને ગે જીઓ સાથે તકરાર થતાં ગોરજીઓને તેડવા સારૂ નો વાડો બાંધ્યો. એ વખતે ગરજીઓનું પ્રબળ જુલમપણું હોવાથી શ્રાવકો તે લેથી કંટાળ્યા હતા. ઉપરાંત જૈન કેમ ઘણે ભાગે અંધકારમાં હતી તેવામાં કે શાહ નીકળ્યા અને જ્યાં જ્યાં જૈન મંદિરો ન હતા ત્યાં ત્યાં તે લેતાજીના શિષ્ય પ્રથમ કાવ્યા. સાડા ત્રણસો વર્ષ ઉપર તમામ જૈન મૂર્તિ પૂજક હતા. મહાવીરની પહેલાં પણ પ્રતિમા પૂજન હતું એ શ્રી જ્ઞાતા સત્રમાં શ્રી દ્રપદીને અધિકાર છે તેથી સિદ્ધ થાય છે, જુઓ “ના ઘર સાચવવામા.. કેવ વિધરે તેવ સાદર બિછાधरं अणुपविसइ पविसइत्ता आलोए जिणपडिमाणं पणाम करेइ ते दोपही २२०४५२ કન્યા જ્યાં જિનમંદિર ત્યાં જાય અને જિન મંદિરમાં અનુપ્રવેશ કરતાં જિન પ્રતિમાને જોઈને પ્રણામ કરે. શ્રી નેમિનાથ ગિરનારમાં, ઋષભદેવજી અષ્ટાપદ ઉપર અને વીશ ને સમે શિખર, મહાવીર અપાપાનગરી, વગેરે સ્થળે મોક્ષગામી થયા પાંડવો, વગેરે શત્રુંજય ઉપર મોક્ષે ગયા. દશ પૂર્વધર શ્રી આર્ય સુહસ્તિના ઉપદેશથી મહાવીર નિર્વાણ પછી લગભગ અઢીસે વર્ષે સંપ્રતિરાજાએ લાખો જિનબિંબ ભરાવ્યાં હતાં. શ્રીમાન હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી કુમારપાલે પણ લાખ જિનબિંબ ભરાવ્યાં હતાં. આ પ્રમાણે પરંપરા પ્રમાણથી પણ જીન પ્રતિમાનું પૂજન સિદ્ધ થાય છે. પ્રતિમાને ખરો ઉપગ તે રોગી લેકેજ જાણે છે. જ્યારે આત્મસાક્ષાત્કાર થાય છે ત્યારે એ પૂજન સ્વતઃ છૂટી જાય છે પણ છોડવું પડતું નથી નવમાં ગુણસ્થાનક સુધી તે વેદોદય હોય છે ત્યારે ત્યાં પ્રતિમા પૃજન હોય એમાં નવાઈ શી? પ્રતિમા પૂજન અનેક પ્રકારે જગતમાં થાય છે એ આ સ્થાને ભૂલવાનું નથી. જેટલી ઘડી આત્મ સ્વભાવમાં રમે છે તેટલી ઘડી પરભાવનો અભાવ હોય છે માટે તેટલી ઘડી તેને પ્રતિમા પૂજન સંભવતું નથી–સ્વભાવને અનુભવ ચોથે ગુણ સ્થાનકેથી થાય છે. તેરમે ગુણસ્થાને સંપૂર્ણપણે સર્વકાળ સ્વભાવાનંદમાં નિમગ્ન હોય છે જેથી ત્યાં પ્રતિમા પૂજન સંભવે નહિ, જ્યાં સ્વભાવથી જેટલે વિરૂદ્ધ ભાવ ત્યાં તેટલો વખત મૂર્ત પદાર્થનું પૂજન છે પછી તે ગમે તે
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy