________________
કવિ બનારસી દાસ.
જન્મથી ભવેતામ્બર હતા. આ શ્રાવક અદ્ભુત અધ્યાત્મરસિક કવિ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયના સમકાલિનતરીકે થઈ ગયેલ છે અને તે શ્વેતાંબર સંપ્રદાયમાં જ્યારથી સ્વ. ભીમશી માણેકના જૈન પ્રકરણ રત્નાકરમાં તેનું સમયસાર નામનું અદ્વિતીય સુંદર નાટક ભાષાગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયું ત્યારથી (સચ્ચા સંવત ૧૬૪૩ આધિન શુદિ ૧૩) પ્રતિષ્ઠાને પામેલ છે. આનું જીવન ચરિત્ર તેમણે પિતે રચેલ અપૂર્ણ પધબદ્ધ આત્મજીવન (Autobiography) કે જે અર્ધકથાનક તરીકે ઓળખાય છે તે પરથી અને બીજી વિગતો પરથી વિસ્તાર પૂર્વક વર્તમાન અચ્છા લેખક દિગંબરીય ગૃહસ્થ શ્રી નથુરામ પ્રેમીએ બનારસી વિલાસ નામનો ગ્રંથ (મૂલ્ય દોઢ રૂપિયો) સંપાદિત કરી બહાર પાડેલ છે તેમાં તેણે આપેલું છે તે જોઈ જવા ખાસ વિનતિ છે.
અત્ર તે મહાન કવિને શ્વેતાંબર સંપ્રદાયના શ્રી ભાનચંદ્ર સૂરિ સાથે શું સંબંધ હતો તે જણાવવા પુરત ઉલ્લેખ કરવામાં આવે છે –
તેને જન્મ જોનપુરમાં સં. ૧૬૪૩ ના માઘ શુદિ એકાદશીને રવિવારને દિને થયો હતો. તેના પિતા ખરગ સેનને બનારસમાંના પાર્શ્વનાથ પર બહુજ પ્રીતિ હતી અને તે બનારસ જતાં ત્યાંના પૂજારીએ બનારસીદાસ નામ આપ્યું (જ્યારે મૂલ નામ વિક્રમાજીત હતું). સં. ૧૬૫૪ માં વિવાહ થયો. વધુ બે માસ રહી પિયર ગઈ. ૧૮ વર્ષમાં યૌવન કાલ પ્રાપ્ત થતાં કવિ ઈશ્કબાજીમાં ભરચક પડયા. આ વખતનું વર્ણન પિતાના અર્ધ કથાનકમાં આબેહુબ કંઈપણ છુપાવ્યા વગર કવિ આપે છે તે ખાસ કવિને માટે માન ઉત્પન્ન કરાવે છે.
વિધા પઢિ વિધામે રમેં, સેલર્સ સતાવને સર્મ તજિ કુલ કાન લકકી લાજ. ભયો બનારસિ આસિખબાજ–૧૭૦ કરે આસિખી ધરિત ન ધીર દરદ બંદ જો સેખ ફકીર, ઇક ટક દેખિ ધ્યાન સો ધરે, પિતા અપુને કૌ ધન હરે
૧૭૧ ચોરે ચૂની માનિક મની, આને પાન મિઠાઈ ઘની, ભેજે પેસકશી હિત પાસ, આપ ગરીબ કહાર્વ દાસ.
૧૭ર આમ જ્યારે આ અનંગ રંગમાં ભરપૂર કવિ બન્યા હતા ત્યારે જોનપુરમાં ખરતર ગચ્છીય યતિ ભાનુચંદ્રજીનું આગમન થયું. સાધુ મહાશય સદાચારી અને વિદ્વાન હતા; તેમની પાસે સેંકડો શ્રાવક જતા આવતા હતા. એકદિન બનારસીદાસજી પોતાના પિતાની સાથે સાધુજીની પાસે ગયા; મુનિશ્રીએ તેમને સુબોધ પામે તેવા જોઈ સ્નેહ પ્રગટ કર્યો. બન૧ ઇશ્કબાજ શુદ્ધ શબ્દ છે.