________________
શ્રાવક-કવિ રાષભદાસ..
૪૦૧
છેલ્લે જૈન સાહિત્ય હજુ અપ્રકટ છે તે બહાર લાવવા વિશેષ પ્રયત્ન થશે તે સ માજ સ્થિતિ, રાજ્યના ઇતિહાસ, દર્શનની તર્ક જાળ, ધર્મની ભાવના, અને તત્વજ્ઞાનજન્ય આનંદના ચિત્રો પ્રાપ્ત થઈ શકશે એવું જણાવી નીચેની અંગ્રેજી કડીઓમાં કે જેમાં જૈન અને જૈનેતર એ શબ્દો પૂર્વ અને પશ્ચિમને બદલે મૂકેલા છે તે કહી વિરમું છું—
-Time has drawn near When Jains and Non-Jains, without a breath, Will mix their dim lights like life and death
To broaden into boundless day!.” પ્રિન્સેસ સ્ટ્રીટ
–મેહનલાલ દલીચંદ દેસાઈ મુંબઈ, તા. ૧૦-૫-૧૫,
. બી. એ. એ. એલ. બી.
gિ . પાટણનું વર્ણન,
બાર ગાન ફિરતે વિસ્તાર, ગઢ મઢ મંદિર પલ પગાર, ચઉરાસી ચેહુટાં ચઉશાલ, સોના રૂપાની ટંકશાલ. દતારા દેવીનાં હાટ, વેચાઈ સાર પટોલાં પાટ, વેચઈ શાત્ સપરાં ચીર, જેણઈ લડ્યાં છઈ બાવન વીર. માણિક ચઉક મોતી તોલાય, નાણાવટ નાણુ પરષાય, ગાંધીને હાટે ગધીઆણ, વઈદ જિહાં બહુ બઈરાઈ જાંણ. ભાલી બોલી મણહાર, વેચઈ તેલ સુગંધાં સાર, વસઈ ફેફલીઆ સોનાર, ધીઆ તણે નવિ લાધઇ પાર. વિવહારી બહુ વાસઈ વસઈ, ફાંદિ લઈ બઠા હસઈ, વાહણ તણી વલી કરતા વાત, પણિ કોણ કરઈ પરણું તાતિ. ફડીઆ સાથરીઆ પસ્તાગ, રસીઆ બહુ આલાપઈ રાગ, ચહટ ભણતા ચારણ ભાટ, ત્રિફલાઈ નાઈ નટ નાટ. વર્ણ અઢાર તો તિહાં વાસ, કે કહઈની તિહાં ન કર આસ, વિવહાર શુદ્ધિ સહુ પાલઈ ખરી, ન લીઈ કે કહઈનું ધન હરી. રાજભુવન નીપાયાં તિહાં, બહુ રચના કીધી છઈ જિહાં, હયવર ગજની શાલા કરઈ, જતાં નરનારી ચિત્ત ઠરઈ. આયુધશાલા રથના ઠામ, લેખકશાલા તિહાં અભિરામ. કરછ માંડવી રાય સુજાણ, વિવિધ વસ્ત તિહાં લાગઈ દાણ.
અત્ર મારા સ્નેહી શ્રેષ્ઠી જીવણચંદ સાકરચંદ ઝવેરીએ કુમારપાળરાસ અને હીરવિજયસૂ રિની પ્રત મેળવી આપી અને શ્રીયુત મણિલાલ બકોરભાઈ વ્યાસે હીરવિજયસૂરિના ૧૨ બોલના રાસની છત ઉતારી મોકલાવી આપી તે માટે તે બંનેને હું ઉપકાર માનું છું.