________________
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
લેખમાં મળી આવેલું જોવામાં આવ્યું છે. સત્તરમા સૈકામાં બીજાનું ભરણું એક બાજુ રાખી કઇએ તે-શ્રી પ્રેમાનંદ શરૂ કરે તે પહેલાંના આ ઋષભદાસ નામના શ્રાવક કવિ એકલાએ લગભગ દશહજાર ગાથા ઉપરાંત કાવ્યસાહિત્ય રચ્યું છે, અને અરાઢમા સૈકામાં તેને વિસ્તાર વિશેષ છે તે પછી તેને તનખા કહી શકાશે નહિ. ઓગણીશમાં શતકમાં પણ જેન કવિઓ ઓછા નથી થયા. તે માટે ઉક્ત રવર્ગસ્થ શ્રીયુત ગોવર્ધનરામ જણાવે છે કે “ચોથો ભાગ-જૈન કવિઓ, બે ચારેક, હરાડમા શતક પેકે”—એ કથન ફેરવવા વગર છૂટકો નથી. મારું આ વક્તવ્ય જૈનેના ગૂર્જર સાહિત્ય ગ્રંથોને ઈતિહાસ લખાશે ત્યારે અને જેમ જેમ વધુ જૈન સાહિત્ય પ્રગટ થતું જશે તેમ તેમ યોગ્ય છે કે નહિ તે પ્રતીત થાય તેમ છે.
અત્યાર સુધી જૈન ગૂર્જર સાહિત્ય પ્રસિદ્ધિમાં નથી આવ્યું તેનું કારણ એ છે કે મોટે ભાગે અને પ્રાયઃ તેના સૃષ્ટાઓ જૈન મુનિઓ હતા. (૧) તેઓ પોતાની કૃતિઓ તથા પિતાના પૂર્વકાલીનની કૃતિઓ ધર્મસ્થાનમાંજ-ઉપાશ્રયમાં જ રહી વાંચતા અને સંભળાવતા, જ્યારે બ્રાહ્મણ કવિઓ ગામના ચોરામાં કે બે ત્રણ શેરીઓ ભેગી થતી હોય તેવા ચોગાનમાં વાંચતા યા માણગળાવાળા બની લોકોને સંભળાવતા. (૨) જૈન અને જેનેતર બંને કવિઓ જૂદી જૂદી જાતની કથાઓ રચી લખતા, પરંતુ તે લખેલા ગ્રંથો બીજાને આપતાં ય ગમે ત્યાં મૂકતાં રખેને તેને “આશાતના થાય, તે માટે બહુ કાળજી રાખતા, જ્યારે જૈનેતરોને તે અભિપ્રાય રહે નહિ. વળી આ ઉપરાંત હાલના જૈન મૂળે એવા અભિપ્રાયના હતા કે પુસ્તકો પ્રસિદ્ધ કરવાથી લાભને બદલે ગેરલાભ વધુ થાય છે, જ્ઞાનની આશાતના થવાનો સંભવ છે, પાત્રને બદલે અપાત્રને હસ્તે જવાથી જ્ઞાનને દુરૂપયોગ થાય તેમ છે, તે ધીમે ધીમે છપાવવાની વલણવાળા થતાં જૈનશાસ્ત્રના પ્રકરણ ગ્ર અને સંસ્કૃત ભાષાના ગ્રંથો મુદિત કરાવવા લાગ્યા, તેથી પ્રાચીન ગૂર્જર સાહિત્ય પ્રત્યે બહુ લક્ષ ન રહ્યું; તેમ કેલવણીને બહુ ઓછો પ્રચાર, તેથી સાહિત્યની કિંમત સમજાઈ નહિ અને તેથી જે કંઇ તે પ્રત્યે થયું તે પ્રમાણમાં ઘણું ઓછું હોવા ઉપરાંત અધરામાં પૂરું ચિંથરીઆ કાગળમાં પ્રગટ થયું. હવે સુચિન્હ જણાવા લાગ્યાં છે કે કંઈ કંઈ પ્રયત્ન સારી દિશામાં થવા લાગ્યા છે.
અભિદાસ કવિની કારકીર્દિ સં. ૧૬ દરથી એટલે ઇસવી સનના સતરમા સૈકાના પ્રારંભથી શરૂ થાય છે. એટલે ગૂર પ્રાચીન કવિ શિરોમણિ તરીકે પ્રસિદ્ધ થયેલ પ્રેમાનંદ, શામળ અને અખાની પૂર્વના હોવાનું તેને માન છે, એટલું જ નહિ, પરંતુ તેની વર્ણનશિલી, શબ્દ ચમત્કૃતિ, ભાષા ગૌરવ તે કવિઓની સરખામણીમાં ઉતરતા હોઈ શકે તેમ નથી.
રાગ રામગ્રી. રૂદન કરેરે અંતેઉરી, ત્રોડે કંડના હારરે, નાખે બીડીને પાનની, કુણુ કરસી અમ સાર:
રહો રહે ભરત નરેશ્વર ! રહો રહો ભરતનરેશ્વર, તુમ વિણ શન્ય તે રાજરે, ઇંદ્ર સરીખેરે દેવતા, માને જેહની લાજ રે. રહો. ૨