________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
૩૯૭
ગા,
જાદરૂપ પ્રત્યે શુદ્ધ અંતઃકરણને ભાવ રાખત. છ છ કલાક સુધી તેની સોબતમાં જહાં ગીર રહ્યો છે.
“જહાંગીરને અદલ ન્યાય, તેને પ્રજા તરફને પ્રેમ અને તેમના કલ્યાણાર્થે લેવામાં આવતા ઉપાયોમાં મહાન અકબર સિવાય કોઈપણ રાજા તેની બરોબરી કરી શકે તેમ નથી.”
–જહાંગીર અને તુઝક જહાંગીર
[ વસંત શ્રાવણ ૧૯૬૭ ] ઉપસંહાર,
ટુંકમાં અકબર બાદશાહના વખતમાં ગુજરાત સર્વતઃ છતાયું, અને શાંતિ ફેલાઈને જહાંગીરના વખતમાં લગભગ જામી ગઈ હતી. આવા વખતમાં કાવ્યધારા ઉછળે એ સ્વાભાવિક છે એમ ઘણાને મત છે. તે અત્રે જણાવવું યોગ્ય થઈ પડશે કે કવિ ઋષભદાસ ખંભાતમાં રહીને આટલી બધી સંખ્યાબંધ કાવ્ય કૃતિઓ કરી શક્યા એ શાંતિનું ચિન્હ સૂચવે છે. આના સમયમાં અનેક જૈન કવિઓ નામે સમયસુંદર, કુશલલાભ, જ્યસુંદર, હીરાચંદ શ્રાવક, બ્રહ્મઋષિ, વગેરે થઈ ગયા છે અને આખો સત્તરમા સૈકે લઈશું તે અનેક મળી આવે તેમ છે.* - ઋષભદાસની સર્વ કૃતિઓ તપાસી નિરીક્ષવા યોગ્ય છે. તેનાં સુભાષિતો હાથ લાગ્યાં થી તેમજ બીજી ઘણી કૃતિઓ હજુ જોવામાં આવી શકી નથી, છતાં તે પૈકી જેટલી મળે તેટલી શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ કે અન્ય સંસ્થાએ મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. તેની કૃતિઓને સંગ્રહ એકજ પુસ્તકાકારે છપાય તે તે વિશેષ અનુમોદનીય છે. આમ થશે ત્યારે આ કવિ, પ્રેમાનંદ અને તેના જેવા કવિઓની સાથે પોતાનું સુયોગ્ય સ્થાન લેશે એ નિર્વિવાદ હું ગણું છું.
જૈન ગૂર્જર સાહિત્યને જ્યારે આરંભ થયો તેના સંબંધમાં સ્વ. સાક્ષશ્રી ગોવધનરામ માધવરામ ત્રિપાઠી નીચે પ્રમાણે જણાવે છે:--
“પર્વ હરાડમું શતક જૈન કવિતાનો પ્રથમ ઉદય. (આ) જૈન કવિ ઉદયરત્ન.
જૈન કવિતાને ગુજરાતીમાં પ્રથમ ઉદય-અન્ય કવિયથી જુદો પડતો અને ઉક્ત પ્રકારની જૈન શૈલીના અને જન વિરક્તિના ગુણોથી ભરેલો–પણ તનખા જેજ.”*
આ કથન જૈન ગુજરાતી સાહિત્યના અનંતશાખિત્વ વિસ્તારની અનભિજ્ઞતાને લઈને થયું છે એમ સ્વીકાર્યા વગર રહી શકાતું નથી, અને તેથી ઉક્ત સ્વર્ગસ્થ સાક્ષરશ્રીને ઠપક કે દોષ આપીએ તો અન્યાય ગણાશે. વાસ્તવિક રીતે જે સમયમાં આદિ ગૂર્જર સાહિત્યનાં બીજ ગુજરાતનાં અમુક સ્થલે પાઈ પ્રગટ થયાં છે એવું ઉક્ત સાક્ષર જણાવે છે એટલે ઈ. સ. ૧૪૦૦-૧૫૦૦ સુમારે, તેથી અગાઉનું જૈન ગુજરાતી સાહિત્ય હસ્ત
જો કે જર્મન ફિલસુફ બનીશીને મત જુદો છે કે યુદ્ધના–મહાન કલહના પ્રસંગ ગમાં પ્રતિભાશાળી રચનાઓ બને છે અને ખરા કવિઓ પ્રગટે છે.
જુઓ જૈન રાસમાળા (પ્રયોજક. રા. મનસુખલાલ કિ. મહેતા) અને મારી તેના પરની પૂરવણી.
(પ્રકાશક–જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. પાયધુની–મુંબઈ) * જુઓ પ્રથમ સાહિત્ય પરિષદને રિપોર્ટ પૃ. ૧૬.