________________
૩૯
, જેને ધે. કોન્ફરન્સ હેરલ્ડ.
હંસવાહની તું સહી, વાણુ ભાષા નામ,
તું આવી મુજ મુખ વસે, જિમ હેય વાંછિત કામ. કરજે માતા વાંછયું કામ, પ્રથમ જપું હું તાહારું નામ, તું મુજ માતા રાખે નામ, બોલું ભરત તણું ગુણગ્રામ
–ભરતેશ્વર પાસે. દરેક ગ્રંથની અંતે પણ પ્રાયઃ સરસ્વતીને ઉપકાર તેની સમાપ્તિ થઈ તે માટે સ્વીકારે છે –
કવિજન કેરી પહોતી આસ, હીર તણે મિં જેો રાસ, ઋષભદેવ ગણધર મહિમાય, તૂઠી શારદા બ્રહ્મસુતાય.
સરસતી શ્રી ગુરૂ નામથી નીપન, એ રહો જિહાં રવિચંદ ધરતી,
–હીરવિજય સૂરિ રાસ. જહાંગીર બાદશાહના રાજ્યની શાંતિ
દિલ્હીપતિ જહાંગીર બાદશાહ (રાજ્યકાળ ઈ. સ. ૧૬ ૦૫ થી ઈ. સ. ૧૬૨૭) ના રાજ્યની સીમા આગ્રહથી પંજાબ અને કાશ્મીર સુધી અને માળવાથી ગુજરાત સુધીની હતી.
“અકબર અને જહાંગીરની રાજકીય નીતિ ઘણાક વિષયમાં મળતી આવે છે. હિંદુ અને મુસલમાન બંનેને સરખા હક આપવામાં બંને ઉપર એકજ સરખી રાજનીતિ ચલાવવા બંને એક સરખા મત ધરાવતા હતા, પરંતુ અકબરનું એવું ધારવું હતું કે, હિંદુ, મુસ લમાન બંનેને એકજ પંક્તિ પર મુકવા માટે, તેમના ધર્મને ઉત્તેજન આપવા અર્થે, માણસે પિતાને ધાર્મિક જુસ્સો અને ધાર્મિક લાગણીઓને સમાવી દેવી જોઈએ અને ધાર્મિક ભાવનાથી ખીલતા આત્મિક રંગને ઓછો કરી નાંખવો જોઈએ. અકબરને દરેક ધમ ઉપર આસ્થા હતી; જ્યારે જહાંગીર એમ સમજતો હતો કે કઈ પણ માણસ પિતાના ધર્મમાં રહીને, તેમાં પૂર્ણ માન્યતા રાખીને પિતાને ધમની ક્રિયાઓ પાળીને પણ પારકા ધર્મવાળા તરફ માનની લાગણીથી જોઈ શકે છે.
અકબરને અમલ ઘણોજ સુલેહભરેલ હતું તેનું મુખ્ય કારણ એ હતું કે તેણે બળ અને કળથી પિતાની હિંદુ પ્રજાનાં મન મેળવી લીધાં હતાં. દેશી સંસ્થાને સાથે લગ્ન સંબંધ વધારી તેમની વિદ્યા અને તેમના ધર્મ પ્રત્યે પ્રેમભાવના બતાવી, તેમના પર પૂર્ણ ભસો રાખી, તેમને મોટા મોટા ઓદ્ધાઓ આપી તેમને અતિ ઉપયોગી પ્રેમ સંપાદન કરી, તેમને રાજ્યમાં મદદગાર કરી લીધા હતા. જહાંગીરે રાજ્યાભિષેક થયા પછી પિતાના પિતાના પગલેજ ચાલવાનો નિશ્ચય કર્યો હતો. મરણપર્યંત તે નિશ્ચય તેણે પાળે પણ ખરે.
જહાંગીરને નાનપણથી વિદ્યા તરફ ઘણે પ્રેમ હતું. જહાંગીરના સમયમાં જાદરૂપ નામે એક વિદ્વાન જતી ઉજજન પાસે આવેલી એક ઉજજડ પહાડની ગુફામાં રહેતા હતા. અહિં આ ત્રણ માઈલ સુધી સ્વારી જઈ શકે તેવું સ્થાન નહોતું, છતાં પણ જહાંગીર વાર વાર પગે ચાલી તેની પાસે જતો અને તેની સાથે વાદવિવાદ કરવામાં પિતાને અમૂલ્ય વખત ગુજરતે. તે જ્યારે જાદરૂપનું વર્ણન કરે છે ત્યારે તેના શબ્દો બતાવી આપે છે કે