________________
શ્રાવક-કવિ રાષભદાસ.
૩૭૫
પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપઆ તે થાઈ, હાથે બહિરષા બહુ મૂદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગ થકા. પગે વાણહી અતિ સુકુમાલ, શ્યામ વર્ણ સબલી તે જાલ, તેલ કૂલ સુગંધ સનાન, અંગિ વિલેપન તિલક નિ પાન, એહવા પુરૂષ વસિં જેણિ ઠાહિ, સ્ત્રીની શાન કહી ન જાય, રૂપિં રંભા બહુ શિણગાર, પફરી ઉત્તર નાઈ ભરતાર. અચ્યું નગર તે ત્રંબાવતી, સાયર લહિરિ જિહાં આવતી, વહાણ વધારિ તણે નહિ પાર, હાટે લોક કરિ વ્યાપાર. નગરકોટ નિ ત્રપલીઉં, મણિકચોક બહુ માણસ ભલ્યું, વોહર કુલી ડેડી સેર, આલઈ કડા તેહના તેર. ભોગી લોક અસ્યા જિહાં વસઈ, દાન વરઇ પાછા નવિ વસઈ, ભોગી પુરૂષ નિ કરૂણવંત, વાણિગ છેડિ તુ બાંધ્યા જંત. પશુ પુરૂષની પીડા હરિ, માંદા નરસિં સાજા કરિ, અન્ન મહીષની કરિ સંભાલ, શ્રાવક જીવદ પ્રતિપાલ. પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તેરણ તિહાં ઘંટનાદ,
પસ્તાલીસ જિહાં પિષધશાલ, કરિ વાણ મુની વાચાલ. પડિક્કમણું પિષવ પૂજાય, પુણ્ય કરતાં ઘાઢા જાય, પ્રભાવના વ્યાખ્યાનિ જ્યહિં, શાહામી વાત્સલ્ય હાઈ પ્રાંહિં. ઊપાશરો દેહરૂ નિ હાટ, અત્યંત દૂરિ નહિ તે વાટ, ઠંડિલ ગોચરી સાહિલ્યા હિં, મુની અહિં રહિવા હીંડિ પ્રાંહિ. અમ્યું નગર ચંબાવતી વાસ, હરિતણે તિહાં જોડ્યો રાસ, પાતશા પુરમ નગરને ધણી, ન્યાય ન તિ તેહનિં અતિ ઘણું. તાસ અમલિ કીધે મિં રાસ, સાંગણ સુત કરી ઋષભદાસ. સંવત સેલ પંચ્યાસીફ જસિં, આસો માસે દસમી દિન તસિં. ૬૦ ગુ વારિ મિ કીધો અભ્યાસ, મુઝ મન કેરી પુહેતી આસ, શ્રી ગુરૂનામિ અતી આનંદ, વદે વિજયાનંદ સૂવિંદ
- હીરાવજયસૂરિ રાસ રચ્ય સં. ૧૬૮૫ હિતશિક્ષા રાસની મુકિત પ્રત સરખાવ * ચિન્હવાળી ૫૪-૫૫ બે કડીઓ, તથા ૫૭ થી ૬૧ સુધીની કડીઓ તેમાં નથી, અને તેના કરતાં હીરવિજય સૂરિ રાસમાં વધુ છે, બાકી બધું સરખું છે છેલ્લે કડી એવી છે કે “એ નગરીની ઉપમા ઘણી, જહાંગીર પાદશાહ જેહને ધણી, એ ત્રંબાવતી માંહે રાસ, જોડતા મુજ પહોતી આશ” અને પાઠાંતરમાં ૧ ઇંદ્રપુરીશું કરતા વાદ, ૨ પૌષધશાલા જિહાં બહુ તાલ, એ પ્રમાણે છે.
આ રાસની હસ્ત લિખિત પ્રત સંવત્ ૧૭ર૪ ના ભાદ્રવા શુદિ ૮ શુક્રવારની મુનિ સૂરવિજયે સાદડી નગરમાં લખેલી પ્રાપ્ત થઈ છે તેમાંથી અક્ષરશઃ આ ઉલ્લેખ મૂકેલો છે. આથી પ્રાચીન જોડણી સમજી શકાશે. અને ખને ષ તરીકે મૂકાતે, ને અને એવા એકારાંત શબ્દ બકારાંત તરીકે મૂકાતા હતા. કડીને નંબર પણ તેમાં છે તે પ્રમાણે મૂક્યો છે.