________________
$
* *
# (
# # $ શ્રાવક-કવિ
$ $ $ ઋષભદાસ,
- ૪ -
શ્ર
પંચમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં એકલાવેલે નિબંધ, કવિ શ્રી પ્રેમાનંદની પૂર્વ-ઈ. સ સત્તરમા સૈકાના પ્રારંભમાજ એક સમર્થ જૈન શ્રાવક કવિ ઋષભદાસને પરિચય કરાવવા માટે ઉઘકત થયો છું. તે ખંભાત નિવાસી હતા અને તેમણે ખંભાતમાં જ રહી અનેક ગુજરાતી કાવ્ય-કૃતિઓ-રાસાઓ લખી ગૂજરાતી સાહિત્યમાં સમૃદ્ધ ફળી આપી વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. મળગામ ખંભાત.
કવિ ઋષભદાસ પિતાના નિવાસસ્થાન તરીકે ખંભાત જણાવીને જ અટકતા નથી પરંતુ પિતાની લગભગ બધી મોટી કૃતિઓમાં તેનું સુંદર વર્ણન આપે છે. હિતશિક્ષા રાસ, ભરતેશ્વર બાહુબલિ રાસ, હીરવિજય સૂરિ રાસ અને કુમારપાલ રાસ એ સર્વમાં તેનું વર્ણન જૂનાધિક્તા સહિત લગભગ એકસરખું આવે છે, અને તે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી હોવાથી અત્ર તેનો ઉલ્લેખ કરવો યોગ્ય થશે. સંવત સત્તરમા સૈકાના ખંભાતનો ખ્યાલ તેથી આવી શકે છે.
ગુરૂ નામિં મુઝાહિતી આસ, ત્રબાવતીમાં કી રાસ, સકલ નગર નગરી માંહિં જય, ચંબાવતી તે અધિકી હોઈ. સકલ દેશ તણે શિણગાર, ગુજજર દેસ નર પંડિત સાર. ગુજર દેસના પંડિત બહ, ખંભાયતિ અગલિ હાર સહ. જિહાં વિવેક વિચાર અપાર, વસઈ લોક જિહાં વર્ણ અઢાર, ઓલપાઈ જિહાં વરણવરણ, સાધુ પુરૂષનાં પૂજઇ ચરણ વસઈ લોક વારૂ ધનવંત, પહિરઈ પટલાં નર ગુણવંત, કનક તણું કરા જડયા, ત્રિય આગલે તે પહુલા ઘડ્યા. હીર તણે કરો તલઈ, કનક તણાં માદલી મલાઈ, રૂપક સાંકલિઊં બી ખરી, સોવન સાંકલી ગલિ ઊતરી. વડા વાણીઆ જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર, લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાજંતા હરષઈ કરે સીસ. ભઇરવની એગતાઈ જ્યાંહિ, ઝીંણા ઝગા પહેર્યા તે માંહિ, છટી રેસમી કહિ૮િ ભજી, નવ ગજ લંબ સવા તે ગઇ. ઊપરિ ફાલીઉં બાંધઈ કોઈ, ચ્યાર પઈઆનું તે જોઈ, કઈ પવડી કોઈ પાંભરી, સાઠિ અપઈઆની તે ખરી. ૧-૫ આને બદલે મુદ્રિત હિતશિક્ષાના રાસમાં જોડણી સુધારી જે શબ્દો આપ્યા છે તે જવા દઈએ તો પાઠાંતર આ પ્રમાણે આપ્યા છે -૧ નગરજ ૨ બાંધી ખલખલતી હાથે ખરી, ૩ વ્યવહારી ૪ ત્રીશ, ૫ નિત્ય ઉઠી વંદે અણગાર.