________________
તપગચ્છની પટ્ટાવલિ.
આવાં વચન શ્રીગુરૂનાં સાંભળી ચોમાસામાં છવાફૂલ ભૂમિકા જાણું ગુરૂમુખે કુમારપાલે નિયમ લીધો કે ચોમાસામાં સૈન્ય ચઢાઈ યુદ્ધ ન કરવું. આ વાર્તા કેટલેક દિને દીલી નગરે પ્લે સાંભળી ત્યાંથી સૈન્ય લાવી અણહિલવાડે ઉતર્યો. સહિરપાખલ (!) ગઢ નહિ ત્યારે કુમારપાલે ગુરૂને વિનવ્યા કે “સૈન્ય અને યુદ્ધના તમારા મુખથી ભારે નિયમ છે સૂરિએ કહ્યું કે ધર્મથી કુશલ થશે શ્રીસૂરિએ કંટેશ્વરી પાદરેદેવીસ્મરી કહ્યું “જિનશાસનમાં આ રાજા નિયમધારક છે તેથી પરચક્રને ઉપદ્રવ નિવારે.” તે ગુરૂની આજ્ઞા લઈ દેવીએ રાત્રીએ નિદ્રામાં સૂતેલ પ્લેચ્છને ઉપાડી કુમારપાલમાં મહેલમાં લાવી મૂકે. પ્રભાતે જાગી ઉઠ્યો. સ્વસૈન્ય, અનુચર નહિ એટલે ચઢતે દિને રાજર્ષિના અનુચરે દંતધાવન નિમિત્તે પાવન જલ સંપૂર્ણ પાત્ર અંચલ લાવી મૂક્યાં. તે દેખી મુગલ કહે એ કયું સ્થાન છે? તું કે? ત્યારે અનુચરે કહ્યું. “આ રાજા કુમારપાલનું મંદિર, હું તેને સેવક-આ સેવકનાં વચન સાંભળી મુગલે મનમાં વિચાર્યું. હું એનું રાજ્ય લેવા આવ્યો છું. સાંકડે પણ હું આ આવ્યું. અને એ મહાભાગ્યને સ્વામી મારાથી મત્રી વાંછે છે. એના વીર પણ સાચા છે. તે એ રાજાને હું મિત્ર ત્યારે મુગલ અને કુમારપાલ બંને મિત્ર થઈ મહેમાંહે ભેટયા. પીરાણુ પાનનું નામ આપી કુમારપાલને સ્વધર્મમાં દઢતાપણું અને ઉપગારીપણું જોઈ પ્રશંસા કરતે દીલિનગરે મુગલ પહોંચ્યો. શ્રી જિનશાસનને મહિમા છે. ગુરૂ કીર્તિ થઈ. એટલે વિ. સં. ૧૨૦૦ વર્ષમાં કુમારપાલે અઢાર દેશમાં અમારિ પળાવી. હવે તે અઢાર દેશનાં નામ કહે છે.
कर्णाट गुर्जरे लाटे सौराष्ट्र कच्छ सिंधवे उचायां चेवं भंभेा भारवे मालवेस्तथा कोकणे च तथाराष्ट्र कीरे जालंधरे पुनः
पंचाले लक्ष मेवाडे दीपे काशीतटे पुनः મારિ શબ્દ એવું મુખે કહેવાઈ જાય તે ચોવિહાર ઉપવાસ એક કરે. સકલ પાણી છાણે પાણી પીવે પુનઃ ૧૨૦૦ વર્ષમાં લાડ વણિકને ગાઢ મિથ્યાવી જાણ દેશબહાર કીધા. સં. ૧૨૧૩ વર્ષમાં હંમી વ્યાકરણ શ્રી હેમાચાર્યે પ્રગટ કર્યો. સં. ૧૨૧૧ વર્ષમાં સપ્ત લક્ષ મનુષ્ય શ્રી સિદ્ધાચલ સંધપતિ થયો. સં. ૧૨૧ર વર્ષમાં લેઉઆ ગાષાપતિને દયાપાત્ર જણ સાંડેરિયા બિરૂદ દીધું. સં. ૧૨૧૩ માં શ્રીમાલી મંત્રી બાહોદેએ શ્રી રિદ્ધિાચલનો ૧૪ મો ઉદ્ધાર નિપા. સં. ૧૨૧૬ માં અંબેરાગઢથી શ્રી શાંતિપૂછને નૂતન વાથે શાલવીને હ૮૦૦ ઘર પાટણમાં લાવી વસાવ્યા. સં. ૧૨૧૮ માં શ્રી હે. ભાચાર્યે અમાવાસ્યાની પૂર્ણિમા દેખાડી. સં. ૧૫૨૧ માં તારણગિરિએ શ્રી અંજિત બિંબ સ્થાપ્યાં તે જ વર્ષમાં સાતમેં લેખકને દ્રવ્ય આપી એકવીસ જ્ઞાન કેશ લખાવ્યા. ન્યાય ઘંટા સદૈવ વાજતા. શ્રી ગુરૂ ઉપદેશે ૧૪૪૪ ચોરાસી મંડપ સહિત પ્રાસાદ નિપજાવ્યા. પુનઃ ૨૧૦૦ જીર્ણોદ્ધાર કર્યા. એકદા બાહડદે શ્રી ગુરૂને વિનવતાં ગુરૂએ કહ્યું કે
नुतन श्री जिनागार विधाने यत्फलं भवेत् । । तस्मादष्टगुणं पुण्यं जीर्णोद्धारे विवकिनां ॥