________________
શ્રી જૈન છે. કે. હેરલ્ડ. प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउलि पाच ।। આ રીતે શ્રી જીરાઉલી શ્રી પાસતીર્થ પ્રગટ થયું.
પુનઃ વિ. સં. ૧૧૯૧ વર્ષમાં દિલ્હી નગરે વિહુતિ પઠાણ આવ્યા ચહુઆણને કાવ્યા. બ્લેચ્છ યવન થયા.
| શ્રી લેડણ પાસતીર્થની ઉત્પત્તિ. ગુર્જર દેશમાં સેરીસા નગરમાં નાગૅદ્રગચ્છના શ્રી દેવેંદ્ર સૂરિ શિષ્ય સહિત વિહાર કરતા આવ્યા. ગુરૂ શિષ્યથી વીરાકણ વિદ્યાની પુસ્તિકા ગુપ્તપણે રાખે. એકદા ગુર રાત્રે નિદ્રાવશ થયા, એટલે એક શિષ્ય તે પુસ્તિકા ચંદ્રમાને ઉધાતે વાંચી એટલે બાવનવીર આવ્યા અને કહ્યું “શું કામ છે?” તે શિષ્ય કહ્યું “આ પુરમાં જિન પ્રાસાદ નથી, તે માટે પશ્ચિમ દિશાના જેન કાંતિનગરીથી શ્રી જિન દર્શનનું અગણિત પુણ્ય જાણી તમારી શક્તિથી અહીં એક પ્રાસાદ લાવો’ ત્યારે તે શિષ્યવચન પ્રત્યે વીરે કહ્યું, અમારું પરાક્રમ પ્રભાતે કુટ શબ્દ થાય ત્યારે ન થાય. તે ત્યાં સુધી અમારૂં ચાલશે તેટલું કરીશું -આમ શિષ્યની આજ્ઞા લઈ બાવનવીર જેનકાંતિનગરથી સવીએ પ્રાસાદ લેઇ સેરીસા નગરે આવ્યા એવામાં ઉંધથી ગુરૂ જાગ્યા ત્યારે આમને કેલાહલથી બાવનવીરને આણેલ શ્રી પાસને પ્રાસાદ દેખી ચિતમાં ચિતર્યું આ શું ?-પુસ્તકનો ઉપયોગ આવ્યા લાગે છે. એટલે ત્યાં પુસ્તિકા જોઇ પણ દેખાઈ નહિ. શ્રી ગુરૂએ શિષ્યનું એ કામ જાણી શ્રી ચક્રેશ્વરી દેવીને સ્મરીને કહ્યું “આ શિષ્યને માલમ ન પડે તેમ રાત્રી પણ ધણી છે તે માટે તમે કારમાં કુકટ બેલાવો” ગુરૂ આજ્ઞાથી તે દેવીએ તેમજ કીધું. એટલે પ્રભાત થયો જાણી વીર સ્વસ્થાનકે પહોંચ્યા. તેથી વિ. સં. ૧૧ () વર્ષમાં સેરીસા નગરે શ્રી લેડણ પાસની સ્થાપના થઈ. શ્રી દેવચંદ્ર સૂરિ ત્યાંથી વિહારતા અણહિલપત્તને શ્રી પંચાસરને પ્રણમ્યા.
કર તપદે શ્રી વિજયસિંહસરિ.
શ્રીસૂરિ ચારિત્ર ચૂડામણિ બિરૂદ ધરતા વિચ(૨)તા હતા. તેવામાં સેલંકી શ્રી કુમારપાલ પ્રગટ થયા.
કુમારપાલની ઉત્પત્તિ ગૂર્જર દેશમાં અણહિલવાડ પાટણ પાસે દેવલી નગરમાં શ્રી ત્રિભુવનપાલ ભાર્યા વાઘેલી કાશ્મરી પુત્ર પાંચ-તેમાં કનિટ કુમારપાલ નામે-તેનાં જન્મ વિ. સં. ૧૧૭૭. શ્રી ખંભાતમાં શ્રીસૂરિમુખે ધર્મોપદેશ સ. ૧૧૮૭ માં લીધો. વિ. સં.૧૧૮ માં ટીકે (રાજા) થયો. એટલે ગુરૂને ઘણા ઉત્સવે શાલાએ પધરાવ્યા. સદૈવ ગુરૂમુખે વ્યાખ્યાન સાંભળે. એ કદા ગુરૂશ્રી હેમચંદ્રસૂરિને રાજશી કુમારપાલે કહ્યું. “મારા પ્રતિ કૃપા કરી કઈ સાર સુતત્વ કહો ત્યારે સૂરિએ કહ્યું.
दीर्घमायु परं रुपमारोग्यं लायनीयता । अहिंसा फलं सर्व किमन्यत् कामदेवसा ।।