________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૪૯
૨૪ વિક્રમરિ શ્રીગુરૂને શારદા પ્રસન્ન થઇ. શ્રી જર્જર દેશમાં સરસ્વતિ નદીને તટે ખરસડી ગ્રામે બે માસી ચોવિહાર તપ કર્યો. તે તપના મહિનાથી શારદાએ ગુરૂને નમી પિપલીને વૃક્ષ સંકે હતો તે નવપલ્લવ કર્યો. શ્રી ગુરૂની કીર્તિ થઈ. પુનઃ શ્રી ગુરૂએ ધાન્યધાર દેશમાં ગેલા નગરમાં ઘણા પરમાર ક્ષત્રી પ્રતિબધી ઉપકેશ કીધા.
૨૫ નરસિંહસૂરિ શ્રી સુરિએ ઉમરગઢમાં પુલકરના તળાવને કાંઠે ભાદા પ્રમુખ નગરમાં નવરાત્રીએ અષ્ટમીને દિને મહિષ વધનો વ્યંતરયક્ષ ભોગ લેતો તેને ધર્મોપદેશ દઈ મહિષને વધ મૂકાવ્યો.
૨૬ સમુદ્રસૂરિ મેવાડ દેશમાં કુભલમેરે માણુ ક્ષત્રી જાતિ સંસાર અસાર જાણું ગુરૂશ્રી નરસિંહ પાસે દીક્ષા લીધી તથા અણહિલપત્તને શ્રી સૂરિ બાહડમેર કેટડા પ્રમુખ નગરમાં ચામુંડા પ્રતિબંધક થયા. પુનઃ દિગંબર જીતી વેરાટ નગરમાં તથા અણહિલપત્તનમાં જય વેર્યો. ઉક્ત.
खोमाणराजकुलजोऽपि समुद्रसूरि, गच्छं शशास किलद प्रवण प्रमाण जियातदाक्षपणकान् स्वयशं वितेने, नागेंद्र दे भुजगनाथ नमस्य तीर्थे । " એવામાં સં પર ૫ માં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણ ધ્યાનશતકના કર્તા થયા એવામાં છ યુગ પ્રધાન થયા. તેનાં નામ 1 નાગ હસ્તિ સૂરિ રૈવતિ મિત્ર સૂરિ, ૩ બ્રહ્મ દ્વિપ સૂરિ ૪ નાગાર્જુન સૂરિ ૫ ભૂત દિન સૂરિ. ૬ ભાવડહાર શ્રી કાલિકસૂરિ. આમાં કાલિકાચાર્ય વીરાત ૮૯૯ વર્ષે કેટલાક આચાર્ય કહે છે તે પ્રમાણે ૯૮૦ વર્ષે એટલે વિ. સં. પર૩ વર્ષ થયા. ૮૪ કાલનું વિવરણ કર્યું. આ ત્રીજા કાલિકાચાર્ય સુપ્રભાવિક જાણું.
વીરાત ૧૦૨૧ વર્ષ–સંવત ૧૮૫ વર્ષે યાકિની મહત્તા સુત શ્રી હરિભદ્રસૂરિ પ્રગટ થયા.
હરિભદ્ર રિની ઉત્પત્તિ
મગધદેશમાં કુમારીયા ગામમાં હારિદ્રાયણ ગેત્રમાં હરિભદ્રનામે બ્રાહ્મણ વ્યાકરણ પ્રમુખ પટુ શાસ્ત્રના વેત્તા રહેતા હતા. ઘણું બ્રહ્મક્રિયાએ કરી કુશલ હતા. પણ પ્રતિજ્ઞા હતી કે જે કઈ મને પ્રશ્ન પુછે તેનો અર્થ ન ઉપજે-નકરી શકું તે હું તેનો શિષ્ય થાઉં. આમ ચિંતવી તીર્થયાત્રાએ નિકળ્યા. ભૂગક્ષેત્ર આવ્યા ત્યાં એકદા સંધ્યાએ નગરમાં બજારે જતાં ધર્મ શાલાએ સાધવી પ્રતિક્રમણ સંપૂર્ણ થતાં આવશ્યક સૂત્રની ગાથા ગણે છે તે ગાથા આ હતી કે --
चक्की दुगं हरिपणगं पणगं चक्कीण केसयो चकी
केचव चकी केसव दुचकी केसव सकीदं ॥ १ ઉભા રહી આ ગાથા હરિભદ્ર સાંભળી. શાળાએ આવી કહ્યું “ભો ! સાધવજી તમે કે આ ચિચિગાયમાન શબ્દ કહ્યા?” આ સાંભળી સાધ્વીએ કહ્યું “નવું શાસ્ત્ર લખી એ ત્યારે ચિગ ચિગ શબ્દ થાય આવું સાધ્વી કથન સાંભળી હરિભદ્ર ચિંતવ્યું “ મારી વિધાને પ્રયાસ નિષ્ફળ થયો.