________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૩૯ પુન: હવે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની ઉત્પત્તિ શ્રી વૃદ્ધવાદી સૂરિ વિહાર કરતા ભગુકચડે આવ્યા એવામાં માલવમંડલે ઉજજેણે નગરીએ કૌશિક ગોત્રી દેવઋષિ નામે વાડવ રહે છે તેને દેવસીકા નામે સ્ત્રી છે. તે પુત્ર કુમુદચંદ્ર નામે મહા પટું અંગનો જાણે છે, તેને અન્ય પંડિતના મુખ થકી વાઝેવી જેને પ્રસન્ન છે તેવા વૃદ્ધવાદીને ઘણો મહિમા સાંભળી અત્યંત ગર્વ કરી જે મને વિધાવાદમાં જીતશે, તેને હું શિષ્ય થઈશ. એવી પ્રતિજ્ઞા ધારી જ્યાં ભરૂચ છે–શ્રીવૃદ્ધવાદી છે ત્યાં આવ્યો એવામાં વૃદ્ધવાદી દેહચિંતાએ નગર બહાર આવ્યા છે ત્યાં બંને એકઠા મળ્યા વન વિષે ગવાલીઆ તથા પિડાર ગે ચારે છે. કુમુદચંદ્ર વિખવાદને આશય જણાવ્યો. તેહ પિંડારની શાખે યા કરી વિદ્યાવાદ પ્રારંભે. ત્યાં પ્રથમ કુમુદચંદ્ર સંસ્કૃત વાણી કહી, પિડાર સમજે ને કહે “એ વિદ્યા કાંઈ નહિબ્રાહ્મણ તું ફેગટ આ રડે છે, મૂર્ખ છે. ત્યારે વૃદ્ધવાદિ સુરિ અવસરના જાણ હેઈ કલ્પક રજ હરણ કટિએ બાંધી ડંડ ઉચે હાથ રાખી પ્રદક્ષિણારૂપી ઘેરણીએ નાચતા હુઆ મુખે એમ ભણે જે અથ–
ચાલિએ નવિ મારિએ પદારાગમણ ન કીજીએ થોડા મ્યું થોડું દીજીએ, તઉટ ગિમગિગ્નિ જાઈએ. ગાય ભિંસ જિમ નીલું ચહઈ, તિમતિમ દૃદ્ધિ દૂર્ણ ભાઈ, તિમતિમ ગોવાલાં મનિ ઠરઈ, છાસિ દેયંતાં તે હુતરઈ. ગુલ ચાવઈ તિલતાંદુલી દેડે વકૃવિ વાંસલી પહિરણુિં ઉદ્ધણુિં હુઈ ધાબલી ગવાલા મનિ પુગિરલી. મોટા મોટા મિલ્યા પંડાર માર્યો માંહે કરય વિચાર મહિલી દુષણિ સરળ ભલા, દીઈ દા બેટા પ્રગીરલી વનમાંહિ ગેવાલા રાજા, ઈદ્ધિ નહિં ઘરિતે નહિ આજ ભમર ભિસ દૂઝઈ વલી સલ, સુખિ સમાધિં હુઈ રંગરેલ. વાટ ઉભરીઉં દહીંને ઘેલ, જીમણે કર લેઈ ઘઇસિં બેલ, ઈણિપરે મુહમે લાવ કરઈ, સ્વાણિ વાતજ વિસરઈ. હડહડાટ નવી કી જઈ ઘણું, મર્મ ન બોલી જઈ કેહતણું, કડિ શાખિ મ દેજે આજ, એ તુહ ધર્મ કહું ગોવાલ. ગરડ સવિછુ નવી મારીઇ, મારી તક પિણ ઉગારી, ફૂડ કપટથી મન વારીએ, ઈણિ પરિ આપ કારિજ સારીઈ. ગેવાલીઆ ઉમ્રાગહસ હઊંત થકા ગહિ, તાલાતાલી દેતા સહિ ભલઉ ભલઉ એ હિજ ડોકરઉં, ન હઈ ભણીક એહિજ છોકરઉ. ભટ જે બોલ્યો ભૂતપ્રલાપ, ફોડયા કાં નવિ ગોઈઉ આપ,
છ એ હાર્યો તું હલ્લા, પાય લાગી કહઈ એ ગુરૂ ભલ્લા. ૧૦ તે ગોવાલીયાના વચન સાંભળી કુમુદચંદ્ર શ્રી વૃદ્ધવાદીને કહે કે હું પ્રતિજ્ઞા સંપૂર્ણ– વિદ્યાવાદે હાર્યો તે માટે મુજને શિષ્ય કરે. કિશ્યા થકી તુમે સમયના જાણું અને હું સમયને જાણ નહિ એટલી મારી બુદ્ધિ કાચી. ગુરૂએ દીક્ષા દઈ કુમુદચંદ્ર સાવું નામ દીધું.