SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૮ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. તપગચ્છની પટ્ટાવલિ. ૨ સુધીની ઉત્પત્તિ જંબુદ્વિપમાં દક્ષિણા ભરતમાં કુલ્લાગ સનિવેશ નામે નગરે કે જે ૨૧ કાસ લાંબુ, ૨૧ કાસ પહેાળુ, અને જેમાં ૪ વર્ષ ૬ દર્શન ૩૬ પાખંડ વી રહ્યા છે, જ્યાં વેદવ્યાસ થિલ્લવિત્ર તેની સ્ત્રી ભદ્દિલા ( હારિદ્રાયણ ગાત્રથી ઉપજેલી ) તેને પુત્ર ઉત્તરાફાલ્ગુન નક્ષત્રે જન્મ પામ્યા. નામ સુધર્મા રાખ્યું. અનુક્રમે યૌવનાવસ્થામાં વક્ષસગાત્રની એક કન્યા પરણાવી તેથી સાંસારિક સુખ ભાવવતાં એક પુત્રી થઇ. હવે સુધીમાં ૪ વેદ માંગાપાંગના પાડી છે. તેની પાસે ૫૦૦ વિદ્યાર્થી વાડવસુત વિધાભ્યાસ કરે છે પણ તે સુધ માંના ચિત્તમાં એક મહાસંદેહ છે અને તે સંદેહ શ્રી વીર વચનથી નિઃસ ંદેહ થયા ત્યારે ૧૦૦ છાત્ર યુક્ત ૫૦ વર્ષ ગૃહસ્થપણુ ભોગવી સંશયછેદક શ્રી વીર હસ્તે દીક્ષા લીધી, ૪૨ વર્ષ શિષ્યપણે શ્રી વીર વિનય કીધે.. ૩. જંબુસ્વામિ. ઉત્પત્તિ. પૂર્વ દિશામાં મગધદેશ વસ ભૂમિ રાજગૃહિ નગરી કાશ્યપ ચેત્રે શ્રેષ્ઠી ઋષભદત્ત અને તેની સ્ત્રી ધારણીથી ૫ મા બ્રહ્મ દેવલાકથી ચ્યવીને પુત્રપણે ધારણીના ગર્ભ માં ઉત્પન્ન થયા. ધારણીને સ્વપ્નું લાધ્યું કે જંબુૠક્ષ કન્યા કુલ્યા છે. આ એધાંથી જબુકમાર નામ આપ્યું. અનુક્રમે ૧૬ વર્ષ થયા ત્યારે સુધર્માં સ્વામી કેવલી વિચરતા આવ્યા તેના મુખે ધર્મોપદેશ સાંભળી લઘુકર્મી જીવ જ બુકુમારે ચોથું વ્રત આદર્યું સુધર્મા કેવલીએ વિહાર કર્યા. પુત્રને ભેગ સમ જાણી વારવાર સંસારમાં પડવા માતપિતા કહે પણ જ” પાણિગ્રહણ વાંકે નહિ. માતપિતાના હર્ષ પૂર્ણ કરવા ઘણા આગ્રહથી ઉત્તમ વ્યવહારિયાની પુત્રી સાથે પરણાવ્યા પણ તે સાથે સ્નેહદષ્ટિ માંડે નહિ, સસારિક મૃદુવચન મેલે નહિ. हावो मुखविकारः स्यात् भावो चित्तसमुद्भवः । विलास नेत्रजो ज्ञेयो विभ्रमो भ्रूसमुद्भवः ॥ આવી આવી કામ ચેષ્ટાથી અ’ગ દેખાડે પણ જખુ દ્રષ્ટિ જો નહિં. એવામાં ઘણા મનુષ્યના મુખથી જંબુ ઘેર ૯૯ ક્રોડ સુવર્ણદ્રવ્ય આવ્યા સાંભળી પ્રભવ નામના ચાર પાલ્લિવી ૪૯ ચાર લઇ રાત્રે જબુ ઘેર દ્રવ્ય લેવા પેઠા. ઘરના છુટક ચોકમાં દ્રવ્યના ઢગ કરેલા જોઇ અવસ્ત્રાપિની વિદ્યાથી સકલ ઘરના મનુષ્યને નિદ્રામાં નાખ્યા. પછી તાલુાદ્ઘાટિની વિદ્યાથી તાળુ ઉધાડી ગૃહાધીશની પેઠે અબીહ થકા દ્રવ્યની ગાંડી બાંધી માથે મુકી ૪૯ ચાર સહર્ષ ચિત્તથી સ્વસ્થાને જવા ઉભુક્ત થયા એટલામાં જંબુના શીલ ધર્મના મહિમાથી શાસન દેવીએ સ્તંભની પેઠે તેમને નિશ્ચલ કરી દીધા અને જંબુ તદ્ભવ મેાક્ષપામી છે તેથી અવસ્વાપિતી નિદ્રા ન આવી એટલે પ્રભવ મેડીએ ચડયા અને જોયુ તે રંગશાલામાં જંબુ નવાઢા સ્ત્રીઓના ઉપદેશ ૩૫ દૃષ્ટાંત કહી સમજાવે છે, અને પ્રતિમાધે છે. આ જંબુ વચન સાંભળી સ્ત્રી પણ પ્રત્યુત્તર રૂપે દ્રષ્ટાંત કહે છે. પણ સંસાર વિરક્ત થકા દ્રવ્યના ઢગ ચાર લે છે તે સામું આ માટું અચરજ જોઇ લઘુકર્મી જોતા નથી.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy